Posted by: bazmewafa | November 1, 2007

તૂકાંત (રદીફ),સ્પષ્ટ દોષ(ઈતા_ એ _ જલી),ગુપ્ત દોષ(ઇતા_ એ _ ખફી), પદ્ય પ્રકાર‘ઝાર’રાંદેરી

તૂકાંત (રદીફ) _ ‘ઝાર’રાંદેરી

લગાગાગા ગાગાલગા લગાગાગા ગાગાલગા

પદ્યને અરબીમાં નઝમ કહેછે.અને એનો અર્થ ‘મોતીઓ પરોવવા’એમ થાય છે.ખરેખર ,પદ્યરૂપી મોતીના હારમાં શબ્દ મોતીઓ તો શું તેથીયે વધુ કિમતી છે.

pearls-in-string.jpg

તૂકાંત ના મૂળ કર્તા ઈરાનીઓ છે.અરબોએ તૂકાંતને ફારસીમાંથી ગ્રહરણ કર્યો છે.પ્રાસમાં વદી અને વાદી પછી સંબંધી,ખૂરુજ, મઝીદ અને નાઈરાહમાંથી જેટલા હોય તે એ પછીના બધા તૂકાંત કહેવાય છે.તૂકાંતમાં માત્ર એકના એકજ અક્ષરો એકજ સ્વરૂપે હોવા આવશ્યક છે.અર્થો સાથે સબંધ નથી.એકજ સ્વરૂપ સાથે તેના તેજ અક્ષરો હોય ,પણ તૂકાંત આગળના શબ્દો એવા જોડવામાં આવે કે તૂકાંતના અર્થ બદલાઈ જતા હોય.તો એ વાંધો નથી.તૂકાંતનું હોવું એ આવશ્યકનથી.પણ સાધરણ રીતે તૂકાંત હોય તો થીક લાગે છે.તૂકાંત ન્હાનામાં ન્હાનો એક અક્ષરી પણ થઇ શકે છે.જેમકે છે,માં ,થી,ને,વિગેરે.તૂકાંત ગમે એટલો મોટો પણ થઇ શકેછે.
અદા પણ તમારી અતિ મન પસંદ છે.
જ્ફા પણ તમરી અતિ મન પસંદ છે.

ઉપલી કડીમાં અદા,જફા,પ્રાસો છે,બાકી બધા શબ્દો તૂકાંત છે.તૂકાંત જેટલો લાંબો હશે ,તેટલો નિભાવવો કઠિન થઇ પડશે.

સ્પષ્ટ દોષ(ઈતા_ એ _ જલી)
ઇતાઅ નો મૂળ અર્થ તો’ પાયમાલ કરવું.’અને જલીનો અર્થ ‘સ્પષ્ટ’ થાય છે.ઇતા _ એ _ જલી માટે ગુજરાતીમાં સ્પષ્ટ દોષ એ શબ્દ અતિ અનુકૂળ છે.કડીની બન્ને તૂકો સપ્રાસ હોય તેનાં પ્રાસોમાં સ્પષ્ટ કે ગુપ્ત દોષ લાગુ પડે છે.સ્પષ્ટ દોષની સમજૂતી નીચે પ્રમાણે છે, ‘કોઇ પણ કડીની પહેલી તૂકમાં જે પ્રાસ આવે તેજ પ્રાસ બીજી તૂકમાં પણ અક્ષરો અને અર્થ સહિત આવે.
ઉદાહરણ:

કોઇ ગઝલના પ્રાસો આશય,નિર્દય,રસમય,નિર્ભય,વિગેરે છે. અને તૂકાંત ‘કયાં લગી’ છે.

આશય કયાં લગી
નિર્દય કયાં લગી
રસમય કયાં લગી
નિરભય કયાં લગી

આગળ આપેલ સમજુતી પ્રમાણે વાદી ‘ય’ છે.એટલું સમજ્યા પછી જો કોઇ ગઝલની પૂર્વ કડી નીચે પ્રમાણે હશે, તો સ્પષ્ટ દોષ લાગુ પડશે.

