Posted by: bazmewafa | 07/08/2007
પંડીત જવાહરલાલ નહેરુ_કરતી હૈ ફરિયાદ એ ધરતી કરે હજારો સાલ—મુહમ્મદઅલી વફા

મોતી ને દિયા શૌક સે લાલો જવાહરકા શબાબ
કયું ન્યોછાવર હમ કરે ન મહકતે હુએ ગુલાબ.
‘વફા’
મોતી=મોતીલાલ નહેરુ
કરતી હૈ ફરિયાદ એ ધરતી કરે હજારો સાલ.
તબ જાકે હોતા પૈદા એક જવાહર લાલ.
(અજ્ઞાત)
જવાહરને શ્ર્ધ્ધાંજલિ_મસ્તહબીબ સારોદી
શ્રધ્ધાથી કરશે વિશ્વ તારી રેહબરી કબુલ
બનશે ‘મશાલ’તારા બનાવ્યા બધા ઉસુલ,
એટમના ડરથી આજના ભયભિત વિશ્વમાં
શંતિનું એક પ્રતિક છે તારું ગુલાબ ફૂલ.
સદભાગ્ય કે , છો પથ દર્શક દીપક તમે
વિસ્તારી આત્મજ્યોત વિદારો છો અંધકાર.
છે પંશીલ જેવું પરમ લક્ષ્ય આપનું
વિશ્વાસ છે કે વિશ્વનું ભાવિ શાનદાર.
દ્રષ્ટિ છે અલોપ પણ હૈયાની સાથ છે,
ભારતનો લાલ ભારતની મૈયાની સાથ છે.
આઝાદ થઇ ગયો જો કે બંધનથી દેહના
એ યુગનો પ્રાણ રાષ્ટ્રનાં હૈયાની સાથ છે.
સિધ્ધાંત એના, એના નિયમ, એની ફિલસૂફી
એ સર્વે આ પ્રજાનાં રવૈયાની સાથ છે.
પ્રત્યેક દિલમાં ધબકે છે વિશ્વાસ એનો આજ,
સૌના અવાજ વિશ્વ રવૈયાની સાથ છે.
તું અશ્રુઓને ખાળ તારા માદરે વતન
કે તારો લાલ તારા એ હૈયાની સાથ છે.
મઝધારમાં છે નૈયા અમારીતો શું થયું?
એની નઝર તો દેશની નૈયાની સાથ છે.
આજે નથી એ કિંતુ’હબીબ’એ ભારતીય પ્રજા,
સ્વાધીનતાના શાંતિના કનૈયાની સાથ છે.
_મસ્તહબીબ સારોદી(કાવ્ય સંગ્રહ’મસ્તી’1965ના સૌજન્યથી)
તસ્વીરનું બીજું રૂખ વિભાજિત સ્વતંત્ર ભારત 1947 ’ હરદ્વાર
પાકિસ્તાન માં એવા લોકો પણ હતા જેમણે હિંદુઓ અને શીખોનું એ રીતે રક્ષણ કર્યું ,જે રીતે પોતાનું કરી શકતા હતા.હિંદુસ્તાનમાં પણ એવા ઘણા લોકો હતા જેમણે મુસલમાનોને બચાવાવાનો નિશ્ચય કરી લીધો હતો.સુબા સરહદમાં ‘સૂર્ખપોશો’(ભાગલા વિરોધી સ્વાતંત્ર સેનાનીઓ)એ ઘણુ ઉમદા ઈંસાનિયત નું કામ કર્યું.અને હજારો હિંદુઓની જાનો બચાવી.હિંદુસ્તાન માં પટેલ અને કૃપલાની મહારાણાપ્રતાપ અને રાણા સંગાની હેસિયત રાખતા હતા.ગાંધીજી અને નહેરુ મુસલમાનો માટે ઢાલ બની રહ્યા.
પંડીત જવાહરલાલ નહેરુ પિડિત હિંદુ નિરાશ્રિતો ની ખબર કાઢવા હરદ્વાર ગયા.આ તે લોકો હતા જે પોતાના સંતાનો,માતા પિતા ગુમાવી ભારત પહોંચ્યા હતા.એ શરણાર્થિયોમાંથી યુવાનોની એક ટોળકી એ પંડીતજીને ઘેરી લીધા.જેમના માત પિતા માર્યા ગયા હતા અથવા બહેનો અને દીકરીઓ પાકિસ્તાનમાં રહી ગઈ હતી.
પંડીતજીએ એમને સમજાવવા પ્રયત્ન કર્યો કે હિંદુ,મુસલમાનની બહસ અર્થવિહિન છે.આ રીતે વિચારો કે આટલા માણસો પાકિસ્તાનમાં માર્યા ગયા.અને આટલા લોકો હિંદુસ્તાનમાં માર્યા ગયા.એક નવ લોહિયાને આ ચર્ચા પર ગુસ્સો આવી ગયો.એણે પંડીતજી એક જોરનો લાફો મારી દીધો.આ હિંદુસ્તાના વડાપ્રધાન ના મોંહ પર મારવામાં આવેલો એક તમાચો હતો,પરંર્તુ પંડીતજીની સહશીલતા પણ દાદને પાત્ર હતી,એમણે એને કશું પણ ન કહ્યું.અને એનાં ખભા પર પ્રેમ થી હાથ મુકી દીધો.તે નવ જવાન બરાડી ઉઠ્યો! મરી માં મને આપો ,મારી બહેનો મને લાવી આપો.પંડીતજીની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં..એમણે કહ્યું તમને ગુસ્સો કરવાનો હક છે,પરંતુ પાકિસ્તાન હો કે હિંદુસ્તાન , આપવીતી તો એકજ છે.જે બધા પર વીતી ચુકી છે.
વાર્તા એકજ છે.જે બધાની સામે ભજવાઈ છે.
પંડીત જવાહર લાલ નહેરુ(1889-1965)_શોરીશ કાશમીરી(બૂએ ગૂલ પાન નં.23)
તસ્વીરનું એક રૂખ અવિભાજિત હિંદુસ્તાનનુ એક શહેર લાહોર 1929.
1929 માં અખિલ હિંદ કોંગ્રેસનું અધિવેશન લાહોર માં રાવી ના કિનારે ભરાયું.પંડીત જવાહરલાલ નહેરુ જવાની ના શિખર પર હતા.એમનું જુલુસ કાઢવામાં આવ્યું.એ સફેદ ઘોડ પર સવાર હતા. આખી બજારને દૂલ્હનની જેમ સજાવવામાં આવી હતી.આખો પંજાબ લાહોર માં ઊમટી પડયું.
બજાર અનારકલી એ સાચેજ અનારકલી નું રૂપ ધારણ કરી લીધું.જાણે જહાંગીરની સવારી આવી રહી છે.,અને અને અનારકલી સોળે શણગારથી ભરેલી છે.અથવા તે કોઇ પદમીની જેવી લાગી રહી છે.મોતીલાલ નેહરુ અને એમની ધર્મ પત્નિ એ ભલ્લા શો કંપનીના મકાનાં ત્રીજા માળ પરથી જુલુસ નિહાળ્યું. ધનીરામ ભલ્લાએ જવાહરલાલ ના ઉપર ચાંદીના રુપિયા ની વર્ષા કરી.
અજીબો ગરીબ દ્ર્શ્ય હતું.ચારો તરફ શ્ર્ધ્ધાનો સમંદર ઠાઠા મારી રહ્યો હતો. બેટા ના આવા સન્માન પર માં,બાપની આંખો ખુશી થી છલકાય ગઈ.
મૌલાના જફરઅલીખાં પોતાના વર્તમાનપત્ર ’જમીનદાર’ ની કચેરીની સામી પંડીતજીને રોકીને મુસાફો(બન્નેહાથે મુલાકાત કરવી તે) કર્યો.મૌલાના અખ્તરઅલીને મૌલાના જફરઅલી ખાનની તાજી નઝમ સંભળાવી.જેમાં હિંદુસ્તાનની આઝાદીનું એલાન કરવામાં આવ્યું.અને બ્રિટનની રાજાશાહી ના અંત ની ભવિષ્યવાણી રેલાવી ખુશખબરી આપવામાં આવી.
(શોરીશ કાશમીરીઉર્દુની પ્રથ્મ પંક્તિના લેખક,કવિ,પત્રકાર ,ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની 30 વર્ષની ઉમરે સ્વાતંત્ર્ય સંગ્રામાં 10 વરષ જેલ કાપી ચુક્યા હતા,નહેરુ,ગાંધીજી અને મૌલાન આઝાદના મિત્ર.અને એ જેલોનો સિલસિલો પાકિસ્તાન બનવા પછી ઐયુબના જમાનાસુધી વિધ વિધ ચાલ્યો.
મૌલાના જફરઅલી ખાન લેખક.ક્રંતિકરી શાયર, પત્રકાર સ્વાતંત્ર્ય સેનાની ભાગલાના પ્રખર વિરોધી,ગાંધીજી,આઝદ નહેરુ સાથે ખભે ખભા મિલાવી કામ કર્યું.પોતાનું દૈનિક અખબાર ‘જમીનદાર’આ મકસદ માટે ન્યોછાવર કરી દીધું)
Like this:
Be the first to like this post.
Posted in Article, આસ્વાદ, ઈતર, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, માહિતી, લેખ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, પરિચય_જીવન*કવન, માહિતી લેખ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, History, Shero shayri
નેહરુજી આજે હયાત હોત તો…? આ વાંચીને
સાચેજ આનંદ પામતે..
By: સુનીલ શાહ on 07/10/2007
at 2:09 AM