સવાલ છે_કુતુબ આઝદ(1922 _ 2006)
દુનિયાના રંગ ઢંગ જુદા આજ કાલ છે.
અંધારું એનું એજ છે બળતી મશાલ છે.
દુનિયાને એક કરવી છે મારી ધમાલ છે.
ઘર આંગણે તો પ્રેમની વચ્ચે દીવાલ છે.
શસ્ત્રો સામ સામા ખડકતાજ જાય છે.
શોધે છે શાંતિ બધાં કેવી કમાલ છે.
જઇને ગગનમાં ચંદ્રના ભેદો ઉકેલશે,
માણસને ઓળખી શકે કોની મજાલ છે.
દુનિયાને ભૂંસી નાંખશો ધર્મોની ઓથમાં
સંસ્કારીઓ માં એક નવી હિલચાલ છે.
માણસના સર્વનાશની ચાલેછે યોજના,
દિલ માં છે વેર_ ઝેર ને આંખ લાલ છે.
એટમ અધીરા થાય છે ફૂટી જવા હવે,
અવકાશ માત્ર બાકી રહે એવો તાલ છે.
‘આઝાદ’ ચારે કોર પશુતાનો દૌર છે,
માણસનો જન્મ કયારે થશે એ સવાલ છે.
___ કુતુબ આઝદ
આપના પ્રતિભાવ