‘જાગ? ઓ કામી, જગતના ખેલ રસમય ક્યાં લગી. ધ્યાન કર,તુજ સાથ આ સંસાર સુખમય કયાં લગી.
ઉપલી કડીની પહેલી તૂકમાં માં ‘ રસમય’ અને બીજી તૂકમાં ‘સુખમય,પ્રાસો છે, એ પ્રાસોમાં
 વાદી ‘ય’થઇ શકતો નથી.કારણકે ‘રસ’ અને ‘સુખ’ શબ્દોની સાથે જે મય શબ્દ છે, એતો સબંધી છે.મય શબ્દને બન્નેને પ્રાસોમાંથી કાઢી નાંખીશું,તો રસ અને સુખ બન્ને પોતાના મૂળ અર્થો સાથે બાકી રહે છે.રસ,અને સુખ,બન્ને શબ્દો સહ પ્રાસ નથી.અને મય.મય નો પ્રાસ એકજ અર્થ સહિત પ્રાસનાં મુખ્ય નિયમ વિરોધ છે.જેથી ઉપલી કડીને સ્પષ્ટ દોષ લાગુ પડે છે.અગળ આપેલી સમજુતી પ્રમાણે ,સર,કેસર,લત,અદાલત,દિલ,આદિલ,જલાલી_ગુલાબી ,હોય તો વાંધો નથી,અને એવા પ્રાસો પણ એક પછી એક ન લાવવાનું એકજ કારણછે કે સ્પ્ષ્ટ દોષનો સંદેહ ન થાય.

ગુપ્ત દોષ(ઇતા_ એ _ ખફી)

કોઇ ગઝલના પ્રાસો ગુલાબ,શરાબ,જવાબ,આબ વિગેરે હોય(એ પ્રાસો અનુયાયી છે.)એટલું જાણ્યા પછી કળીની એક તૂકમા ગુલાબ,અને બીજી તૂકમાં આબ,અથવા પહેલી તૂકમાં આબ અને બીજી તૂકમા ગુલાબ પ્રાસો લાવશે ,તો અનિયમિત ગણાશે.કારણકે એ ખુલ્લી રીતે તો બનેમાં વાદી અને અને અનુયાયી નિયમિત છે.પણ મુખ્ય બાબત એ છે કે ગુલાબ શબ્દ (સમાસ)મુકરબ છે.ગુલ,આને આબ બે શબ્દોનો બનેલો છે.એ શબ્દ જે ગુલાબ બોલાય છે તે ગુલ આબ ની સંધિ છે.એથી કરી આબ ,આબનો પ્રાસ એકજ અર્થ સહિત અનિયમિત છે.આબ, આબનો મય મય નો પ્રાસ એકજ અર્થમાં એકે મતે અનિયમિત ગણવામં આવ્યો છે.સપ્રાસ કડીઓમાં એ એક બીજાનો પ્રાસ થઇ ન શકે. ગુજરાતી ભષામાં હકારામક નકારાત્મક ઉપસર્ગો વડે એવા શબ્દોની સંખ્યા હજારોની સંખ્યામાં છે.આધિન.પરાધિન,સ્વાધિન વિગેરે. આ તકે એક શંકા ઉપસ્થિત થાય છે કે બાલી અને લાલીનો પ્રાસ કેવી રીતે નિયમસર કહી શકાય? કારણકે બાલી (કાનનું ઘરેણુ)અને લાલીમાં અગળ આપેલી સમજૂતી પ્રમાણે ‘દીર્ઘ ઈ’ સબંધી છે.બાલીમાં વાદી ‘દીર્ઘઈ’ અને અને લાલીમાં ‘લ’ છે.એનો જવાબ એ છે કે પૂર્વ કદીમા એક તૂકમાં લાલી અને બીજી તૂકમાં બાલી પ્રાસો લાવવામાં આવશે તો તમામ ગઝલમા વાદી ‘દીર્ઘ ઈ’ સમજવામાં આવશે.પણ એક તૂકમાં ‘બેકસી’ અને બીજે તૂકમાં ‘બેખુદી’ પ્રાસો લાવવામાં આવશે,તો બન્ને પ્રસોમાં સ્પષ્ટ રીતે દીર્ઘ ઈ સબંધી છે.,જેથી એકમાં વાદી ‘સ’ અને બીજામાં ‘દ’ થઇ ન શકે,પણ હાલમાં કેટલાક ક્વિઓ એ કાનૂન મુજબ વર્તતા નથી. પ્રાસ હૃસ્વને સ્થાને ,હૃસ્વ અને દીર્ઘને સ્થાને દીર્ઘ ,સાથ જો સ્વર પહોળો બોલાતો હોય તો પહોળોજ લાવવો પડશે.ખૉળ,ગૉળ એવા પહોરા ઉચ્ચારના પ્રસોના સ્થાને સોળ,ગોળ વિગેરે પણ લાવી ન શકાય.પહેલા લાવવામાં આવતા હતા.પણ હાલમા ઉત્તર હિંદમાં તો એને પણ મોટો દોષ માનવામા આવે છે.

