Posted by: bazmewafa | 11/15/2007

મુકતકો _જ.’અગમ’કોસંબવી

desertofwords.jpg 

જ.‘અગમ’ના 5 મુકતકો
1
નવોદિત શાયરોને

શબ્દ-રણમાં ભોમિયા વિણ વ્યર્થ અટવાતાં રહે,
છંદના ઉદ્યાનમાં જે ઠોકરો ખાતા રહે,

એ નવોદિત શાયરોને ગ્રંથ આ અર્પણ કરું,
શબ્દથી પણ અધિક ગીતો ગુંજમાં ગાતા રહે !

(જ.’અગમ’ કોસંબવીના 2005માં પ્રકાશિત થયેલ સંગ્રહ ‘રાહબર’ માં પ્રથમ પાને નવોદિત શાયરોને અર્પણ કરતા)

2

દોડી ગયો

સેતુઓ સબંધના તોડી ગયો,
સાજ સામગ્રી ઘરે છોડી ગયો,

કાવ્ય_મંડીમાં ન જામી સાખ ત્યાં,
 કવન માથે લઈ ‘અગમ’ દોડી ગયો.

3

કલમની હાંક

કલમ મારે જ્યાં કવેળા હાંક ત્યાં_
હૃદય બીજું કંઈ સાંભળતું નથી,

કલમ ખોળે શીશ જ્યાં ઢાળે ‘અગમ’
ઓશિકે મસ્તક પછી ઢળતું નથી.

4

ધોધ હોય તો

ગમતું ન વાણી _વ્હેણમાં અવરોધ હોય તો,
ગમતું ન એનો વ્યર્થ વ્હેતો ધોધ હોય તો.

વાગીશ્વરીનાં હોય જો વરદાન દોહ્યલાં,
ગમતું ન વાણી’અગમન’ની દુર્બોધ હોયતો.

5

વેરાઇ લેવા દે

વિવસ્પદ થયો તો સૂર_તાલે ગાઈ લેવા દે.
નગરનાં ચોતરે ચૌટે મને પરખાઈ લેવા દે.

પ્રશંસા થાય કે નિંદા નથી પરવા જરી એની,
વિવાદી વાયરે આજે બધે વેરાઈ લેવાદે.

(જ.’અગમ’કોસંબવીના કાવ્ય સંગ્રહ ‘રાહબર’માંથી સાભાર)

શાયરનાં જીવન કવન અને પરિચય માટે ‘બઝમે વફા’નું નીચેનું URL કલીક કરો.

http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers