Posted by: bazmewafa | July 19, 2007

બોધ વચન(હદીસ):2

દુનિયામાં એક મુસાફરની જેમ જીવન વ્યતિત કરો.

હઝરત ઈબ્ને ઉમર(રદી.) વર્ણન કરે છે કે રસુલુલ્લાહ(સલ.) એ મારો કાંધો પકડીને ફરમાવ્યું(કહ્યું).,દુનિયામાં એવી રીતે રહો જેવે રીતે કે એક મુસાફર અથવા એક પથિક.અને હજરત ઈબ્ને ઉમર વારંવાર કહેતા કે સંધ્યા થાય ત્યારે સવારની રાહ ન જુઓ,અને સવાર થાય ત્યારે સાંજની રાહ ન જુઓ.બિમારીના પહેલાં તંદુરસ્તી અને મૃત્યુ પહેલાં જિંદગીને ગનીમત(સંતોષકારક) સમજો. (બુખારી)

સમજુતી:

રસુલુલ્લાહ=હજરત મોહંમ્મદ પયંગબર સાહેબને રસુલુલ્લાહ અલ્લાહના રસુલ_ પયગંબર તરીકે બહુધા સંબોધન થાય છે.)
રદી.=રદીઅલ્લાહો તઆલા અન્હો(અલ્લાહની એમને પ્રસન્નતા પ્રાપ્ત થાયે)
ઈબ્ને ઉમર=ઉમર ના દીકરા(હ.ઉમર, ઈસ્લામના બીજા ખલીફાના દીકરા અબ્દુલ્લાહ)
બુખારી= હદીસનું ઘણું મહત્વનું પુસ્તક .ઈસ્લામી સાક્ષરોના મંતવ્ય અનુસાર ‘કુરાન’ પછી એનું સ્થાન છે.
(19જુલાઈ2007)


Leave a response

Your response:

Categories