દુવા કરજે_ ડૉ.રશીદ મીર
દર બદર ભટકું એ દુવા કરજે.
તું મારા ગર્વને સજા કરજે.
કેવું સુખ હોય છે જરા કહેજે,
મિત્ર ! જા, તે પછી મઝા કરજે.
મારી દીવાનગી સલામત હો,
મારા પહેરણની તું ધજા કરજે.
પારકો દેશ પારકા લોકો,
લાગણી વંઠે તો મના કરજે.
આ ગઝલ એમની કૃપાછે’ મીર’,
સાંભળે એ તો તું કહ્યા કરજે.
( ખાલી હાથનો વૈભવ)
ડો.રશીદ મીરનું ગુઝરાતી ગઝલ વિવેચનમાં નોંધ પાત્ર પ્રદાન છે.1990માં ‘ગઝલ સૌંદર્ય મીમાંસા’ ઉપર મહા નિબંધ લખીને પી.એચ.ડી ની ડિગ્રી મેળવનાર ડો.મીર તે પછી ગઝલ વિષે સતત લખતા રહ્યાછે.’ગઝલનું પરિપ્રેક્ષ્ય’ ‘ગઝલ વીવક્ષા’ ‘ગઝલ વિલોકના’ ‘આપણા ગઝલ સર્જકો’ વિગેરે એમનાં ગઝલ વિવેચનનાં પૂસ્ત્કો છે. ’ઠેસ’ ‘ચિત્કાર’ ‘સાત સૂકાં પાંદડાં’ ‘ખાલી હાથનો વૈભવ’ ’અધખૂલા દ્વાર’ વિગેરે એમનાં ગઝલ સંગ્રહો છે.આમ સર્જન અને વિવેચન બન્ને ક્ષેત્રે એમણે કામ કર્યું છે.(સુરાલય)
જનાબ રશીદ મીર સાહેબ’ ખાલી હાથનો વૈભવ’ ની પ્રસ્તાવના માં લખે છે કે_ ‘મને ગઝલના કોઇ વાદમાં રસ નથી.મને કેવળ ગઝલવાદ માં શ્રધ્ધા છે.એક ગઝલકાર અને વિવેચક તરીકે મને અનુભવે સમજાયું છે કે ગઝલકેવળ શેરિયતના ખભા પર બેસીને ચાલી શકે નહીં તગઝ્ઝુલ એનું પ્રાણ તત્વ છે.એની અનુપસ્થિતિમાં ગઝલ પોતાના વિશિષ્ટ મિજાજ કે લય ને સુરક્ષિત રાખી શકતી નથી.ગઝલના આંતરસૌંદર્યની સાથે સાથે તેના આકાર લક્ષી સૌંદર્યની પણ મને એટલીજ દરકાર રહી છે.તેથી મત્લા.મકતા,રદીફ,કાફિયા કે છંદ વિનાની ખંડિત ગઝ્લો મને ગમતી નથી.’
(‘અને એ પ્રાણ વિહિન જીવની જેમ એક લાવારિસ લાશ સમાન છે.એને ગઝલ કહેવાની મુર્ખામી કરનરાઓની હવે તો એક આખી જમાત તૈયાર થઇ રહી છે’_વફા)
અને ગઝલની શિસ્તના કારણે ગાલિબ કહે છે તેમ એનો પાલવ ઘણી વાર મને ટૂંકો પડ્યો છે.
બકદ્રે શૌક નહીં ઝર્ફ તંગના એ ગઝલ,
કુછ ઔર ચાહિયે વુસઅત મેરે બયાં કે લિયે.
_
Posted in ગઝલ