Posted by: bazmewafa | August 23, 2007

કુરઆન અને વેદ

કુરઆન અને વેદ ના સમાન અર્થ ધરાવતા શ્લોકો (આયતો)___ચિંતન:શમ્સ નવીદ સાહબ ઊસ્માની રજૂઆત: એસ અબ્દુલ્લ્લાહ આરફી.

નોંધ:પવિત્ર કુરાન ની અરબી આયતો માટે નીચે નું ઈમેજ પોસ્ટીંગ જોવા વિનંતી છે.ગુજરાતીમાં લખાયેલ આયતો ,અથવા તેના આંશિક હિસ્સાઓ એમાંથી લેવામાં આવ્યો છે.

ayats.jpg


અલકુરઆન:


1 _અલહમ્દુલિલ્લાહિ રબ્બીલ આલમીન.
અનુ.: તમામ સ્તુતિ અલ્લાહના માટેજ છે ,જે બધાજ વિશ્વોનો પરવરદીગાર(સકળ સંસારનો માલિક છે.) છે.(સુરએ ફાતિહા:1)

વેદ:

महीं देवस्य सवितु:परिष्टति: (ऋग्वेद 1_ 18_ 5)
અનુવાદ : આ સૃષ્ટિ નાસર્જનહાર ની સર્વ સ્તુતિ છે.

અલકુરઆન:

2_અર્રહમાનીર્રહીમ અનુ.:જે ઘણો કરુણાંવંત અને બેહદ કૃપાળુ છે.


વેદ:

वसुदेयमान : (ऋग्वेद 1 -34-3)
અનુવાદ: જે અર્પણ કરનાર અને કૃપાળુ છે.


અલકુરઆન:

3_ઈહદીનસ_સીરાતલ મુસ્તકીમ અનુ. :અમારું સીધા માર્ગ તરફ માર્ગ દર્શન કર.(સુરએ ફાતિહા*5)


વેદ:

नव सुपया राये अस्मान(यजुर्वेद 16=40) અનુવાદ: અમોને અમારા ફાયદા માટે સીધા માર્ગ પર લગાવ.


અલકુરઆન:

( અરબી લખેલ આખી આયતનો અનુવાદ નથી, પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
4_ વખલક કુલ્લ શઇ અનુ. : અને એણે સમગ્ર શ્રુષ્ટિ પદાર્થોનું સર્જન કર્યું.


વેદ:

प्रजा पति जर्नयति प्रजा ईमा: (अर्थवॆद 1-19-7)
અનુવાદ: પરમાત્માં અખિલ સૃષ્ટિ નું સર્જન કરેછે.


અલકુરઆન:

( અરબી લખેલ આખી આયતનો અનુવાદ નથી, પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
5_ વજઅલલ્લયલ સકનૌં વશશમ્સ વલ કમર હુસ્બાના(ઈનઆમ96)
અનુ.: અને એણે આરામ માટે રાત્રિનું સર્જન કર્યું,અને સુર્ય ચન્દ્રને હિસાબન માટે.

વેદ:

सूर्याचन्द्रमसी घाता यथा पूर्वमकल्पयत (ऋग्वेद 3-190-10)
અનુવાદ:સર્જનહારે સૂય અને ચન્દ્ર નું નિર્માણ પૂર્વવત સર્જન પ્રમાણે કર્યું


અલકુરઆન:

(અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)

6_ અલા લહુલ્ખલકો વલ અમ્રો,તબારકલ્લાહો રબ્બુલ આલમીન.ઊદઉ રબ્બકુમ તદર્રુઅંવ વખુફ્યહ,ઈન્હુ લા યોહિબ્બુલ મોઅતદીન.(એઅરાફ 54_ 55) અનુવાદ:યાદ રાખો અલ્લાહના માટેજ એ વિશિષ્ટ છે સર્જનહાર અને શાસક હોવું.સમગ્ર વિશ્વના પરવરદીગાર (પાલન હાર) સર્વશ્રેષ્ઠ ગુણધર્મોથી ભરેલાછે.તમે તમારા પરવરદીગાર (અલ્લાહ)થી ઘણી વિનમ્રતાથી અને ચુપકે ચુપકે દુઆ(કાક્લુદી ભરેલી પ્રાથના) કર્યા કરો.અને બે શક તે આદેશોનું ઉલ્લંઘન કરનારને પસંદ નથી કરતો


વેદ:

होतारं सत्ययजं रोदस्योरुत्तनाहस्तो नमसा विवासेत (ऋग्वेद 46-16-6) અનુવાદ: ફકત પુજાને પાત્ર પૃથ્વી અને આકાશને સીધા માર્ગ પર ચલાવવા વાળ પરમેશ્વર થી કાકલુદી સાથે ઊંચા હાથ કરી દુઆ(પ્રથના) માંગો
..

અલકુરઆન:

( અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)

7_ અલકબીરુલ મુતઆલ (રઅદ_9)
અનુવાદ: અલ્લાહ સહુથી શ્રેષ્ઠ અને આલીશાન(ઉચ્ચતમ ગૌરવવંત) છે.


વેદ:

अध्धा देव महा (अर्थवॆद 3-57-20 ) અનુવાદ: અલ્લાહ હકીકતમાં ઘણો મોટો છે.


અલકુરઆન:

(અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)

8_ લા તબ્દીલ લિ કલિમાતિલ્લાહિ.(યુનુસ-64)
અનુવાદ: અલ્લાહની વાતોમાં કોઇ ફેરફાર થતો નથી.


વેદ:

अदग्धानि वरुऋस्य व्रतानि (ऋग्वेद 10-34-1)
અનુવાદ: ખુદાના કાનુન કોઇ બદલી નથી શકતુ.

અલકુરઆન:

( અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી, પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)

9_ વલન તજિદ લિસુન્નતિલ્લાહિ તબ્દીલા.(અલફતહ 230) અનુવાદ:અને તમે અલ્લાહના કાયદામાં કોઇ પરિવર્તન નિહાળશો નહીં.


વેદ:

न किरस्य प्रमिनंति व्रतानि (अर्थवॆद 5-1-17) અનુવાદ: ખુદાનો કાનુન કોઇ બદલી નથી શકતું.


Responses

  1. સર્વધર્મસમભાવ માટે બહુ જ સરસ પ્રયત્ન. બહુ જ ગમ્યું.


Leave a response

Your response:

Categories