‘બઝમે વફા’ અને, બાગેવફા, જ.અશરફ ડબાવાલાને એમની સાહિત્યિક સેવા બદલ અપાતા આ પૂરસ્કારથી આનંદની લગણી અનુભવે છે ,અને દિલી મુબારકબાદ અર્પણ કરી વધુ ને વધુ તરક્કી માટી દૂઆ ગુજારે છે. _’વફા’

(અકિલા ,રાજકોટ ના સૌજન્યથીતા.17અઓગષ્ટ2007)
બે ગઝલો- ડૉ.અશરફ ડબાવલા
1_રકમ લઈ બેઠા_ડૉ.અશરફ ડબાવાલા
ગજા બહાર જઈને રકમ લઈને બેઠા,
કસબના આ જૂગટે નગદ લઈને બેઠા.
આ પાંપણનાં ઉંબરે સ્મરણ અમને પોંખે,
અમે જળની સથે લગન લઈને બેઠા.
મને મારો હિસ્સો હઠેળીમાં દઈને;
તમે આખે આખું જગત લઈને બેઠા.
જે ઓઝલછે એની ગરિમાને સમજી;
જે સામે છે એનો જશન લઈને બેઠા.
દિવસના હો અશરફ ભલે સૌની જેવા,
અને રાતે તો શમણાં અલગ લઈને બેઠા.
.
2_ કહેવું પડે__ અશરફ ડબાવાલા
<હું કયાં કહું છું વેદના સંદર્ભમાં કહેવું પડે.
પણ જે કહો એમના સંદર્ભમાં કહેવું પડે.
તારા ગુણોને ગાઈને હું તારા રૂપને હું વર્ણવું,
મારે તો મારી એબના સંદર્ભમાં કહેવું પડે.
મારા કવનમાં એટલે સાતત્ય જેવું કંઈ નથી,
તું જે ધરે તે વેશના સંદર્ભમાં કહેવું પડે
વાતો જો માંડો રંગના વૈવિધ્યની અશરફ તમે,
સઘળું ત્યારે શ્વેતના સંદર્ભમાં કહેવું પડે
__ અશરફ ડબાવાલા
(સૌજન્ય_નવનીત સમર્પણફેબ્રુ.2007)
i like this content
By: tanveer on March 5, 2009
at 3:54 pm