બે મુકતકો _ હરકિશન જોષી
હલેસાં મેં હોડીમાં ખોડી દીધાં છે.
અને હાથ માલિક મેં જોડી દીધા છે.
કહું શું નશાથી ય આગળ ગયો છું,
સુરાલય મેં રસ્તામાં છોડી દીઢાં છે.
****
કોઇ દર્પણને પોતાનો ચહેરો નથી.
આ પ્રતિબિંબ એ કંઇ ઉમેરો નથી.
કોઇ પહોંચી શકે તો પ્રવેશી શકે
એના દરવાજે ચોકી કે પહેરો નથી.
Categories: