(જ.આદિલ મનસૂરીનું એક એબસ્ટ્રેકટ ચિત્ર _શુક્રિયહ સહિત)
કાળ ચક્ર_કૈફી આઝમી(ઉર્દુના ક્રાંતિકારી સુવિખ્યાત કવિ)
નિશ દિન જ્યાંથી પ્રવાસ આદરું છું
ફરીને ત્યાંજ પરત થાઉં છું.
જેને ઘણી વખત તોડી ચુક્યો છું
એજ દીવાલોથી ફરી અથડાઉં છું
રોજ નિત નવા નગરોનું સર્જન થાય છે,
અને રોજ ધરતીમાં ધર્બિત થાય છે.
ધરતીકંપમાં થોડી વિશ્રાંતિ હતી
તે પણ હવે રોજ ટપકી પડે છે.
દેહથી આત્મા સુધી છવાયલી રેતી
કયાંય પણ તડકો,પડ્છયો,મૃગજળ પણ નથી.
કેટલી મહેચ્છાઓ છે કોઇ રણ વગડે,
કોણ કબરોનો રાખે હિસાબ.
આ રકતવાહિનીઓ હોલવાય છે અને ભડ્કે પણ છે.
અને હૈયાને ડરવાનીએ પણ આદત છે.
રાત્રે અંધારાએ અંધારાને કહ્યું, કે
જિવવું પણ એક પ્રકૃતિ બની ચુકી છે.
એક રંગનું મેઘધનુ ઉદય પામે છે,
એકજ શૈલી અને એકજ માપદંડ
બધા વળાંકે મસ્જીદો ઉભી છે,
સુરાલયો તકલીફમાં મુકાઇ ગયા છે.
કોઇ કહે છે હું દરિયો છું,
અને મારા ખિસ્સામાં એક બુંદ પણ નથી.
હું મારી કુશળતા પાઠવ્યા કરું છું.
હવે તો ભાગ્યને કોઇ ભય નથી
હું મારા હાથોનુંજ પઠન કરું છું,
કદી કુરાન કદી ગીતાની જેમ.
થોડી રેખાઓમાં હું સિમિત થઇ જાઉં છું
જિંદગી કારાગૃહમાં છે સીતાની જેમ
રામ ક્યારે પરત થશે ખબર નથી,
કાશ કોઇ રાવણનું આગમન થઇ જતે.
(અનુ.વફા)
Posted in નઝમ
