હદીસ: વિશ્વના અંતિમ પયગંબર હજરત મોહંમદ(સલલ્લાહઓલયહિવસલ્લમ) ના કઠનો, વ્યાખ્યાનો,અને આપેલા બોધ ને હદીસ કહેવામાં આવે છે.હદીસના ઘણા પૂસ્તકો અને તેનાં ભાષ્યો વિદ્યાલયોમાં ઈસ્લામિયત ના કોર્ષ માં દાખલ છે.અને એનો અભ્યાસ પી.એચ.ડી લેવલ સુધી થાય છે.
હવે પછી ‘બઝમે વફા’ માં દરરોજ આજનું બોધ વચન(હદીસ) તરીકે (ઈંશા અલ્લાહ) એક હદીસ પ્રગટ થશે.
હદીસ(1)
હઝરત અબુહુરૈરાહ (રદી.) થી કથિત છે કે પયગંબર સાહેબે ઈરશાદ ફરમાવ્યો(કહ્યું)જે માણસો લોકો નો આભાર માનત નથી,તે અલ્લાહ નો પણ આભાર માનતા નથી.(તિરમીઝી)
સ્પષ્ટી કરણ:સાક્ષરો એ એવું અર્થ ઘટન કર્યું છે કે જે વ્યક્તિ તેની સાથે ભલાઈ કરવા વાળા નો પણ આભારી નથી થતો ,એની આભાર ન માનવાની આ આદતને લઇ અલ્લાહનો પણ આભાર માનતો નથી.
અબુહુરૈરાહ(રદી.)= એ પયંગંબર સાહેબાના એક મહત્વના અનુયાયી નું નામ છે. જેને અરબી પરિભાષામાં સહાબી ( પયંગબર સાહેબના અનુયાયી ને)) કહેવામાં આવે છે.
તિરમીઝી= હદીસના એક પુસ્તકનું નામ ,જેમાથી આ બોધ વચન લેવામાં આવ્યું છે.