જીવનની સફર નથી _ મરીઝ

જ્યાં છે એ નક્કી વાત કે કોઇ અમર નથી,
અમૃત મળે તો શું કરું? એમાં અસર નથી.
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે,એવી અમારી નજર નથી.
ગઈ કાલે શું થયું ભલા એનું તો ભાન કયાં,
આજે શું થઇ રહ્યું છે મને કંઇ ખબર નથી.
પાગલ પણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
આ છૂટવાની રીતે કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી.
આવાગમન છે બન્ને જગતમાં સતત ‘મરીઝ’
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.
ડોકિયું:
એક ખાંસાબ અને મૌલ્વી સાબ ગાડીમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા. ખાંસાબે મૌલ્વી સાહેબ ને પૂછ્યું કે ‘આપને શાયરી માં રસ છે? મૌલ્વી સાહેબે કહુયું ‘હા હા કેમ નહીં!ખાંસાબે ઇકબાલનો મશ્હૂર શેર સંભળાવ્યો.
ખુદીકો કર બુલંદ ઈતના કિ હર તકદીરસે પહેલે
ખુદા ખુદ બંદેસે પૂછે બતા તેરી રઝા કયા હૈ?
મૌલવી સાહેબ તરફથી કોઇ દાદ ન મળતાં ખાંસાબે પૂછ્યું, કુછ સમજ્મેં આયા ? મૌલ્વી સાહેબે કહ્યું :હા, ઇકબાલનો શેર છે. ઘણો સારો શેર છે. ખાં સાબે પાછો ખુલાસો કરતાં કહ્યું કે ,અસલતો એનો બીજો મિસરો(પંક્તિ) છે . જેમાં ખુદા બંદાને શરદીની મોસમમાં પૂછે છે કે તારી રજાઇ(ઓઢણું) કયાં છે.
આપના પ્રતિભાવ