Posted by: bazmewafa | October 24, 2007

કેનેડા માં ઈદુલફિત્રની શાનદાર ઉજવણી

hij10.jpg

કેનેડા માં ઈદુલફિત્રની શાનદાર  ઉજવણી

13ઓકટોબર2007 શનિવારના રોજ ઉત્તર અમેરિકા અને બૃહદ ટોરંટોમાં હજારો મુસ્લિમોએ ઈદુલફિત્રના પવિત્ર તહેવારની શાનદાર ઉજવણી કરી.પવિત્ર રમઝાન માસના એક માસના રોઝાઓ બાદ આવતા આ તહેવારનું અનેરુ મહત્વ છે. સદકએ ફિતર(એક પ્રકારનું જરુરી દાન)ની ગરીબોમાં વહેચણી સૂર્યોદય અને મધ્યાન્હ વચ્ચે એક ખાસ ઈદની નમાઝ,મિત્રો,સગા,સ્નેહીઓને મળવું,ભેટવું. ઈદની ભેટો અને મીઠાઈઓની આપલે.નજીક દૂરની મસ્જીદ ,ઈદગાહ,અથવા મોટા હૉલમાંઅને જઈ સામુહિક ઈદની નમાઝ પઢવી ,ઈદ મુબારક કહેવું એ એના બાહ્ય સ્વરૂપોમાંથી છે. આંત્રિક સ્વરૂપમાં એકેશ્વરવાદ(અદ્દૈત્તવ) આત્મ શુધ્ધિ,સહનશીલતા,વૈશ્વિક ધોરણે કરુણા,પ્રેમ અને ભાતૃભાવ નું પદાર્પણ.
બુહદ ટોરંટોમાં સ્કાયડૉમ,સીએનઈ અને હર્સીહૉલ મિસીસાગા તેમજ તમામ નાની મોટી મસ્જીદોમાં નમાઝ પઢવામાં આવી.જ્ગ્યાની તંગીને લઈ ઘણી મસ્જીદોમાં એકથી વધુ ત્રણકે ચાર નમાઝો પઢાઇ.
આ સાથે અંગ્રેજી,હિંદી,ગુજરાતીના પીઢ પત્રકાર જનાબ ફિરોઝખાન સાહેબે મોકલેલ બે લાક્ષણિક તસ્વીરો એમની સમંતિની અપેક્ષાએ પોસ્ટ કરવાની તક‘બઝમે વફા’ આભાર સહિત લે છે.
(જ.ફિરોજખાન સાહેબે મોકલેલ અંગ્રેજી રીપોર્ટના આધારે)

localeidnamaz.jpglocaleidpakconsul.jpg

 

 


Leave a response

Your response:

Categories