ચહેરો _ ઈન્દ્ર શાહ
પળે પળે બસ બદલાય ચહેરો.
સાચો કયો ન સમજાય ચહેરો.
કદી દાસ બનતો કદી બનતો માલિક,
અસલી કદી ના પરખાય ચહેરો.
ન હોઠે હરફ એકે આવ્યો છતાંયે,
આખી કહાણી કહી જાય ચહેરો.
અરીસાઓ બદલ્યા કરુંછું છતાંય,
બદલ્યા વિનાનો રહી જાય ચહેરો.
આંખોની અંદર જઈ છેક તળિયે,
આખો ને આખો ડૂબી જાય ચહેરો.
હું ખુલ્લો બનું સૌ ઉતારીને ઓઢણ,
કહો કેવી રીતે ઉતરાય ચહેરો.
હતો જન્મ પહેલાં બસ એના જેવો,
મૃત્યુ પછી પણ બચી જાય ચહેરો.
(સન્ધિ4 :2007 ના સૌજન્યથી સાભાર) સન્ધિ: બે પેઢીને,બે ભૂમિને,બે ભાષાઓને,અને અનેક સંસ્કૃતિઓને જોડવા ઈચ્છતું સામયિક.
વિગત માટે નીચેનાં URL પર કલીક કરો.
http://bazmewafa.wordpress.com/2007/10/03/sabharasweekar1_wafa/

વાહ જનાબ !
હું ખુલ્લો બનું…….ઉતરાય ચહેરો !
ક્યા બાત કહી.. વાહ!
અરીસાની વાતથી મને મારો જ એક શૅર યાદ આવી ગયો…
ત્યારથી,મારી મને ઓળખ મળી
ફ્રેમ આખી,ને અરીસે તડ મળી !
http://navesar.wordpress.com
By: ડૉ.મહેશ રાવલ on January 7, 2008
at 6:20 pm