પદ્ય પ્રકાર

પદ્યને અરબીમાં નઝમ કહેછે.અને એનો અર્થ ‘મોતીઓ પરોવવા’એમ થાય છે.ખરેખર ,પદ્યરૂપી મોતીના હારમાં શબ્દ મોતીઓ તો શું તેથીયે વધુ કિમતી છે.પદ્યો પણ ઘણાં પ્રકારનાં થાય છે.

ગઝલ

કોઇપણ છંદમાં પહેલી કડીના બન્ને તૂકો સપ્રાસ અને પછીની કડીઓમાં પહેલી તૂકમા કોઇ પણ શબ્દો(વજન સહિત) અને બીજી તૂક સમ પ્રાસ .એવી રીતે પાંચ છ સાત ,અથવા ઈચ્છીએ એટલી કડીઓ કહેવી,એનું નામ ગઝલ છે.ગઝલની પહેલી કડી પૂર્વ કડી (મત્લાઅ) કહેવાય છે,અને છેલ્લી કડી જેમાં કવિનું ના(ઉપનામ) હોય તેને પૂર્ણ કડી(મકતા) કહેવાય છે.પૂર્વ કડી એકથી વધુએ કહી શકાય છે.પૂર્વ કડી પછીની પહેલી કડી સુંદર પૂર્વ કદી કહેવાય છે.એ પછી સાદી કડીઓ અને છેવટે પૂર્ણ કડી કહી ગ્ઝલ પૂર્ણ કરવી પડે. ગઝલ 21 અથવા 25 કડીઓની હોય તો બીજી ગઝલ લેખે કહેવાનો રિવાજ છે.ગઝલને કોઇ ગમે એટલી લાંબી લખે તોએ વાંધો નથી.જો એકજ પ્રાસમાં બે ત્રણ ગઝલો કહે તો દરેકને પૂર્વ કડી સાથે કહેવી પડશે.
 અરબી ભાષામા ગઝલ એટલે સ્ત્રીઓ સાથે વાત કરવી એમ છે.,પણ પિંગળ શાસ્ત્રીઓએ એની સમજુતી નીચે પ્રમાણે આપી છે.’ગઝલ તે પદ્યોનું નામ છે કે જેમાં પ્રેમ,મોહ,રુપ,સુંદરતા પ્રેમનું દિવનાપણું,મોજ,આશા ,ડર,રઝામંદી,ખુશી,ગમી પાનખર,ફૂલ,પતંગિયું,મજનું,લયલા,વિગેરે શબ્દો વડે પ્રેમ વિષયોનાં વર્ણન થાય.અથવા બોધદાયક આજ્ઞાનાઓ કરવામાં આવે. અરબી ભાષામાં શેરનો અર્થ માથાનાં વાળ ,જ્ઞાન,અને તીવ્ર બુધ્ધિ વડે અર્થ સમજવા’એ પણ થાય છે.પિંગળશાસ્ત્રીઓએ એની સમજુતી નીચે પ્રમાણે આપી છે.’કહેનાર કોઇ વાત ઈરાદા પૂર્વક વજન સહિત કહી હોય તો ‘આપણે ગુજરાતીમાં શેરને કડી કહીશું.
  અરબી ભાષામાં મિસ્રાનો મૂળ અર્થ તો બારણું છે. પણ મહાવરામાં કડીનાં અર્ધા હિસ્સાને કહે છે.ગુજરાતીમા તૂક કહેવાય છે.અરબી ભાષામાં છંદને ‘બહર’પંક્તિને મિસ્ર_એ_ તરહ ,પૂર્વ કડીને મત્લઅ, અને પૂરણ કડીને મકતા કહે છે.
ગઝલની કડી એવી હોવી જોઇએં કે એક કડીને બીજી કડી સાથે જોડાણ ન હોવું જોઇએ.જોડણ હોવું નજોઇએ.એક ગઝલને મેના પોપટની કહાણી ,ક્ર કોમી જુસો,કે માત્ર છાજ્યામાં પૂર્ણ કરવી ન જોઇએ.કહાણી,કિસ્સઓ કે છાજ્યા(મરસિય) માટે રૂબાઈ,મુસદ્દસ,કે કતા હોવા જોઇએ.એમાથી કોઇની ઉપર ગમે એટલા બંધ કહી શકાય છે,અને એવા બંધોમં કહેવાથી ઘણી સારી અસર થાય છે.ઉર્દુ કહેવત(બિગળા શાયર મર્સિયાગો’)(એટલે કવિ બગડે તો છાજ્યા ગાય).પ્રમાણે ગઝલોમાં એવા વિષ્યો નહોવા જોઇએ.ગઝલો બધા ઉપદેશોથી ભરપૂર અને પ્રેમના રંગ તરંગ માટે જે શબ્દો વપરાય છે,તેવા શબ્દોમાંથી સરળ ,વિવેકથી ભરપૂર,અને પ્રેમના રંગ તરંગો માટેજે શબ્દો વપરાય છે,તેવા શબ્દોમાંથી સરળ વિવેકથી ભરપૂરશબ્દોમ માલિકે હકીકી સાથે કેવી રીતે પ્રેમ બાંધવો,અને જે બંધાયો છે,તેને કેવી રીતે નિભાવવો.અથવા હાલ કેવી સ્થિતિમા છે તેવી સ્થિતિનું વર્ણન કરવું,વિગેરે થવું જોઇએ.ચુંબન ,આલિંગનની ઈચ્છાઓનું વર્ણનકરવું મર્યાદા બહર છે.હકીકી પ્રેમમા મર્મોથી મોટા ભાગના અજ્ઞાન છે.,ગઝલો માં સાકી,શરબ,સુરા,મિલન,મંદિર,બુત્ત વિગેરે શબ્દો સહિત પ્રેમ પાઠનું જે દર્શન કરવામાં આવે છે,એ રિવાજ પંદરસો વર્ષ પહેલાનો છે.ઇસ્લામના પ્રકાશ પછી મુસ્લિમોએ પણ એજ શબ્દો વડે હકીકી માલિકના પ્રેમને વર્ણવ્યો,.તે પહેલા દરેક શબ્દની જુદી જુદી રીતે વ્યાખ્યા કરી,તેજ શબ્દો વદે ગઝલો કહી.દ્ર્ષટાંત લેખે શરાબનો અર્થ ‘પીણું’ અને મહાવરામં સુરા થાય છે.પણ ગઝલમાં એનો અર્થ મસ્તી નક્કીકરવામાં આવ્યો છે.

