મારે જવું નથી_જયંત પાઠક
એ ના સળંગ હોય તો મારે જવું નથી.
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.
બોલાવતું બધુંય ગામ ,તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.
પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખાજ ખંડ હોય તો મારે જવું નથી
ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારોજ અંત હોય તો મારે જવું નથી.
હું ચાલું તો ચાલે અને અટકું તો ઊભો રહે,
એવોજ પંથ હોય તો મારે જવું નથી.
(2-4-1977)

આપના પ્રતિભાવ