Posted by: bazmewafa | September 23, 2007

ખુદા દરેક સ્થળે હાજર,નાજર છે_ રજુ.મો.અબ્દુલ્લાહ હાટિયા

allahonmelon.jpg
(તરબૂચનાં ટુકડા પર કુદરતી રીતે કોતરાયેલું અરબીમાં અલ્લાહનું નામ)

 
ખુદા દરેક સ્થળે હાજર,નાજર છે_ રજુ.મો.અબ્દુલ્લાહ હાટિયા

એક માણસ હજામની દુકાન પર વાળ કપાવા ગયો.વાળ કાપતાં કાપતાં બન્ને સરસ વાર્તાલાપ માં ઉતરી પડ્યા. ઘણા વિષયોપર ચર્ચાઓ થઇ.અલ્લાહ ના વિષય પર બોલતાં હજામે કહ્યું કે’ અલ્લાહના અસ્તિત્વમાં હું માનતો નથી.(અસ્તગફિરુલ્લાહ – અલ્લાહની ક્ષમા યાચના)
ઘરાકે હજામને પૂછ્યું કે તુ આવું શા માટે બોલે છે? ‘જરા શેરી માં જાઓ અને જુઓ તમને પ્રતિતી થશે કે અલ્લાહ નથી.’ હજામ બોલ્યો.દલીલો કરતાં આગળ બોલવા લાગ્યો કે . જો અલ્લાહ હોત તો આટલા બધા બિમાર માણસો હોત? તરછોડાયેલા બાળકો હોત? જો અલ્લાહ હોત તો આ તકલીફો અને પિડાઓ ન હોત.હું કલ્પના પણ કરી શકતો નથી એક પ્રેમાળ ખુદા આ બધું થવા દેત.
ઘરાકે થોડી વાર વિચાર કર્યો,પણ એનો જવાબ આપ્યો નહીં. એને ખોટી દલીલો કરવી ન હતી. હજામે એનું કાર્ય પુરું કરતાં ઘરાક દુકાન છોડી ચાલ્યો ગયો.
બહાર શેરીમાં એણે એક માણસને જોયો, જેનાં લાંબા વધીગયેલા ગંદા વાળ,અને અણ સમારેલી લાંબી દીધી હતી.એ ગંદો અને અવ્યવસ્થિત દેખાતો હતો. એ તરતજ હજામનની દુકાનમાં પાછો ફર્યો અને હજામને કહ્યું કે’હજામનું અસ્તિત્વ હોતું નથી.’ આશ્ચર્ય સાથે હજામે કહ્યું કે , તુ આવું કેવી રીતે કહી શકે? ’હું આ રહ્યો.અને હું હજામ છું, અને મેં હમણાંજ તારા વાળો કાપ્યા.’
ના, હજામ નું અસ્તિત્વ છેજ નહીં, ઘરાક બોલી ઉઠ્યો. જો તે હોત તો લાંબા અવ્યવસ્થિત વાળ વાળા,અને કઢંગી દાઢીઓ વાળા માણસો ન હોત. જો પેલા બહાર ઉભેલા મણસને.
‘ઓહ,હજામતો છેજ પણ,આવી પરિસ્થિતી એટલા માટે સર્જાય છે એ લોકો મારી પાંસે આવતા નથી.’ હજામ બોલ્યો.
ઘરાકે કહ્યું હા ,એ રીતેજ ખુદા તો છે ,પણ લોકો એની પાંસે જતા નથી અને એની મદદ માગતાં નથી. અને એટલા માટેજ આજે વિશ્વમા ઘ્ણી પિડાઓ અને દુ:ખો છે.

નિષ્કર્શ: ખુદા દરેક સ્થળે હાજર,નાજર છે .ખુદાની નજદીકી પ્રાપ્ત કરો,એની ઈબાદત અને એના આપેલા હુકમો નું પાલન દ્વારા. પાપાચાર કરતાં એનાથી ડરો.

Responses

વાત સાવ સાચી છે. ખુદા પાસે જવું એટલે ‘ખુદ’ પાસે જવું. અને સૌથી અઘરી
વાત ‘ખુદ’ પાસે જવાની છે. આપણે પોતાની જાતને છોડી દીધી છે. મારો લેખ વાંચો -

http://antarnivani.wordpress.com/2006/10/24/post97/

Leave a response

Your response:

Categories