તૂકાંત (રદીફ) _ ‘ઝાર’રાંદેરી.
તૂકાંત ના મૂળ કર્તા ઈરાનીઓ છે.અરબોએ તૂકાંતને ફારસીમાંથી ગ્રહરણ કર્યો છે.પ્રાસમાં વદી અને વાદી પછી સંબંધી,ખૂરુજ, મઝીદ અને નાઈરાહમાંથી જેટલા હોય તે એ પછીના બધા તૂકાંત કહેવાય છે.તૂકાંતમાં માત્ર એકના એકજ અક્ષરો એકજ સ્વરૂપે હોવા આવશ્યક છે.અર્થો સાથે સબંધ નથી.એકજ સ્વરૂપ સાથે તેના તેજ અક્ષરો હોય ,પણ તૂકાંત આગળના શબ્દો એવા જોડવામાં આવે કે તૂકાંતના અર્થ બદલાઈ જતા હોય.તો એ વાંધો નથી.તૂકાંતનું હોવું એ આવશ્યકનથી.પણ સાધરણ રીતે તૂકાંત હોય તો થીક લાગે છે.તૂકાંત ન્હાનામાં ન્હાનો એક અક્ષરી પણ થઇ શકે છે.જેમકે છે,માં ,થી,ને,વિગેરે.તૂકાંત ગમે એટલો મોટો પણ થઇ શકેછે.
અદા પણ તમારી અતિ મન પસંદ છે.
જ્ફા પણ તમારી અતિ મન પસંદ છે.
ઉપલી કડીમાં અદા,જફા,પ્રાસો છે,બાકી બધા શબ્દો તૂકાંત છે.તૂકાંત જેટલો લાંબો હશે ,તેટલો નિભાવવો કઠિન થઇ પડશે.
સ્પષ્ટ દોષ(ઈતા_ એ _ જલી)
ઇતાઅ નો મૂળ અર્થ તો’ પાયમાલ કરવું.’અને જલીનો અર્થ ‘સ્પષ્ટ’ થાય છે.ઇતા _ એ _ જલી માટે ગુજરાતીમાં સ્પષ્ટ દોષ એ શબ્દ અતિ અનુકૂળ છે.કડીની બન્ને તૂકો સપ્રાસ હોય તેનાં પ્રાસોમાં સ્પષ્ટ કે ગુપ્ત દોષ લાગુ પડે છે.સ્પષ્ટ દોષની સમજૂતી નીચે પ્રમાણે છે, ‘કોઇ પણ કડીની પહેલી તૂકમાં જે પ્રાસ આવે તેજ પ્રાસ બીજી તૂકમાં પણ અક્ષરો અને અર્થ સહિત આવે.
ઉદાહરણ:
કોઇ ગઝલના પ્રાસો આશય,નિર્દય,રસમય,નિર્ભય,વિગેરે છે. અને તૂકાંત ‘કયાં લગી’ છે.
આશય કયાં લગી
નિર્દય કયાં લગી
રસમય કયાં લગી
નિરભય કયાં લગી
આગળ આપેલ સમજુતી પ્રમાણે વાદી ‘ય’ છે.એટલું સમજ્યા પછી જો કોઇ ગઝલની પૂર્વ કડી નીચે પ્રમાણે હશે, તો સ્પષ્ટ દોષ લાગુ પડશે.
‘જાગ? ઓ કામી, જગતના ખેલ રસમય ક્યાં લગી.
ધ્યાન કર,તુજ સાથ આ સંસાર સુખમય કયાં લગી.
ઉપલી કડીની પહેલી તૂકમાં માં ‘ રસમય’ અને બીજી તૂકમાં ‘સુખમય,પ્રાસો છે, એ પ્રાસોમાં
વાદી ‘ય’થઇ શકતો નથી.કારણકે ‘રસ’ અને ‘સુખ’ શબ્દોની સાથે જે મય શબ્દ છે, એતો સબંધી છે.મય શબ્દને બન્નેને પ્રાસોમાંથી કાઢી નાંખીશું,તો રસ અને સુખ બન્ને પોતાના મૂળ અર્થો સાથે બાકી રહે છે.રસ,અને સુખ,બન્ને શબ્દો સહ પ્રાસ નથી.અને મય.મય નો પ્રાસ એકજ અર્થ સહિત પ્રાસનાં મુખ્ય નિયમ વિરોધ છે.જેથી ઉપલી કડીને સ્પષ્ટ દોષ લાગુ પડે છે.અગળ આપેલી સમજુતી પ્રમાણે ,સર,કેસર,લત,અદાલત,દિલ,આદિલ,જલાલી_ગુલાબી ,હોય તો વાંધો નથી,અને એવા પ્રાસો પણ એક પછી એક ન લાવવાનું એકજ કારણછે કે સ્પ્ષ્ટ દોષનો સંદેહ ન થાય.
(હવે પછી ગુપ્ત દોષ(ઇતા _ એ_ખફી)ની ચર્ચા આવશે.)
જ.ઝાર રાંદેરી સાહેબ ના શાયરીના છંદ વિષયક અન્ય લેખો માટે નીચેના URL પર કલીક કરવા વિનંતી છે.
http://bazmewafa.wordpress.com/2007/01/26/chhand_zarranderi/
http://bazmewafa.wordpress.com/2007/07/24/praasakafeeyaha_zarranderi/
http://bazmewafa.wordpress.com/2007/03/19/arabigujaratisamanchhand_wafa/
Posted in છંદ*પિંગળ શાસ્ત્ર સબ