ક્યારી_બિસ્મિલ મન્સૂરી
ગઝલ
ગુલાબનાં ફુલોની કયારી.
શ્વાસે શ્વાવાસ સુધી વિસ્તારી.
સૂરજનીસંગાથે આવે
રોજ નવી આફત અણધારી.
દંભી લોકોની આ નગરી
ઢોંગી કપટી સાવ નઠારી.
‘મા’ બોલો ને વહાલ છલકે
ભાષા પણ કેવી અલગારી.
સૌના મનની તરસ છીપાવે,
કવિતા સરિતા તો સહિયારી.
પાંપણ પર આ બેઠું સપનું
બિસ્મિલ એની પાંખ પ્રસારી.
Posted in ગઝલ