Posted by: bazmewafa | 07/21/2007

ગઝલ :ચાર ગઝલો_ મરીઝ

તોબામાં રહી ગઈ

દુનિયા પરસ્ત દિલ હતું દુનિયામાં રહી ગઈ.
મરી બધી નમાઝ મુસલ્લામાં રહી ગઈ.

એ ના ખબર પડી કે ક્યાં થોભી જવું હતું,
કંઈ કંઈ રૂપાળી મંઝિલો રસ્તામાં રહી ગઈ.

અંધારામાં રહ્યા અહીં આખું જીવન અમે,
છાયા હતી અમારી જે તડકામાં રહી ગઈ.

સાકી ! સુરામાં કંઇક તો ખામી હતી જરૂર,
દાનત એટલે અમારી તોબામાં રહી ગઈ.

જોયું તો એજ જોતી હતી ચારો તરફ ‘મરીઝ’
તે એક નજર આંખના ખુણામાં રહી ગઈ.

 કોણ મનાવે

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તાજ બતાવે.

શું એને ખબર કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને યાદ ન આવે.

વાતોની કળા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છૂપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું જ્યાં હસવું નહીં આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુઝથી રૂઠેલો છું , મને કોણ મનાવે?

 પાયમાલી ઔર છે

તું દિલાસો જેનો દે છે એ નથી,
દોસ્ત મારી પાયમાલી ઔર છે.

ઝંખના મૃત્યુની છે સાચી મગર
દિલમાં એક વસ્તુ વહાલી ઔર છે.

આ વખત એણે નથી દીધું વચન
આ વખતની હાથ તાલી ઔર છે.

જે બધું માંગી લે યા કંઈ પણ નહીં,
તારા દરના એ સવાલી ઔર છે.

ઓ વિલાસી દર્દનો દાવો ન કર,
જામ ખાલી, હાથ ખાલી ઔર છે.

ખાલી આવેછે સુરાલયથી ‘મરીઝ’
એની આંખોમાં આ લાલી ઔર છે.

 અમારા પ્યારને

દર્દમય એકાંત બેપરવા મિલન,
કોણ સમજે છે અમારા પ્યારને?

એને મારા પ્રેમ પર શંકા પડી
મેં તરત માની લીધો ઈન્કાર ને.

છે હવે આંખોમાં એવી સ્થિરતા
જાણે જોતી થઇ ગઇ દિલદાર ને.

હોત એ પ્રત્યક્ષ તો પણ ઓ ‘મરીઝ’
ક્યાં સુધી જોતે તમે કિરતાર ને.

‘મરીઝ’ પરિચય માતે જુઓ:

http://sureshbjani.wordpress.com/2006/06/19/mariz/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers