Posted by: bazmewafa | July 4, 2007

કુરઆનીક સંદેશ2__ દીપક બારડોલીકર

આ (કુર્આન)તો સમગ્ર જગત માટે બોધ ગ્રંથ છે.
(કુર્આન)

કુરઆનીક સંદેશ__ દીપક બારડોલીકર

સૂરએ નાસ

bismillah__786_a1.jpg

ગુજરાતી,ઉર્દુના નામવર કવિ જનાબ આદિલ મનસુરી સાહેબના અરબી લિપિ માં બિસ્મિલ્લાહના તૂઘરા(અરબી કલાત્મક ચિત્રાંકન તખતી) બીસમીલ્લા હિર્ર્હમાનિર રહીમ

પદ્યમયઅનુવાદ:

(કરું રબ નામથી પ્રારંભ ,જે મોટો કૃપાળુ છે,

નથી જેની દયાનો પાળ જે અનહદ દયાળુ છે.)

કહી દે,સર્વ શક્તિમાન તારણહાર છે મારો.
હિફાઝતમાં છું હું તેની, તે રાખણહાર છે મારો.

ધરા પર, આસમાનો પર ,ફકત એની હકુમત છે.
કરીલે સામનો તેનો ન એવી કોઇ તાકત છે.

બધાંય સરજકો કેરો ફકત તે એક છે સરજક,
ખરો માબુદ સૌનો બંદગીને એજ છે લાયક.

સુરક્ષિત રાખશે તે, દ્રુષ્ટ શત્રુની શરારત થી,
કે જે સંતાઇ જાયે ફોસલાવીને ઈશારત થી.

ગમે ન વાત સારી ,કાર્ય સારું ,નિત્ય ભરમાવે,
બુરાઇના ખયાલો માનવીના હૈયે ઉપજાવે.

શરારત એવી કરનારાં, જિનો કે હોય ઈનસાનો.
બદીના સ્વાંગમાં આવે એ સઘળાં લોક શયતાનો.

                                          __ દીપક બારડોલીકર

સુરએફલક

bismillah__0033__abc1.jpg

ગુજરાતી,ઉર્દુના નામવર કવિ જનાબ આદિલ મનસુરી સાહેબના અરબી લિપિ માં બિસ્મિલ્લાહના તૂઘરા(અરબી કલાત્મક ચિત્રાંકન તખતી) બીસમીલ્લા હિર્ર્હમાનિર રહીમ

 પદ્યમયઅનુવાદ:

 (કરું રબ નામથી પ્રારંભ ,જે મોટો કૃપાળુ છે,  

નથી જેની દયાનો પાળ જે અનહદ દયાળુ છે.)

કહી દે,સર્વ શક્તિમાન રક્ષણહાર છેમારો.
હરી અંધારના ઓળા બધે ઉજવાસ કરનારો

સુરક્ષિત રાખશે ,હૈયાનું સુખ હરતી બુરાઇથી,
બધી વસ્તુ,બધી મખલૂકની સઘળી બુરાઇથી.

તિમિર ઓથે વિકસતા દ્રુષ્ટ તત્વોની જફાઓથી,
હિફાઝત મારી કરશે એ ગ્રહણ ,મંતર ,બલાઓથી.

સુરક્ષા તેમનાથી કરશે જેઓ ગાંઠ વાળે છે,
ભણીને મેલાં મંતર તાંત ઉપર ફૂંક મારે છે.

સુરક્ષિત રાખશે તે દ્રેષની ઝેરી હવાઓથી,
ને ઇર્ષાળુ જનોની દ્રુષ્ટ નજરોથી નિગાહોથી.

          સુરએ ઇખ્લાસ

bismillah_778866__abc1.jpg

 ગુજરાતી,ઉર્દુના નામવર કવિ જનાબ આદિલ મનસુરી સાહેબના અરબી લિપિ માં બિસ્મિલ્લાહના તૂઘરા(અરબી કલાત્મક ચિત્રાંકન તખતી) બીસમીલ્લા હિર્ર્હમાનિર રહીમ

 પદ્યમયઅનુવાદ:

 (કરું રબ નામથી પ્રારંભ ,જે મોટો કૃપાળુ છે,  

નથી જેની દયાનો પાળ જે અનહદ દયાળુ છે.)

કહી દે હે મુહમ્મદ ! એ ખુદા બસ એક છે એકજ,
સકળ સંસારનો માલિક , નથી કો અન્ય,એ એકજ.

અનુપમ જાત બેપરવા ,ગરજ કોઇ ન ઈચ્છાઓ,
બધાં મોહતાજ એનાં, એ નથી મોહતાજ બંદાનો.

ન એ ઓલાદ કોઇની , ન એનાં કોઇ સંતાનો,
ન એની જાત ઉપર છે કોઇના લેશ અહેસાનો.

અસંભવ જોડ છે એની, બરોબરિયો નથી કોઇ,
નથી એ વિશ્વ કરતાનો સમોવદિયો નથી કોઇ.

                                                             __ દીપક બારડોલીકર

કુરાઆને કરીમના 30મા પારા(ખંડ)નો પદ્યમય ભાવાનુવાદ’આબે કવસર’ના સૌજનયથી.


Responses

  1. અદભુત! ઉપનીષદોના સુવાક્યો અને કુરઆનનો આ ભાવાનુવાદ ખુબ જ મળતા આવે છે. સર્વશક્તીમાન પ્રભુ કે પરમાત્મા વીશેના અભીપ્રાયોમાં કોઇ પણ ધર્મમાં અલગતા સંભવી જ ના શકે… કુરઆનનો ગુજરાતી અનુવાદ ક્યાંય મળે ખરો?

  2. આભાર ચિરાગ ભાઈ,
    કુરાનનો ગુજરાતી અનુવાદ અત્તર સ્થાન,ભાગાતળાવ,સુરત અથવા રાંદેર માંથી સાદિક બૂક ડેપો,રાંદેરમાં તપસ કરશો. કુરાનનો ગુજરતી તરજુમો અનુવાદક: (મૌલવી)અબ્દુર્રહીમ મવ.ગુલામ મોહંમદસાદિક.
    ‘વફા’


Leave a response

Your response:

Categories