(ડૉ.ઇકબાલ સ્પેન અલહમરા મસ્જીદમાં નમાઝ માં મશ્ગુલ)
પ્રખર રાષ્ટ્રવાદી અને મહાન મુસ્લિમ કવિવર ડૉ.ઈકબાલ _ શૂન્ય પાલનપુરી‘
સારે જહાંસે અચ્છા, હિંદોસ્તાં હમારા.
હમ બુલબુલેં હૈં ઉનકી ,વહ ગુલ્સિતાં હમારા.
મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના,
હિન્દી હૈ હમ વતન હૈ , હિંદોસ્તાં હમારા’
આ રાષ્ટ્રગીતથી ભારતમાં ભાગ્યેજ કોઇ અપરિચિત હશે.એના સર્જક હતા ડૉ.મોહંમદ ઈકબાલ.
ભારતની વિશિષ્ટતા એ છે કે એણે દરેક યુગે કોઇ ને કોઇ એવી મહાન વિભૂતિનો જન્મ આપ્યો કે જેણે દેશના ભૌગોલિક સીમાડાઓ વટાવીને વિશ્વના નવ રત્નોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું.સદીઓ સુધી નામ ગવાતું રહે એવી કીર્તિ સંપાદન કરી.અને સાથે માતૃભૂમિનું નામ પણ ઉજ્જવળ કર્યું. એવી મહાન વિભૂતિઓમાં ઈકબાલની પણ ગણના થાય છે.ઈકબાલનો જન્મ સિયાલકોટ મુકામે 22ફેબ્રુઆરી1873 નાં રોજ થયો.અને 21એપ્રીલ1938માં એમનું અવસાન થયું.65 વરસનાં આ ટૂંકા ગળામાં રાષ્ટ્ર ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે જે સિધ્ધિઓ મેળવી એનો સમગ્ર સંસારમાં જોટો મળવો મુશ્કિલ છે.ઇકબાલે એવા સમયે આંખ ખોલી કે જ્યારે હિંદુસ્તાન પર બ્રિટીશ હકુમતની પકડ મજબૂત બનતી જતી હતી.ગુલામીની ધૂંસરી ફગાવવા હિંદ વાસીઓ તડપી રહ્યા હતા.સાથે સાથે બ્રિટિશ શાસકોની કૂટ નીતિ હિંદુ મુસ્લિમ કોમો વચ્ચે ફાટફૂટ પડાવવા પોતાનાથી બનતું બધુંજ કરી રહી હતી.એના જૂલ્મોએ માઝા મૂકી હતી.સમજદારીના ઉંબરે પહોંચીને ઈકબાલે હિન્દની આવી પરિસ્થિતિ નિહાળી અને એનાં દિલમાં દર્દ જાગ્યું.જેના ફળ સ્વરૂપે જે કાવ્યો રચાયાં જેમાં તરાનએ હિન્દી પણ હતું. જેને પાછળથી રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું.એ કાળમ મુસ્લિમોની સ્થિતિ પણ ઉત્ત્રરોત્તર દેશ વિદેશમાં અધોગતિ ભણી ધસી રહી હતી.ઈસ્લામી રિયાસતો છિન્નભિન્ન થઇ ગઇ હતી.યુરોપમાંથી તેમના કદમ ઉખડી ગયા હતા.કાળના ક્રુર પંજાએ આફ્રિકામાંથી પણ એમની પાંસેથી સત્તા આંચકી લીધી હતી,અને એમને શાસિત બનાવી દીધા હતા.એશિયા ખંડમાં પણ એમની સ્થિતિ સારી નહોતી.
આઝાદીના મતવાલા ઈકબાલે મુસ્લિમ જગતને આ બેહાલી પર દ્રષ્ટિ નાંખી.પોતાના સહ ધર્મીઓને માનસિક સામાજિક અને ધાર્મિક ગુલામીમાં પોતાનું સ્વભિમાન ગુમાવતા જોયા,અને એમનો આત્મા કકળી ઉઠયો.તેમણે મુસ્લિમ કોમને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું.અંધકારમં સબડતી કોમનો પ્રકાશમાં લઇ જવાનો ભગીરથ પુરુષાર્થ આદર્યો.ઇસ્લામના પુનરોત્થાનને પોતાનું જિવન ધ્યેય બનાવ્યું.આમ ઈકબલ હિન્દી તરીકે જેટલા મહન હતા એટલાજ મહાન મુસ્લિમ પણ પુરવાર થયા.
ઇંગ્લેંડ ગયા એ પહેલાંના એમના કાવ્યો ઉત્કષ્ટ રાષ્ટ્ર પ્રેમથી સભર છે.હિમાલા નામના કાવ્યમાં એમણે માતૃભૂમિના એ પહેરેગીરના(હિમાલયના)ભારોભાર ગુણગાન ગાયાં અને એના પ્રત્યે દરેક હિન્દીના દિલમાં કેવી લાગણે હોવી જોઈએ તે બતાવ્યું.1894ના માર્ચમાં અંજુમને ઈસ્લામ ,લાહોરની વાર્ષિક સભામાં ‘તસ્વીરે દર્દ ‘નામનું કાવ્ય વાંચી સંભળાવ્યું.એ કાવ્ય વતન પ્રેમ અને હિન્દુ_મુસ્લિમ એકતાનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે.એ કાવ્યમાં એમણે કોમવાદ અને માંહોમાંહેના ઝઘડાથી છિન્ન્ભિન્ન થતા વતનની કંગાલ સિથિતિનું કરુણાભર્યું ચિત્ર દોર્યું અને દેશ બંધવોને ચેતવણી આપીકે :_
‘વતનકી ફિક્ર કર નાદાં, મુસીબત આનેવાલી હૈ,
તેરી બર્બાદિયોં કે મશવરે હૈ, આસ્માનોં મેં,
ઝરા દેખ ઉસકો જો કુછ હો રહા હૈ હોને વાલા હૈ
ધરા ક્યાહૈ ભલા ઓહદે કુહનકી દસ્તાનોં મેં.
ન સમજોગે તો મીટ જાઓગે અય હિન્દોસ્તાંવાલો,
તુમ્હારી દાસ્તાં તક ભી નહોગી દસ્તાનોં મેં.’
(અય નાદાન,વતન ની ફિકર કર,મુસીબત આવી રહી છે.તારી બારબાદીમાટે આસ્માનોમાં મસલત થઇ રહી છે. અને જે થઇ રહ્યું છે અને જે થવાંનું છે,તેના પર દ્રષ્ટિ કર,પ્રાચીન કાળની વાતોમાં ભૂતકાળના ગૌરવમાં હવે શું રહ્યું છે? હે હિંદ વાસીઓ તમે નહીં સમજો તો ફના થઇ જશો.અને દુનિયાની કથાઓમાં તમારો ઉલ્લેખ સરખો પણ નહીં થશે.) રાષ્ટ્રગીત તરીકે સ્થાન પામનાર તરાના જે કાળમાં લખાયું, એજ કાળમાં ‘નવા શિવાલા’ નામના બીજા કાવ્યમાં એમણે બ્રાહ્મણો અને મુલ્લાંઓને આપસના ઝઘડા ભૂલી જઇને એક નવા પ્રકારનું મંદિર ઉભું કરવાનો અનુરોધ કર્યો .
‘પત્થરકી મૂરતોમેં, સમઝા કે તુ ખુદા હય,
મેરે લિયે વતનકા હર ઝર્રા દેવતા હૈ.
સુની પડી હુઇ હય મુદ્દત સે દિલકી બસ્તી,
આ,ઇક નયા શિવાલય ઇસ દેશ મે બસા દે,
હર સુબ્હ ઉઠકે ગાયેં મંતર વો મીઠે મીઠે,
સારે પુજારીઓંકો મય પ્રીતકી પિલા દે,
શક્તિભી શાંતિભી ભકતોં કે ગીતમેં હય,
ભારત કે બાસીઓંકી મુક્તિ ભી પ્રીત મેં હય.
_ તેમણે બ્રાહ્મણને ટકોર કરી.
સચ કેહદું એ બરહમન ,ગર તુ બુરા ન માને,
તેરે સનમ કદે કે બુત હો ગયે પુરાને.
( હે બ્રાહ્મણ તને માઠું ન લાગે તો કહી દઉં કે તારા મંદિરની મૂર્તિઓ બહુજ પુરાણી થઈ ગઈ છે.)
મુસલમાનોને કહ્યું:_
મસ્જિદ તો બનાલી શબભરમેં ઈમાંકી હરારત વાલોંને
મન અપના પુરાના પાપી થા બરસોમેં નમાઝી બન ન શકા.
(ઇમાનના જોશમા આવીને એક રાતમાં મસ્જિદ તો ઊભી કરી નાંખી પણ મન પુરાણું પાપી હતું, એથી વર્ષો વીતી ગયા પણ સાચા નમાઝી બની શકાયું નહીં)
મહાન મુસ્લિમ તરીકે ઇકબાલે જે સંદેશો આપ્યો તે ઈસ્લામનોજ સંદેશ છે.જે 1400 વર્ષથી સંભળાયા કરેછે.ઇકબાલે એને નવો ઓપ આપ્યો,નવું શીર્ષક આપ્યું,નવી દ્રષ્ટિ આપી ,એટલુંજ નહીં સમગ્ર માનવ જાતમાં ખુદાઈ કાનૂનને એવું અહં,ભાન જગાડ્યું જેને ‘ખુદી’ કહે છે.ઇંન્સાની હૃદય જેના માટે તલસે છે તે પ્રગતિ અને મુક્તિ,માત્ર શારિરિક અને આત્મ શક્તિના વિકાસ દ્વારા જ હાંસલ કરી શકાય છે.તે તાકાત આપણામાં પેદા કરવી એનું નામ ‘ખુદી’અહંભાન,પરંતુ ઇંસાન સંપૂર્ણ ત્યારેજ થઈ શકે છે જ્યારે તે આ ‘ખુદી’ને પણ વટાવી જાય, અને માનવતાના નૈતિક ધ્યેય માં પોતાની જાતનું અને પોતાની ઈચ્છાઓનું વિલિનિકરન કરે.અર્થાત ખુદીને બેખુદીમાં ડૂબાડી દે.એજ સંપૂર્ણ ,એજ સંપૂર્ણતા .ઇકબાલનું આ દ્રષ્ટિબિંદુ હતું.
તેમણે બતાવ્યું કે ખુદી ચાહે મુસોલિનીની હોય કે હિટલરની,જો તે ખુદાઇ કાનુન ને આધિન થઇ જાય તો મુસલમાની બની જાય.જ્યાં સુધી જગતની કોમોની ખુદી અહંભાવ _ ખુદાઈ કાનુનોને આધીન નથી, ત્યાં સુધી જગતની શાંતિ માટે કોઇ માર્ગ જડી શકે એમ નથી.ખુદી માટે એમનો મશ્હુર શે’ર છે.
‘ખુદીકો કર બુલંદ ઇત્ના કિ હર તકદીર સે પહલે
ખુદા બંદે સે ખુદ પૂછે,બતા તેરી રઝા કયા હૈ?
( તારા અહંને એટલું ઉન્નત કરી દે કે ભાગ્ય નિર્માણ કરતાં પહેલાં દરેક વેળા ખુદા તને પૂછે કે બોલ તારી ઈચ્છા શી છે?)
ઇકબાલનો જન્મ કાશ્મીરી બ્રાહ્મણ ખાનદાનમાં થયો હતો.તેમના પૂર્વજોનું ગૌત્ર સપ્રુ હતું.લગભગ બસો વરસ પહેલાં એમના પૂર્વજોએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો.ઇસ્લામના સ્વીકાર પછી આ ખાનદાને કાશ્મીરમાંથી હિજરત કરી અને તેઓ સિયાલકોટમાં આવી વસ્યા.
ઇકબાલે પોતે એ હકીકતનો ઉલ્લેખ પોતાની ફારસી કવિતામાં કર્યો છે.:_ .
મરા બનિગર કિ દર હિંદોસ્તાં નમી બીની
બિરહમન ઝાદા રમ્ઝે આશનાએ રૂમો તબ્રેઝ અસ્ત.’
(મને જોકે તને હિંદોસ્તાંમાં એવું જોવા નહીં મળે,એક બ્રાહ્મણ પુત્ર રૂમ અને તબ્રેઝ જેવા મહાન મુસ્લિમ ફિલસૂફોના રહસ્યોનો જાણકાર છે)
બીજા એક શેરમાં તેમણે સત્યનો એકરાર આમ કયો છે.
‘મેં અસલ કા સોમનાતી
આબા મેરે લાતી વ મનાતી’
(હું મૂળ ‘સોમનાથી’ છું.મારા પૂર્વજો લાત અને મનાત કાબાના બે દેવતાઓને માનનાર હતા)
હુઝુરે અકરમ (સ્લ.)ને ઇસ્લામને સ્થાપ્ના સમયે પ્રથમ કાર્યમાં હિજરત કરવી પડી હતી.તેમણે મક્કા છોડીને મદીના વસાવ્યું હતું.ઇકબાલના પૂર્વજોએ પણ આ પ્રણાલી જાળવી અને કાશમીર છોડીને પંજાબને વતન બનાવ્યું.એનો ઉલ્લેખ પણ ઇકબાલે પોતાની શાયરીમા કર્યો છે.
મોતી વરનસે, લાલ હુઆ હય યમન સે દુર,
યા નાફએ ગિઝાલ હુઆ હય ખતનસે દુર,
હિંદુસ્તાંમેં આયે હૈં કશ્મીર છોડ કર
બુલબુલને આશિયાં બનાયા ચમનસે દુર.
(મોતી એની છીપથી ,અને માણેક યમનની ખાણથી દુર થયું છે.અથવા કસ્તુરી મૃગની કોઠળી એના પ્રદેશથી દુર આવી પડી છે.અમે કાશ્મીર છોડીને હિંદુસ્તાન આવ્યા છીએં, બુલબુલે પોતાનો માળો પોતાના બાગથી દુર બનાવ્યો છે.)
એમના જિવનની શરુઆતના 20 વર્ષ ,શિક્ષણ અને તાલીમમાં પંજાબમાંજ વિત્યા.નાનપણથી તેઓ ભણવામા બહુજ હોંશિયાર હતા.પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ સિયાલકોટ સ્કોચ મિશન કૉલેજમાં એફ.એ.માં દાખલ થયા.ફિલસુફીના વિષય સાથે બી.એ.ની પરીક્ષા ગવર્નમેંટ કોલેજમાંથી પાસ કરી.તેઓ અરબી અને અંગ્રેજીમાં ઓનર્સ સથે ઉત્તિર્ણ થયા,અને સોનાનાં ચંદ્રક તથા સ્કોલરશીપ મેળવ્યાં.એ પછી એમ.એ.થયા.એમાં પણ ચંદ્રક મેળવ્યો.
એમના સમગ્ર વ્યક્તિત્વના વિકાસનો યશ બે ગુરુઓને ફાળે જાય છે.શરુઆતમાં સિયાલકોટના મશ્હુર પ્રોફેસર શમ્સુલ ઉલમા મીર હસન સાહેબે એમનામાં તાલીમનો શોખ જગાડ્યો.
‘પુત્રના લક્ષણ પારણામાંથી’ એ કહેવત અનુસાર ગુરુ પારખી ગયા હતા કે આ શિષ્ય ભવિષ્યનો સિતારો છે.બીજ ગુરુ સર થોમ્સ આર્નાલ્ડ હતા.તેઓ પશ્ચિમના તત્વજ્ઞાનના બહુ મોટા અભ્યાસી હતા. .તેમણે ઇકબાલની માનસિક ઉત્ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવ્યો.એમની દ્ર્ષ્ટિને વિશાળતા આપી,તત્વ ચિંતન અને વાંચનની ભૂખ જગાડી.
1905ના સપપ્ટેંબર માસમાં તેઓ ઇંગ્લેંડ અને જર્મની ગયા.એ પહેલાં એમણે લાહોરની ઓરીએંટલ કૉલેજમાં ફિલસુફી અને રાજકરણનાં પ્રોફેસર તરીકી થોડા સમય સેવા આપી.
યુરોપનાં ત્રણ વર્ષનાં વસવાટ દરમિયાન એમના ભાવિ મિશનાનો પાયો નંખાયો.કેમ્બ્રીજમાં નેચરલ સાયન્સ લઇને તેઓ ફરી બી.એ. થયા.ત્યાર પછી ‘ઇરાનમાં તસવ્વુફનો વિકાસ’ (The development of metaphysics in Persia) એ વિષ્ય પર મહા નિબંધ લખી તેમણે પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.
ઇંગ્લેંડમાંથી તેમણે બેરીસ્ટરની પરીક્ષા પણ પાસ કરી.છ માસ માટે લંડન યુનીવર્સીટીમાં ગુરુ આર્નાલ્ડ સાહેબની જગ્યાએ પ્રોફેસર તરીકે કામ ચલાવ કામગીરી બજાવી અને 27મી જુલાઇ,1908ના રોજ યુરોપથી હિંદ પાછા ફર્યા.
વતનમં આવ્યા પછી એમણી લોકસેવામા ઝંપલાવ્યું. બાળ શિક્ષણથી માંડી એમણે કોમના શિક્ષણ સુધીની પ્રવુત્તિઓ તેમણે આદરી.અંજુમને હિમાયતે ઇસ્લામથી શરુઆત કરી,અંજુમને મુસલમાનોને કાશ્મીર અને ઓલ ઇંડિયા મુસ્લીમ કોંફરંસ સુધી એમણે પોતાનું કાર્ય વિસ્તાર્યું.પ્રાંતિક ધારાસભામાં ચૂંટાયા,અને હિંદનાં પ્રતિનિધી તરીકે લંડન ખાતેની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો.બ્રિટીશ હકુમતે એમની સેવાઓની કદર રુપે એમને ‘સર’નો ખિતાબ આપ્યો.
આમ ઇકબાલે હિંદની આઝાદીની લડતમાં પોતાની યથાશક્તિ ફાળો આપ્યો.પણ સક્રિય રાજકરણમાં રહીને તેમણે જે પરિવર્તનો જોયાં.હિંદુ_મુસ્લિમોને બ્રિટિશરોંની ભાગલાની નીતિનાં હાથા બનતા જોયા.અને’ સંકુચિત’ રાષ્ટ્રવાદમાંથી એમનું મન ઊઠી ગયું.ભૌગોલિક સીમાડાઓની બહાર તેઓ નીકળી ગયા,અને આંતરરાષ્ટ્રિયતાની જ્યોત તેમણે જગાવી.
તેઓ માનતા હતાકે ભૌગોલિક સીમાડાઓ મકસદ પ્રાપ્ત કરવામાં મોટા અવરોધ સમાન છે.એમણે લખ્યું કે _
‘ચીનો અરબ હમારા હિંદોસ્તાં હમારા
મુસ્લિમ હય હમ વતન હય સારા જહાં હમારા.
તૌહીદકી અમાનત સીનેમેં હય હમારે
આસાં નહીં મિટાના નામો નિશાં હમા
(અમારા સીનામાં અદ્વૈતની અમાનત છે,એથી અમારું નામોનિશાન સહેલાઇથી મિટાવી નહીં શકાય.)
તેમણે એક વેળા કહ્યું કે ‘જ્યારે હું મારા દેશને ભયમાં જોઇશ,ત્યારે પહેલાં હિંદી હોઇશ અને આખરે પણ હિંદી હોઇશ.પરંતુ જોઇશ કે મઝહબ ભયમાં છે, ત્યારે હું મુસ્લિમ હોઇશ પછી પણ મુસ્લિમ હોઇશ,અને છેવટે પણ મુસ્લિમ હોઇશ.’એનાથી પ્રતિત થશે કે તેઓ પ્રખર હિંદી હતા સાથી સાથે એટલાજ મહાન મુસ્લિમ હતા.
