મળેલી છે રાતો _ નિર્મિશ ઠાકર
મને એક લયમાં મળેલી છે રાતો.
ઢળેલી નજર છે, ઢળેલી છે રાતો.
‘નથી એકલો તું !’કહી હાથ ઝાલી,
ફરી એ વળાંકે વળેલી છે રાતો.
નહીં ઊંઘવા દે તને કૈં પ્રસંગો,
બધી યાદ સાથે ભરેલી છે રાતો.
જડી ઝાકળોમાં તને એ ઉદાસી?
અમે અશ્રુ માટે રળેલી છે રાતો.
પ્રતીક્ષા કરી જાય છે રોજ દીવો,
જુઓ સ્હેજમાં ઝળ ઝળેલી છે રાતો.
ગઝલ ના સામાન્ય માપ દંડો_મહેફિલે મુશાયેરા
1 પરિવેશ,બાહ્યસ્વરૂપની ઉત્કૃષ્ટ્તા.
2 છંદ ,લય ની યોગ્યતા
3 આકાર અને ગતિ(વહેણ)
4 શબ્દોની રચના અને પસંદગી
5 કોઇ સંદેશ,રસિકતા,વિષય અને રજુઆતની ચોટ
આપના પ્રતિભાવ