Posted by: bazmewafa | September 12, 2007

કવિતા_સુરેશ દલાલ

ગુમાવવાની કળામાં _ સુરેશ દલાલ

ગુમાવવાની કળામાં હું પાવરધો થઈ ગયો છું.
ચપટીક વારમાં ગુમાવી દીધું શૈશવ અને
પવનની ગતિએ વહી જાય છે યૌવન.
ખરી ગયાં છે પાંદડાં અને ફૂલ
ઘડિયાળની ગતિને થંભાવી દેવામાં મને
રસ રહ્યો નથી.દાદીએ આપેલી હીરાની વીંટી
અને દાદાએ આપેલી રુદ્રાક્ષની માળા
તો ક્યાં અને કયારે ખોવાઈ ગઈ
એની યાદ સુધ્ધાં નથી.સ્મૃતિ પણ
ગુમાવી દેતાં મને આવડે છે.
લગ્નમાં મિત્રે અત્તરની શીશી આપી હતી,
એ પણ ફૂટી ગઈ દોસ્તની જેમજ .
ગુમાવવાની કળામાં મને કોઇ પહોંચે એમ નથી.
લખતાં તો લખું છું આ બધું કાગળ પર
ને આકાગળ પણ ગુમાઈ જાય તો કૈં કહેવાય નહીં
*

dalaa.gif

*
સુ.દ.

હવે
વૃક્ષો પણ
વસંતની જાહેરાત કરે છે.

Responses

Simply Superb.

Ekdam saral kavya rachana ma ketlu badhu kahi jao cho.

Sureshji you are great.

Leave a response

Your response:

Categories