કેટલાક સમકાલિનોને એમનુ પરિવર્તન ગમ્યું ન હતું.તેમના પર એવો આક્ષેપ મુક્યો કે તેમણે મુસ્લિમોને પ્રોતસાહિત કરવામાં પોતાની શક્તિઓ ખર્ચી નાંખી રાષ્ટ્રિય ભાવના મુસ્લિમોનાં દિલમાંથી કાઢી. અને મઝહબી ધોરણે સમાજ રચનાનો ઉપદેશ ફેલાવ્યો..અને તે પણ એવા સમયે કે જયારે આઝદી મેળવવા માટે અને સામાજિક ઉથ્થાન માટે એકતાની બહુ જરુર હતી.પણ આ આક્ષેપ વજૂદ વિનાનો છે.એમણે મુસ્લિમોમાં ધર્માંધતા પ્રેરે અથવા હિંદવાસીઓમાં પરસ્પર વેર ભાવના જન્મે એવી કોઇ વાત કરી નથી.ઇકબાલને હિંદની આઝાદી અને પ્રતિષ્ઠાની એટલીજ ખેવના હતી જેટલી એકતાના ઝંડાધારીઓને હતી. તેમણેતો માત્ર મુસ્લિમોમાં સ્વભિમાન જાગ્રૃત કરીને એ કચડાયેલી કોમમાં નવચેતન પ્રગટાવ્યું.ઇકબાલે વિરોધ કર્યો માત્ર રાષ્ટ્રવાદી સંકુચિત તત્વજ્ઞાનનો.આ તત્વ જ્ઞાન એટલું સંકુચિત છે કે, જેનાથી ઇકબાલજ નહીં પણ જગતનાં તમામ સાચાક્ષ્કવિઓ તોબા પુકારી ગયા હતા.એક સરખો ગણવેશ ,દરેકની જીભ એક.સર્ખા ગોખાવેલા સુત્રો,ચંદ નેતાઓના વિચારોંને પરાધીન એવું માનસ,જાણે ગાડરિયો પ્રવાહ.ઇકબાલ એવા રાષ્ટ્રવાદના હિમાયતી ન હતા. પરંતુ ચિંતન મનન પછી પ્ર્ત્યેક પ્રશ્ન પ્રત્યે સ્વતંત્ર પણે અભિપ્રાય આપી શકાય .કાર્ય સાધક યોજનાઓ ઘડી શકાય,વિચારો સરકારી બીબામાં ઢળેલા ન હોય.નીતિ સંનિષ્ઠ હોય, પણ એ ઉપર છલ્લી નહીં, પરંતુ ખરા અંત:કરણ પૂર્વકની હોય.આ બધા લક્ષણો એમને મન રાષ્ટ્રવાદના સાચા લક્ષણો હતાં. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે : ‘ગુલામ કોમો જડવાદને આત્મવાદ કરતાં વિશેષ અગત્ય આપવા માટે મજબૂર હોય છે.એમનામાં જ્યારે ગુલામીની ટેવ રૂઢ થઇ જાય છે ત્યારે આત્મ શક્તિનો વિકાસ અને ઈન્સાનની રૂહની બુલન્દી જેનો મકસદ હોય એવી પ્રત્યેક તાલીમ પ્રત્યે જુદા જુદા બહાના હેઠળ અણગમો બાતાવે છે.
મૃત્યુ પહેલાં 1938ના જાન્યુઆરી 1લીએ લાહોર રેડિયો સ્ટેશન પરથી જગતને એમણે સંદેશો આપ્યો એ એમનું છેલ્લું જાહેર પ્રવચન ,તેમાનાં કેટલાક અવતરણો આ મુજબ છે :_ ’આ જમાનામાં શાહીવાદના એક હઠ્ઠુપણાએ અને એના જુલ્મોએ,પ્રજાવાદ, રાષ્ટ્રવાદ,ફાસીવાદ,સમાજવાદ,અને ખુદા જાણે બીજાં કયા કયા નામો ધારણ કરી રાખ્યા છે.આ પર્દાઓ પાછળ રહીને દુનિયાના ખૂણે ખૂણે સાચી આઝાદી અને ઈન્સાની શરાફતનાં ખૂન એટલી નિર્દયતાથી વહી રહ્યાં છે કે જગતનાં ઇતિહાસમાં કાળામાં કળુ પાનું એની મિસાલ પૂરી પાડી શકે એમ નથી.
