શરણ પણ નથી – આચાર્ય’મસ્ત’મંગેરા
બેઉમાંથી પસંદ એક જણ પણ નથી.
આ જીવન પણ નથી આ મરણ પણ નથી
.
એમ જાણી વિચારીને પી જાઉં છું,
આંસુઓને કોઇનું શરણ પણ નથી.
શાંત મનથી વિચારું જિવનનાં વિષે,
એટલું શાંત વાતાવરણ પણ નથી.
એની સૃષ્ટિમાં અંધાર વિણ હોય શું?
જેની દ્રષ્ટિમાં કોઇ કિરણ પણ નથી.
આટલાં કેમ વસમાં છે આ રાત દિન,
આ ધરાનું થતું ભ્રમણ પણ નથી.
છે જીવના માં હવે એટલી મુંઝવણો,
’મસ્ત’ ને કયાંય ચેન એક ક્ષણ પણ નથી.
(ફૂલદાની/5)
ચિંતન કણિકા _ આચાર્ય ‘મસ્ત’ મંગેરા
કાગળની હોડીમાં આપણે બેસીને દરિયો પાર કરવાની આપણે ઈચ્છા રાખીએ છીએં.કાચા અધૂરા પાત્ર /સાધનથી કોઈ સિધ્ધિ મેળવી શકતા નથી.વાદળમાંથી વરસાદ તો ઘણો પડેછે પણ સાધન વગર એ પાણી પીવાતું નથી.
(વહોરા સમાચાર_ ઓકટોબર 2007નાં સૌજન્યથી)

આપના પ્રતિભાવ