Posted by: bazmewafa | 01/10/2008

થોડીક નોંધો_સુરેશ જોષી

fort.jpg

ઈશ્વરી શાપ
ઈશ્વરી શાપ એ છે કે ખંડિત જગતમાં રહીને કશાક અખંડની તીવ્ર કામના કરવી.ઇન્દ્રિયથી સીમિત જગતમાં રહીને ઇન્દ્રિયોને ઉલ્લંઘી જવાની મહત્વકાંક્ષા સેવવી.આથી જ તો કવિ અદ્ર્ષ્ટિ દર્શન કરવા ઇચ્છે છે..

રિલ્કે
જેનો નિત્ય સહચાર મને હમેશાં રુચ્યો છે તેવા કવિઓ પૈકીનો એક કવિ રિલ્કે.દિવસને છેડે ,થોડું સરખું એકાંત મળે ત્યારે,અકળ રીતે ચિત્તમાં વ્યાપી ગયેલા વિષાદ ઝૂઝતાં, હું રિલ્કેની એકાદ પંક્તિ ગણ ગણું છું,ફરી એક વાર મહાન અને બલવત્તર બનશે;ભૂમિ ફરી સરલ બનશે;જલમાં ફરી ઉર્મિઓ જાગશે; વૃક્ષો ઉંચા વધશે.અને માનવી માનવી ને છૂટાં પાડતી દિવાલો નીચી બનશે.ખીણોમાં ફરીથી સુદધ અને સશકત પ્રજા ભૂમિને ઉર્વરા બનાવશે.કવિની આ અશાએ આંજેલી આંખે દુનિયા જોવી ગમે છે.

સોનગઢ
રસ્તે ચાલતાં ચાલતં અડધી મિનિટ આંખ મીંચીને હું ચાલું અને એ સોનગઢનો કિલ્લો મારી સ્મૃતિની પડછે એકદમ ઉભો થઈ જાય,એ વડનું ઝાડ ,જેના પર મેં ઊડપંખ સાપ જોયેલો,કે અંધારામાં વાઘની તગતગતી આંખ જોયેલી.એ જાણે બધું સાકાર થઈને આવે એટલે હમેશાં we care for the lost world.માણસ છે, જેને ચાહ્યું છે અને જેને ખોયું છે તેને માટે પ્રેમ નથી ખોઈ બેસતો.

કાફકા
કૉલેજકાળ દરમિયાન ફ્રાન્ઝ કાફકાની ‘ધ ગ્રેટ વૉલ ઓફ ચાયના એંડ અધર પીસીસ’ ફૂટપાથ પર વેચાતી મારા જોવામાં આવી.તેના શિર્ષકે મને આકર્ષ્યો ને મે એ ખરીદી.તે દિવસથી મારો દ્રષ્ટિકોણ સમગ્ર બદલાઈ ગયો.

વાસ્તવિકતાનું વસ્ત્ર હરણ
વાસ્તવિકતાનું વસ્ત્ર હરણ કરનારા શબ્દો પણ છે.તો રહસ્યમયતાથી તુચ્છતાને ખંડિત કરનારા શબ્દો પણ છે.મૃત આકાશની નિર્જનતામાં ઘૂસરતાના આવરણને ભેદીને સહેજ ક્ષણભર ચમકી જતા અનામી નક્ષત્ર આખરે શૂન્યમાં શમી જનારા શબ્દનો મહિમાં જીરવવો કપરો છે.કોઇકવાર ઉચ્ચારનારું મુખ દ્રષ્ટિગોચર નહિ હોય ને છતાં એના ભણકાર રણકારથી ચિત્તને સમુત્કંઠિત કરનારા શબ્દોએ મને ભારે પજવ્યો છે,નિકટને દૂર અને દૂરને નિકટ બનાવવાની અદભુત માયા રચનારા શબ્દો પણ છે.

સુખડ
હવે આંગણામાં સુખડ વાવ્યું છે,હું નિ:શબ્દ થતો જાઉં છું ને મારા શબ્દો આ ચંદનનાં વૃક્ષ પર ઝીણાંઝીણાં પર્ણો રૂપે પલ્લવિત થઈ ઊઠતાં જોઉં છું.એ સુખડના કાષ્ઠ રૂપે મારી છેલ્લી અગ્નિશય્યામાં સાથે પોઢવા આવશે.


Responses

  1. સુરેશ જોશી મારા પ્રીય ગદ્યકાર. એમની કોલમનું જનસત્તામાં હું ઘુટડા ભરી ભરી પાન કરતો. એમના જેવું ગદ્ય બહુ ઓછાંને ફળે. તમે મને આજે એ સ્મૃતીઓ સાથે જોડી આપ્યો.
    આભાર.

  2. આભાર જુગલકિશોર ભાઇ,
    સુરેશ જોષી સાહેબ અમારા સિક્ષક.1960-61 દરમિયાન મ.સ.મહાવિદ્યાલય ,વડોદરામાં પ્રી.સાયન્સના એ ડીવીઝનમાં અમને ગુજરાતી ભણાવેલું.ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ. વાર્તાઓની હવાઓ કાઢી નાંખતા.ચાર, પાંચ કલાસની છોકરીમાંથી એકાદ હિમંત કરી પૂછી બેસતી,સાહેબ તો પછી તમારીજ વાર્તાઓ ભણાવોને.એ શાંતિથી ઉત્તર આપતા એ દિવસ પણ આવશે.(અને તે દિવસો આવ્યા એ ખરા)અને શ્રીયુત સુરેશ જોષીએ લખ્યુંકે જો આ વાર્તાઓ અભ્યાસ ક્રમમાં ન હોત તો અમુક વાર્તાઓ એમાંથી કાઢી નાંખત. હું એ સુરત જિલ્લાનો,અને સોનગઢ પાંસે ઉકાઈમાં 69-70માં સીવીલ ઈંજી.વિભાગમાં બદલી નવસારીથી થયેલી.ત્યારે સોનગઢનો કિલ્લો,અને તાપીના પૂર અને વનરાઈ જોઇ ડઘાઈ ગયેલા. જોષી સહેબ પાંસે ભણી અમારો દ્રષ્ટિ કોણ પણ બદલાઇ ગયેલો.એમની પાંસેથી ગુજરાતીમાં ઈંટરીમ પરીક્ષાઓમાં 60% માર્કસ કઇ રીતે પડાવી લીધેલા તેનો હજીયે અચંબો થાય છે.
    બક્ષી,મધુરાયની તારીફ કરેલી.બાકી રાષ્ટ્રીય શાયરને પણ ઉડાવતા. ઘણી સ્મૃતિઓ જીવે છે,એ સોનગઢના કળાધરની.
    વફા

  3. આભાર . સુરેશભાઈની યાદ અપાવવા કાજે. આપ નસીબદાર છો કે એમની પાસે ભણ્યા.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers