Posted by: bazmewafa | July 30, 2007

ભીનું છલ_ મકરન્દ દવે


ભીનું છલ_ મકરન્દ દવે

મજેદાર કોઈ બહાનું મળે.
અને આંખમાં કાંક છાનું મળે.

કહું શું ?કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધેછે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.


શ્રી મકરંદ દવેની જીવન ઝાંખી માટે નિમ્ન URL પર કલીક કરો

.
http://sureshbjani.wordpress.com/2006/10/23/makrand_dave/

 ડોકિયું;

બે સમજની દાદ પર:

એક વાર કેટલાક સજ્જનો મારે ઘેરે પધારેલા .શાયર,સાહિત્ય્કાર,અને સાહિત્યમાં કાંઈ ન સમજનાર બધા પ્રકારના લોકો હતા.શાયરીનો દોર ચાલતો હતો.સાહિત્યમાં કંઈ ન સમજનાર એક સજ્જન જોર શોરથી દાદ આપી રહ્યા હત.મેં મારી ગઝલ વાંચી તો એ કહેવા લાગ્યા બસ મારાજ રંગનો શે’ર છે. આપ આવા થોડા શે’ર કહો તો શાયરીની દુનિયામાં આપનો જોટો ન મળે.
શું કહ્યું? મારાજ ઘરમાં એ પધારેલા. આભાર માન્યો,સભા પૂરી થઈ.વિચાર કરતો રહ્યો કે આ શેરમાં એવી કઇ ખામી છે,જેથી આ બે સમજ આદમીને તે ગમી ગયો? મને કાંઈ દોષ ન દેખાયો ત્યારે મારી ગઝલમાંથી મેં એ શેર એમ માનીને કાઢી નાંખ્યો કે કદાચ મને મારા કાવ્યમાં દોષ ન દેખાય,આવા નાસમજને પસંદ પડયો તો જ્રરૂર એમાં કંઈક ખામી છે.

‘અસર’ લખનવી


Responses

  1. वे सेही दाद देनेवाले कमही हो ते हैं
    बे समजेही दो बारा कह्दोने मेरे यार.

  2. ‘dokiyu’ gamyu. aavu mukataa raho.


Leave a response

Your response:

Categories