રાષ્ટ્રિય ઐક્ય પણા હરગિઝ કાયમ અને અમર નથી,ફકત કૂળ ભાષા રંગ અને વતનિયતથી પર હોય એવું ઐક્ય અને બંધુત્વજ ભરોસાપાત્ર છે.જ્યાં સુધી ભૌગોલિક વતનીય કૂળભિમાન અને રંગભેદનો સર્વાંશ નાશ નહીં થાય ,ત્યં સુધી ઇન્સાન અને દુનિયામાં સંતોષો અને સુખી જિંદગી ગુજારી શકશે નહી.અને માતૃભાવ,આઝાદી અને એકતા એ શબ્દો અર્થહીનજ રહેશે.’ ઇકબાલે પોતાન આખરી સંદેશામાં કહ્યું હતું કે ‘ખરા મુસ્લિમોનું એ ચિન્હ છે કે મૃત્યુને હસ્તે વદને ભેટે’ અને સાચેજ એમ જિંદગીમા હતું તેમ મૉતની કપરી કસોટીમા પણ તેમની શ્રધ્ધા અચલ રહી.,અને કોઇ પણ જાતની તકલીફ વિના એમનું પ્રાણ પંખેરુ અનંતમાં વિલિન થઇ ગયું.
તેમન અવસાન પ્રસંગે જે અંજલિઓ અપાઇ તેના પરથી તેમની મહાનતાનો ખ્યાલ આવી શકે.શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે ,”ઇકબાલના શરીરની કિમંત ખાક ભલે ધરતીની નીચે ધરબાઇ જાય પન એની એની અવિનાશી બુધ્ધિ પ્રતિભા સતત સૌંદર્ય અને શોભામા પ્રગટતી રહેશે.’ કવિવર ટાગિરે કહ્યું કે ‘એમના અવસાનથી સાહિત્યમાં એક એવું ગાબડું પડ્યું છે કે તેને પૂરતાં લાંબો સમય લાગશે.’ હિંદ માતે દુનિયામા આજનું તંગ સ્થાન જોતાં આપનને એવો શાયર ગુમાવો પાલવે એમ નથી,જેની કવિતાની કિંમત વિશ્વ વ્યાપી હોય .
સુભાષચન્દ્ર બોઝએ કહ્યું કે : ‘ડૉ.ઇકબાલના મરણથી હિંદી સાહિત્યના ક્ષિતિજ પરથી સહુથી વધુ પ્રકાશિત તારો ખરી પડયો છે.તેઓ માત્ર હિંદના મહાન કવિ અને સાહિત્યકારજ નહોતા બલ્કે અજોડ વ્ય્ક્તિત્વની પુંજી પણ ધરવતા હતા.’
સર તેજબહાદુર સપ્રુએ કહ્યું કે : ‘દુનિયાના શ્રેષ્ઠ કવિઓમાં મર્હુમ એક હતા.’એમના અવસાનતી હિંદે આપણા સમયની એક વિરલ વ્યક્તિ ગુમાવી છે.’
ઇકબાકે ઉર્દુ,ફારસી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં પુસ્તકો લખ્યાં છે.. તેમના અંગ્રેજી પુસ્તકો ‘ધ ડેવલોપમેંટ ઓફ મેટ ફીજીક્સ ઓફ પર્સિયા’ અને ‘ધ રીકસ્ટ્રકશન ઓફ રેલિજિયસ થૉટ ઇન ઈસ્લામ’ અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વની સાક્ષી પુરે છે.
‘અસ્રારે ખુદી’ અને ‘રમુજે બેખુદી’ એમની બે મશ્હુર મસ્નવીઓ છે. જેમાં ઇકબાલે ખુદી અંગે પોતાનું તત્વજ્ઞાન જગત સમક્ષ મુકયું.અબાંગે દરા,પયામે મશરિક,ઝબૂરે અજમ,જાવીદ નામા, બાલે જિબ્રીલ,જર્બે કલીમ, મુસાફિર,અને ‘પસ ચે બાયદ કર્દ અય કવામે કવમ, એમની બીજી કૃતિઓ છે.