ઉપર પ્રમાણે એવા દરેક શબ્દોના રસમય અર્થો સમજી તેજ શબ્દો વડે હકીકી પ્રેમ વર્ણવો જોઇએ, કે જેથી શબ્દોમા એક ખાસ લહેર છે,તે પણ રહે ,હકીકી પ્રેમનું વર્ણન થાય અને પૂરવનો રિવાજ પણ ટકી રહે.

ઉદાહરણ

દયા દ્રષ્ટિ તમારી જો એક વાર થઇ જાયે.
તો મુજ લાચારનો સરકાર બેડો પાર થઇ જાયે.

જગતના વૈભવો જે ત્યાગવા તૈયાર થઇ જાયે.
તો તે વ્ય્ક્તિને આધિન આ સકળ સંસાર થઇ જાયે.

સિતમગર મુજ ઉપર પણ તેગનો એક વાર થઇ જાયે.
કે બૂઝાયે શહાદતની તૃષા જીવ પાર થઇ જાયે.

તમારાં એક નઝર આ જગ મહીં દીદાર થઇ જાયે.
તો હું તે તું ને તું તે હુનો પૂરો સાર થઇ જાયે.

જો તુજ ખંજરનો મુજ ગરદન ઉપર ઉપકાર થઇ જાયે,
તો સોગંદ પ્યારા જિવનાં ખચિત ઉધ્ધાર થઇ જાયે.

સળગ? અંતર જવળા નાશ કર મુજ મંદ હસ્તીનો,
 કે મુજ ગખ્વારના જીવનનો ટુંકો સાર થઇ જાયે.

જો તાર હાથથી એક જામ એ પી લે તો ઓ સકી,
ભગતજીનું વહાણ તુજ ઘરે એકવાર થઇ જાયે.

અસંતોષી હૃદય ધર ધીર ,આ ઓછું ન કે’વાએ,
 જે ના સુધ્ધા ન કે’તું કે મુખે એકરાર થઇ જાયે.

ખરે સાચું કહું લે ‘ઝાર’ ને શુહરત નથી વહાલી,
જો એ ચાહે જગમા એનો હા હા કાર થઇ જાયે.

