Posted by: bazmewafa | September 22, 2007

10 શેરો__જ.મસ્ત હબીબ સારોદી(મર્હુમ)

10 શેરો__જ.મસ્ત હબીબ સારોદી(મર્હુમ)

(કોઇ ગઝલ ,મુકતક,નઝમમાં થી ચુંટેલા આ શેરો નથી.પરંતુ સ્વતંત્ર શેરો છે. જેને પરિભાષામાં’ફર્દ’ કહેવામાં આવે છે.)
1
સમજાઈ છે ક્રમે ક્રમે મારી કદર મને,
દુનિયાથી જેમ જેમ પરિચિત થતો ગયો.

2
દિલ સાથ ગમનો એવો નિકટનો રહ્યો સબંધ,
જોવા મળે છે જેવો સુમનનો સ્વાસમા

3
વ્યર્થ ગઈ તારી પ્રતીક્ષા દુ:ખ નથી એનું મને,
દુ:ખ તો છે નિર્દોષ !મન વિશ્વાસ પણ કોનો કર્યો.

4
કહોને ક્યાં સુધી એવું બને કે
હૃદયની વત ના અવે અધર પર?

5
એમની એ તર્ક શક્તિનો કહો કયાં છે જવાબ,
રકત ના ડાઘા કહે છે કે એ હત્યારો નથી.

6
મારી ઉદારતાની એ સંગીન દલીલ છે,
આપી તને મહત્તા કરી તારી બંદગી.

7
આવ્યાં ન આપ એનું કશું દુ:ખ નથી મને,
દુ:ખ છે કેમ ઠગાયો તમારી જબાન થી.

8 પાસે જઈને જોયું તો એવા ન એ હતા,
મશહૂર જેટલાછે એ દુનિયામાં આજકાલ.

9 ગણકારતા નથી જે ધરમને ઈમાનને,
ફાવી ગયા ચે તેજ ધરમ ને ઈમાન થી.

10
મારું દુ:ખ, મારો જમાનો,મારા જીવનની કથા,
વત સાધારણ છતાં ચર્ચાઈ ગઈ છે દૂર દૂર.

જ.મસ્ત હબીબ સારોદી(મર્હુમ)ના પરિચય માટે,બઝમે વફા’ના URL

http://bazmewafa.wordpress.com/2007/06/23/mastahabibbsarodi/

http://bazmewafa.blogspot.com/2006/12/blog-post_11.htmlપર કલીક કરો.

Responses

આવ્યાં ન આપ એનું કશું દુ:ખ નથી મને,
દુ:ખ છે કેમ ઠગાયો તમારી જબાન થી.
Excellent

Leave a response

Your response:

Categories