ઇકબાલે પોતની ખુદીના સંદેશાને આવરી લેતી કૃતિઓમાં ‘શાહીન’ ગરુને પ્રતીક બનાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, એ માત્ર પ્રતિક નથી, એમનામાં ઘણાં ગુણો છે. એ પક્ષી સ્વમાન પ્રિય છે,બીજાનાં હાથે થેય્ર્લો શિકાર ખાતો નથી,સબંધોથી પર છે.માળો બનાવતો નથી.ઉંચે ઉડનારો છે.એકાંત પ્રિય છે. અને એની દ્રષ્ટિ ખૂબ જ તિવ્ર હોય છે.
શાહિનને સંબોધીને તેમને કહ્યું છે કે : _
’નહીં હૈ તેરા નશેમન કશરે સુલતાની કે ગુબંદ પર
તુ શાહી હય બશેરા કર પહાડોંકી ચટાનોં પર’
(તારો માળો શાહી મહેલન ગુંબદ નથી ,તુ ગરુડ છે,તારે પર્વતની ભેખડ પર વસવાટ કરવાનો છે.)છેલ્લે એમણે ગરુડને સંબોધીને જે ટકોર કરી છે તેના પર લખાણ સમાપ્ત કરીએ;
’
અય તાઇરે લાહૂતિ ઉસ રિઝક સે મોત અચ્છી!
જિસ રિઝકસે આતી હો પરવાઝમે કોતાહી”
(ઓ નીલ ગગનના પંખેરુ જે આહારથી ઉદ્યન અધોગામી થાય એવા આહારથી મૃત્યુ બહેતર છે.)
(મહાકવિ ઇકબાલ _ આચાર્ય મસ્તમંગેરા ના સાભાર સૌજન્યથી)‘
ઇકબાલ શ્રેણીના અન્ય લેખો માટે નીચેના સંપર્ક પર કલીક કરવા વિનંતી>
http://bazmewafa.wordpress.com/2008/01/14/jhabooreazam_driqbal
http://bazmewafa.wordpress.com/2007/06/18/mahakavi-iqbaal_tagore//
http://bazmewafa.wordpress.com/2007/06/07/mahakavi-iqbal_anil/
http://bazmewafa.wordpress.com/2007/05/26/zabooreazam_mahakaviiqbalshreni2/
http://bazmewafa.wordpress.com/2007/05/24/maha-kavi-iqbal-shreni-1/

I am an admirer of poems of Iqbal. However, two thoughts come to my mind. Where are the poets in Pakistan or India of Muslim community who have continued the spirit of Iqbal’s songs and poems? I read very frequently the poems of Indian poets of Hindu community emphasising the unity of all religions and one God for all. I would like to see more muslim poets of present generation come up with loud and clear continuation of Iqbal’s philosophy to counter the influence of Muslim extremists all over the world including Pakistan and India! Death of innocent civilians of any religion can be justified on any ground any where in the world. My own poem on Unity in Diversity ends with these four lines,
“There are flowers of many colors but only one gardener planted them all
Honey hidden in all these flowers shall meet again in one honey-comb!
One calls him Rama or Rahim, there is only one God for entire Universe
It is the same soul that moves man, elephant or an ant on the earth! ”
Dinesh O. Shah, Ph.D. Gainesville, FL, USA
By: Dinesh O. Shah on 10/16/2007
at 5:08 AM
Death of innocent civilians of any religion can NOT be justified on any ground any where in the world. Sorry for the typing mistake. Please correct it in my original comment.
Dinesh O. Shah
By: Dinesh O. Shah on 10/16/2007
at 5:13 AM
Thank you very much for your valuable comments.
I hope the poets of all the languages got conveyed the message ,for the sake of humanity and kindness to man kind.
Sahir Ludhyanvi and kaifi Azami,sardar ali Jaffery,and even Needa faadli has done some works in this direction.
Hum ek hain!Avaz do hum eka hain!
ye hai himala ki zamiN
gango jaman ki ye zamin
Ram chisti ki zami
avazdo ham ek hain.
Thanks again and with regards
‘Bazm’
By: wafa on 10/16/2007
at 9:18 AM
Kharekhar atyare aava rastravadi ane badha j dharm mate maan rakhanara and sacho sandesh aapnara dharmguruo ni khas jaroor che.
Otherwise agad ni pedhi mate nu jivan bahu j sangharshmay hashe.
Ketan
By: Ketan Shah on 10/18/2007
at 7:04 AM