સામાન્ય કડી

કડીનું વર્ણન ગઝલમાં થઇ ચુકયું છે.કોઇ પણ વજન સહિત બે તૂકો(મિસ્રા)ની કડી(શે’ર) થાય છે.સામાન્ય અથવા સાડી કડીની બન્ને તૂકો સપ્રાસ હોતી નથી.
ઉદાહરણ: પ્રેમ મુજ ઉરથી કદી જુદો પડી શકતો નથીએ, બાળવયથી એ દયાહીન તો ગળાનો હાર છે. ‘ઝાર’ કતઅ: જોઇ પન છંદમાં એવી સાદી કડી અથવા કડીઓ કહેવી,કે પહેલી તૂક સપ્રાસ નહોય માત્ર બીજીજ તૂકમા6 પ્રાસ હોય.મૂળ વાત એ છેકે કતઅ માં પૂર્વ(મતલઅ)કડી ન હોવી જોઇએ. કતઅ કમ માં કમ એક કડી અને વધુમાં વધુ ગમે એટલી કડીઓનો થઇ શકે છે,પણ દરેક કડીની બેજી તૂક સપ્રાસ હોવી જોઇએ.
 ઉદાહરણ

આતો વિખ્યાત છે બળવાન બહાદુર શુરા
જાતે આઝાદ રહી ખોલતા પર્વશાનાં બંદ

રંગે, રૂપે, કદે, શોભાએ મનોહરતામાં
સઅદીય રિઓઝે અઝલ હુસ્ન બતુકાં દાદંદ.

‘ઝાર’

મુસલ્લસ:
કોઇ પણ છંદમાં ત્રર્ણ તૂકો કહેવી ,તેમાં પહેલી બે તૂકો સપ્રાસ,અને બીજી અને ત્રીજી તૂકોના પ્રાસથી જુદા પ્રાસમાં કહેવી એ પ્રમાણે ત્રણ તૂકોનો એક બંધ કહેવાય છે.જો કોઇ વિષય પર એકથી વધુ બંધ કહેવા હોય ,તો દરેક બંધને ઉપલી બે તૂકોમાં નવા પ્રાસ કહેવા જોઇએ,પણ ત્રીજી તૂકનો પ્રાસ પહેલા બંધની ત્રીજી તૂક્ના પ્રાસોમાંથી હોવો જોઇએ.
 ઉદાહરણ:
 વારું હઝાર વાર જો પામું હઝાર જીવ,.
પરદિગાર આપ મને તું હઝાર જીવ,
  બળતા શરીરે દિલ થકી કરતો દૂઆ પતંગ.

‘ઝાર’

મુરબ્બઅ:
કોઇ પણ છંદમાં ચાર તૂકો સપ્રાસ કહેવી,એમા6 ચાર તૂકોનો એક બંધ કહેવાય છે.એકથી વધુ બંધ કહેવા હોયતો ચાહેતો દરેક બંધ જુદા જુદા પ્રાસોમા6 કહે અથવા ચાહે તેમ કહી શકેછે.
રૂબાઈ: એમાં પણ ચાર તૂકનો એક બંધ કહેવાય છે,પણ રૂબાઈમાં ત્રીજી તૂકનું વજન પણ મોટે ભાગે જુદું હોય છે.અરબોમાં રૂબાઈ કહેવાનો દસ્તુર ન હતો.ઈરાનીઓએ હઝજ છંદમાંથી ઝિહાફ કરી રુબાઈ માટે ચિવીસ છંદ બનાવ્યા છે.એક બંધ એક પ્રાસમાં કહી બીજા બંધો કહેવા હોયતો જુદા પ્રાસોમા6 કહેવા જોઇએ.પણ ઘણા બધા કહેવા હોયતો થોડે થોડે અંતરે કહેલ પ્રાસમાં પાછા કહી શકાયછે.અથવા એકજ પ્રાસમાં પણ કહી શકે છે.મહાન કવિ હઝરત ઉમર ખૈયમ(રહ.)રુબાઈઓથી મોટા મોટા ગ્રંથો ભરપૂર કરી ગયા છે.
ઉદહરણ:

હરગિઝ બતર્બ શર્બતે આબે ન ખુરમ,
તા અઝ કફે અન્દોહ શરાબે ન ખુરમ,

નાને ન ઝનમ બર નમકે હેચ કેસે,
તા અઝ જિગરે ખ્ય્શ કબાબે ન ખુરમ.
  ઉમર ખૈયામ

.

Leave a response

Your response:

Categories