
ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનું એક વધુ બહુમાન!
પ્રથમ શ્રી આદિલ મનસૂરી નું એક સુંદર અછાંદસ કાવ્ય.
અન્ધકારનું ભીનું લિસ્સું મૌન
હવામાં ઝોલા ખાતું,
ધીરે ધીરે અધ્ધર થાતું
કાટચઢેલી
માટીની જાંઘોને જઇને અથડાયું ને…
ઊંડે ઊંડે લાવા રસની આંખો ઉઘડી
કાંચિડાના કોષે કોષે સૂરજ સળગ્યો,
માદક માંસની રકતમાં ખરડાયેલી ખૂશ્બૂ
રોમે રોમે સરવા લાગી,
પડછાયની માછલીઓ ત્યાં,
ટીપે ટીપે તરવા લાગી,
અન્ધકારનું ભીનું ભીનું,
લીસ્સું લીસ્સું
મૌન હવામાં ઝોલા ખાતું,
ધીરે ધીરે….
(સતત _ 89 )
પચાસ વર્ષની લાંબી સર્જન યાત્રામાં એક વધુ સન્માનથી પુરસ્કૃત થયા ન્યુ જર્સી સ્થિત ગઝલકાર જનાબ આદિલ મન્સૂરી. તે અવોર્ડ છે ” Life time acheivement awrd”.
અનેક વર્ષોથી અમેરિકા કેનેડા તથા ભારતમાં અનેકવિધ ક્ષેત્રે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ પ્રસાવનર જાણીતી સંસ્થા (એફમી) અમેરિકન ફેડેરેશન ઓફ મુસ્લિમ ઓફ ઈન્ડિયાના ઉપક્રમે ,ન્યુ જર્સી સ્થિત ઊર્દુ,ગુજરાતી નાં જાણીતા ગઝલકાર, નાટ્યકાર,કેલીગ્રાફર,આદિલ મન્સૂરી ની અર્ધી સદીની તેમની સર્જન યાત્રા ના સંદર્ભે ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ, એવોર્ડ માતે પસંદગી થઈ છે.તા.1લી સપ્ટેંબર 2007ના રોજ ટોરન્ટો,કેનેડામાં યોજાનાર (અએફમી) ના વાર્ષિક અધિવેશન માં ભારતથી ખાસ આમંતત્રિત અતિથિવિશેષ ,દિલ્હી હાઈ કોર્ટના નિવૃત ન્યાયાધિશ અને ભારતમાં મુસ્લિમોની સામાજિક ,આર્થિક અને શૈક્ષણિક બાબતોના અભ્યાસ માટે ભારતના વડાપ્રધાન દ્વારા નિમાયેલી ઉચ્ચ સ્તરિય સમિતિના અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર સાચરના વરદ હસ્તે જનાબ આદિલ મનસૂરીને આ એવોર્ડ ઈનાયત કરાશે. આ અવસરે એફમી_ યુ.એસ .એ. ના ટ્રસ્ટી ડૉ.અબ્દુર્રેહમાન નાકેદાર ,ટોરંટો ચેપ્ટરનાં પ્રમુખ જ.હુસેન અહમદ ભાયાત,સમાજના વિવિધ આગેવાનો,બ્રિટન ના કવિઓ અદમ ટંકારવી, અહમા ગુલ, બેદાર લાજપુરી, ટોરન્ટોના કવિઓ જ.આબિદ ઑકડિયા, જ.મોહંમદઅલી’વફા’,શૈલેશ દેસાઈ,નીતા દવે,બિસ્મિલ મંસૂરી વિ. ખાસ ઉપસ્થિત રહેશે.
આ પહેલા તેઓ શ્રી ને ” કાકા કાલેલકર પારિતોષીક” (1970), “ગીતાંજલી એવોર્ડ” બર્મીંગહમ (1993), “સ્મૃતિ ગૌરવ એવોર્ડ” પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા (1995) , “કલાપી એવોર્ડ”ઇંડીયન નાટ્ય થીયેટર (INT) તરફથી(2001), “ગુજરાત ગૌરવ પુરસ્કાર”ઊર્દુ સાહિત્ય અકાદમી-ગાંધીનગર (2004).”શિકાગો આર્ટ સર્કલ એવોર્ડ” શિકાગો (2006) અને ઇંડીયન મુસ્લિમ વેલફેર સોસાયટી,બાટલી (2007) જેવા એવોર્ડ થી નવાજીત થયેલા છે.
આ સ6દર્ભે અન્ય ઊર્દુ _ગુજરાતી મુશાયરાઓનું ભરચક આયોજન થઇ રહ્યું છે.
તેમનો સંપર્ક 201-868-6991 ; email address adil@mansuri.com