Posted by: eebr | August 27, 2007

કુરઆનીક સંદેશ3__ રજુ.વફા


કુરઆનની એક સુરત સૂરએ લહબ નો પદ્યમય અનુવાદ _ દીપક બારડોલીકર

એ બન્ને હાથ ભાંગે ,બૂ લહબ બર્બાદ થઇ જાયે.
નબીના પ્રાણ વેરીનો સદંતર નાશ થઇ જાયે.

ન મિલ્કત_માલ ખપ આવ્યાં, ન દૌલત કામ કંઇ આવી,
ન આવ્યાં કામ સંતાનો , ન ઈજ્ઝત કામ કંઇ આવી.

બહુ જલ્દી અતિશય તિવ્ર આતશમાં થઇ પડશે,
ને ભસ્મીભૂત કરતી આગમાં હમેશ એ બળશે.

નતીજો આવશે એવોજ એની દૃષ્ટ પત્ની નો,
બની રહેશે હમેશા માટે એ ખોરાક અગ્નિનો.

એ જંગલમાં જઈ ઝાંખરાઓ નિત્ય લાવે છે.
બિછાવી માર્ગમાં કાંટા , નબીને પીડ આપે છે.

તો એની ડોકમાં રહેશે વણેલી વળભરી રસ્સી,
ખજુરીની એ ખરબચડી ,કરડતી ,કરકરી રસ્સી.


સમજૂતિ :મૌલ્વી અબ્દુર્રહીમ મવ.ગુલામ મુહમ્મદ સાદિક રાંદેર(સુરત)

પવિત્ર કુરઆન ની આ 111મી સુરત(વિભાગ) છે.આ મક્કી સુરત એટલે આલ્લાહના અંતિમ નબી હજરત મોહંમદ (સલ.) પર એ મક્કામાં વહી થી અલ્લહપાક તરફથી ઉતરેલી.

અબૂલહબ નબી (સલ.)નો સગો કાકો હતો. તેનું નામ અબ્દુલ ઉઝ્ઝાટ હતું.પણ તેના મ્હૉ પર લાલી પ્રકાશિત હોવથી લોકો તેને અબૂ લહબ( પ્રકાશ ના પિતા) કહેવા લાગ્યા.કરણકે લહબ ભડકાને કહે છે.એ કટ્તો ન માનનાર હોવાથી હઝરત(સલ.)ની અતિશય વિરૂધ્ધતા કરતો હતો.એક વખત હઝુર(સ્લ.) એ પોકરીને બધા કુરેશિઓને ભેગા કર્યા..અને ઘણી અસરકારક શૈલી માં ઈસ્લામની વાતો સંભળાવી. ત્યારે આવી એણે આપના હાથ પકડ્યા.
,તેમજ હજરત (સ્લ.)ને મારવા માટે પત્થર ઉઠાવી કહ્યું કે તું હલાક થાય,શું આવીજ વાતો માટે સૌને બોલાવ્ય હતા? તું પાગલ થ ઇ ગયો છે, કે નાહક સૌને પોકારીને એકઠા કર્યા.પછી કંઇ વિચાર આવતાં પત્થર ત્યાં નાખી દઇ ત્યાંથી ચાલ્યો ગયો.તેના વિશે આ આ સુરત ઉતરી કે તે પોતેજ રસૂલની નાફરમાની થી હલાક થયો.તેની સ્ત્રી પણ સખત દુશ્મની કરતી હતી. .જંગલમાંથી કાંટા વાળા લાકડા લાવી હઝુર(સ્લ.)ના માર્ગમાં રાતે નાખતી હતી. જેથી આપને કાંટા વાગી ઈજા થાય.તેથી તે બન્ને માટે હાલાકી અને દોઝખમાં જવાનું ફરમાવ્યું,પરિણામ એ આવ્યું કે અબુલહબ પોતે બદર ની લડાઈ માં શામેલ થયો ન હતો.જ્યારે મુશરિકોત્યાંથી સજ્જડ હાર ખાઇ નાઠા,તે સબંધી સૌ હકીકત એણે તેઓથી સંભળળી.તે પછી એને પ્લેગની ગાંઠ નીકળી.અને આફતમાં સપડાયો.તે લોકોનો રિવાજ હતોકે પ્લેગ વાળાને કોઇ અડકતું નહિં,તેથી ઘર વાળાઓએ પણ તેને એક તરફ ફેંકી દીધો.તે ત્યાંજ મરી ગયો.ફરી ત્રણ દિવસ સુધી લાશ પડી રહી.અને ગંધાઇ ઊઠી.ત્યરે કેટલાક સીદીઓએ મજૂરી લઇ.એક ખાડો ખોડી લાકડીઓના ગોદા મારી તેમા ગબડાવીદઈ ઉપરથી પથરા ભરી દીધા.એ તો દુનિયામાં થયું,અને આખેરત માં તે ભડકાવાળી આગમાં પડશે.એજ કારણથી ખુદ પાકે તેનું અબુ લહબ નામ રાખ્યું.વળી તે લોકોની ઓરતોનો એ હાલ થયો કે એક વેળા લાકડાંના ભારાની દોરડીનો તેણીના ગળામાં ફાંસો આવી જવાથી મરી ગઈ.કિયામતમાં પણ તેજ દોરડી તેણીના ગળામાં હશે.તો તેણીને તેના વડેજ ખેંચીને દોઝખમાં નાંખી અઝાબ કરવમાં આવશે.

દોઝખ= નર્ક
વહી= ખુદાઈ સંદેશ જે જુદી જુદીરીતે નબીઓ પર આવતો. આ સંદેશ લઇ આવનાર ફરિશ્તા નું નામ જીબ્રઇલ(અલૈહીસ્સલમ) છે.જે તમામ નબીઓ પર અલ્લાહનો સંદેશ (વહી) લાવતા હતા. અલ્લાહ ના અને તમામ વિશ્વના અંતિમ નબી હજરત મોહંમદ (સલ.) ઉપર પણ એજ વહી લાવતા હતા.


Leave a response

Your response:

Categories