રતિલાલ ‘અનિલ’
*
વિખૂટા પડેલા બધા શે’ર મારા,
હવે શેષ હું માત્ર મક્તો રહ્યો છું.
ગઝલો
એવું કહે છે.
સમયની લૂ મને એવું કહે છે
.હતું જયાં નીર ત્યાં પાણી વહે છે.
રણે દેખાય છે વાયુના ચીલા,
હથેળીમાં ય આ રેખા રહે છે.
ઝૂલે દીવાના પડછાયા પવન થી,
દીવાલો તો હતી એવી રહે છે.
હશે અંધારની કંઈ ખોજ કરવી,
અમસ્તું કોણ પાતાળે વહે છે !
ચહેરા
મ્હોરું પહેરી ફરતા ચહેરા,
ચહેરાથી યે ડરતા ચહેરા.
ઓટ અને ભરતી, બીજું શું?
ચઢતા ને ઊતરતા ચહેરા.
મૃગજળનાં મોજાઓ દોડે,
રેતી થઈને સરતા ચહેરા.
રેખા ભુંસી પડછાયા થઇ,
આંસુમાં કંઇ તરતા ચહેરા.
સ્મૃતિની એ પ્રભાત વેળા,
પારિજાત શા ઝરતા ચહેરા.
આંખોના ઝીણા દીવા લઈ,
શોધે છે કંઇ ફરતા ચહેરા.
મુકતકો
પડછાયો
સાથમાં પડછાયો લઇ ને હું ફરું છું,
આમ તો કેવળ હું એકજ બિંબ છું
બીજો પડછાયો મળેછે માર્ગમાં,
બિંબને લાગે છે કે પ્રતિબિંબ છું.
પડછાયા બદલવા છે?
દિલ એતો ઘણું સારું કે વાત બદલવી છે,
બોઝિલ જે બની ગઇ છે એ ભાત બદલવી છે.
પણ રોજ નવી નિંદર ને રોજ નવાં સ્વપ્નો,
પડછાયા બદલવા છે કે રાત બદલવી છે?
(અલવિદા ! _રતિલાલ ‘અનિલ’ના સૌજન્ય થી)
મને બહુ જ ગમતા શાયર. તેમણે ગઝલની ઉપેક્ષા થતી હતી, તે જમાનામાં તેની બહુ જતનથી સેવા કરી છે. તેમના જીવન વીશે વાંચો -
http://sureshbjani.wordpress.com/2007/02/13/ratilal_anil/
તેમના ચાંદરણા પણ વાંચો -
http://kaavyasoor.wordpress.com/tag/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0/%e0%aa%9a%e0%aa%be%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0%e0%aa%a3%e0%aa%be/
By: suresh Jani on 07/13/2007
at 4:10 PM
very nice gazal…!
really liked this one…
વિખૂટા પડેલા બધા શે’ર મારા,
હવે શેષ હું માત્ર મક્તો રહ્યો છું.
By: Urmi sagar on 07/13/2007
at 8:31 PM