Posted by: bazmewafa | June 29, 2007

પાકિસ્તાનમાં ગુજરાતી ગઝલ(1984 સુધી) __ દીપક બારડોલીકર


પાકિસ્તાનમાં ગુજરાતી ગઝલ(1984 સુધી) __ દીપક બારડોલીકર


તમારા આ નાજૂક પગોની ફિકર છે
અમારા નગરની ચે પથરાળ સડકો.

રમત સંતાકૂકડી ભૂલી ગયાં શું
કદી ભૂલેચૂકે આવીને અડકો.


આપણી કાવ્યકૂચનેસાડત્રીસ વર્ષ થવ આવ્યાં.કાફલો એના પ્રસ્થાન બિંદુથી ખાસો આગળ વધી ચૂક્યો છે.એની ચાલ પણ વેગવાન બની હોય એમ લાગે છે.
પ્રસ્થાન ગઝલને સથવારે થયું હતું અને એ સથવારો આજેય અકબંધ છે.અધિક દ્રઢ થયો છે.
વચમાં કતા,રૂબાઈ,નઝમ, ગીત, હાઈકુ વિગેરે કાવ્ય પ્રકારો પણ ખેડાતા રહ્યા.અક્ષરમેળ અને માત્રામ્ર્ળ છંદનો ઉપયોગ થયો અને અછંદાસના પ્રયોગો પણ થયા.
પરંતુ ગઝલ એ બધાથી અગળ રહી.એનો પ્રવાહ અસ્ખલિત રહ્યો. અને આજે આપણાં સમૂળા કાવ્ય ધનનું પ્રતિનિધત્વ કરી શકે એવો કોઇ કાવ્ય પ્રકર હોય તો તે ગઝલ છે.
શરૂમાં મુશાયારા પ્રવુત્તિનાં સંચાલનમાં કવિઓન બે મંડળો _ પાકિસ્તાન ગુજરાતી ગઝલ મંડળ અને અંજુમને મુસ્લિમ ગુજરાતી અદબ__ ખાસાં એવ સક્રિય રહ્યાં.ગઝલ મંદલની આગેવાની પ્રતિભાશાળી પત્રકાર અને કવિ_લેખક મર્હુમ માતરી સાહેબના હાથમાં હોવાથી એ મંડળના સભ્યો ભાષા શુધ્ધિની ખાસ કાળજી રાખતા.ઉર્દુ શબ્દો અને શબ્દ પ્રયોગોન ઉપ્યોગથી બચવાની કોશિશ કરતા.

જ્યારે અંજુમને મુસ્લિમ ગુજરાતી અદબનું વલણ એનાથીવિપરીત હતું.એના જૂનાગઢી આગેવાનોનો ઉર્દુ પ્રતિ ઝુકાવ વિશેષ હતો.આથી અંજુમનનાં સભ્યોમાં ઉર્દુ શબ્દો અને શબ્દપ્ર્યોગોનું ઉપયોગનું વલણ વધતું ગયું.જોકે હવે એ વલણનાં વળતાં પાણી થયાં હોવાનું જોવા મળે છે.
આ મંડળો માસિક મિલન પણ યોજતાં.જેમાં રજૂ કરાતી ગઝલો વિશે અને ગઝલની રચના વિધિ અને અરબી છંદો વિશે ચર્ચાઓ પણ થતી. આ રીતે ,આ મંડળોએ તેમના સભ્યોમાં ગઝલ રચવાની સમજ વિકસાવવામાં સારા પ્રયાસો કર્યા હતા એમ નિ:શંક કહી શકાય.
આ મંડળોએ કાવ્ય પ્રવુત્તિને વેગ આપવા માટે ,ફોરમ, અને ‘સલસલિલ’નામે પુસ્તિકા_પ્રકાશનનો સિલસિલો પણ 1955 પહેલાં શરૂ કર્યો હતો.જોકે આ પ્રકાશન પ્રવુત્તિને તેઓ એકેકે પુસ્તિકાથી આગળ જારી રાખી શ્ક્યા નહોતા.

આ મંડળો સિવાય બીજાં કેટલાક મંડળો,કાવ્ય સાહિત્ય્ના વિકાસ માટે સક્રિય રહ્યાં છે.જેમાં પાક ગુજરાતી સાહિત્ય મંડળ ,ગુજરાતી સાહિત્ય સભા અને ગુજરાતી કવિ મંડળ ખાસ ઉલ્લેખનીય છે.

કવિઓના આ મંડળો સામાન્ય ગઝલી મુશાયરાના આયોજન ઉપરાંત ધાર્મિક પ્રસંગોએ મુસાલેમા,મુકાસેદા હમ્દિયા,નાતિય્હ અને મંકબલિયા મુશાય્રા પણ યોજતા રહ્ય છે.તેમના પ્રયાસોથી ધાર્મિક કાવ્યસાહિત્ય્નો વિકાસ પન નોંધ પાત્ર હદે થવા પામ્યો છે.ધાર્મિક મુશાયેરાના આયોજનમાં ઈશના અશરીક લમ મંડળ પણ ખાસ્સું સક્રિય રહ્યું છે

1 નયન ધારા_____ સાલિક પોપટિયા
2 ખંડિત શમણા__ સાલિક પોપટિયા
3 છીપનાં મોતી __ સાગર કુતિયાનવી
4 પૂષ્પ અને પાનખર __ રફીક હમીદાણી
5 સાબિરનાં મોતી ____સાબિર થાણિયાણી
6 ઝંઝાવાત ________ નઝર ગફૂરી
7 પરિવેશ ______ દીપક બારડોલીકર
8 અભિધા _______ ઉમર જેતપુરી
9 નિનાદ(અછંદાસ) _______ મહંમદ બેગ
10 નજરાણું ________ નઝર ગફૂરી
11 જવહરે શમશીર ________,શમશીર વીજપડીવાળા
12 મહેશર મૂડી ________ આસિફ મિરઝા
13 મુક્તિનો પરવાનો________ નિશાત નુરાની
14 શિકવા અને જવાબે શિકવા(પદ્યનુવાદ)___ આદિમ કુતિયાનવી
15 આબે કવસર ________દીપક બારડોલીકર
16 પદ્યશાસ્ત્ર(છંદ શાસ્ત્ર) ____નઝર ગફૂરી.

નોંધ : શ્રી દીપક બારડોલીકર નાં જીવન કવન પર એક લેખ ‘બઝમે વફા’ માં આગળ પોસ્ટ થયો છે ,વાંચવા વિનંતી છે.

દીપકનાં પ્રકાશનો:

1 ગુલમોરનાં ઘુંટ .
2 એની શેરીમાં .
3 તલબ .
4 આમંત્રણ .
5 મોસમ.
6 વિશ્વાસ .
7 પરિવેશ.
8 સુન્નીએ વહોરા(ઈતિહાસ) .
9 વહોરા વુભૂતિઓ.
10 સાંકળોનો સિતમ .
11કુરઆન પરિચય.
12 આબેકવસર
13 સિરાતે હરમ

સંપાદન :
14 વિદેશી ગઝલો(પાકિસ્તાનના શાયરોની ગુજરાતી ગઝલો)


પાક ગુર્જર કવિઓના ટહૂકા

1 દીપક બારડોલીકર


વરસ્યો છું!


કવિ છું ને ગઝલની ગુંજમાં ઘર ઘર વરસ્યો છું!
ઘડી કે બે ઘડી ના ,હું અહીં અકસર વરસ્યો છું.!

એ કારણ રૂપ નિત કુરનિસ બજાવી માન આપેછે,
કે હું, સૌંદર્ય રીઝે એટલું સુંદર વરસ્યો છું!


મારૂં નગર

બારડોલી તજીને આવ્યો છું,
છે કરાંચી હવે નગર મારૂં !

હું છું દીપક અને આ વસ્તીની
શેરી_શેરી મહીં છે ઘર મારું !


ચપટીક ચાંદની

તું અગર ચપટીક આપે ચાંદની,
સૂર્ય જેવો સૂર્ય સ્વીકારું નહીં.

તું મને તારો ગણીને જોઇલે,
મુગલે આઝમનેય ગણકાણું .


ઉપમાં નહીં આપું.

રૂપાળું છે રૂપક કિંતુ ખુમારી એને કયાં જાશે,
હું કાતિલ નૈનને શમશીરની ઉપમાં નહીં આપું.

કરીને ઘાવ હૈયા પર પ્રણય અમૃત વહાવે છે,
પ્રિયે તારી નજરને તીરની ઉપમા નહીં આપું.

2 મઝાનો માણસ__નઝર ગફુરી


હોય દાનો કે દિવાનો માણસ
છે હકીકતમાં તમાશો માણસ

શું વિચારે કોઇ એના માટે
રોજ બદલે જ્યાં વિચારો માણસ.

માણસાઇ માં રહ્યો છે પાછળ
ચાંદ પર પહોંચી જનારો માણસ.

પામવા તુજને ફરિશ્તા શોધે,
તુ છે કુદરતનો ખજાનો માણસ.

એક દિલ છે અને સદમાં લાખો,
શું કરે હાય બિચારો માણસ.

કાલે બેઠો તો ‘નઝર’ની સામે
એ તો લાગે છે મઝાનો માણસ.


3 ખાદિમ કુતિયાનવી


હેરતથી એના રૂપને જોતી રહી નજર,
પરર્દો ઉથયો તો આંખથી પલકાર પણ ગયો.

મહેફિલથી તેઓ જાય તો રોકી શકાય ના,
ઉડી જતી સુવાસને બાંધી શકાયના.

કોઈ ટકોરા મારે તો એ ખોલવાં પડે,
કે બારણાંઓ સાવ તો વાસી શકાયના.

‘ખાદિમ’ શબ્દો સાથે નો સંગાથ છે અતૂટ,
એ નાતો એવો છે કે ઉવેખી ના શકાય.


4 તનવીર વાસાવડી


નવી માટી નવો ચુનો નવી ઈંટો હું શોધું છુ,
સમયની માંગણી છે કર,નવું ચણતર નવી રીતે.
*
સમય માંગણી એની પૂરી કરે છે,
જે પૂરી કરે માંગનીને સમયની.
*
જેલ ખાનામાં જગતનાં કેવી અવળી રીત છે.
મુક્ત નાદાનો અને દાતા બધા જંજીરમાં.

મારાથી ગુમ થયેલ હું મુજને મળી ગયો,
એનાથી જ્યારે મારી મુલાકાત થઇ ગઇ.
*
‘તનવીર’દિલની વાતને કળવી કઠિન છે
સાગરનો તાગ ન મળે ડુબી ગયા વિના.


5 તૌફીક પ્રીતમ


માર્ગ દેખાડું.

દ્રશ્યને દ્રશ્યથી જુદું પાડું.
આવ દરિયામા માર્ગ દેખાડું.

આજ વિશ્વાસ સ્વાસમાં મુકી
મોતને બે ઘડી તો રંજાડું

કેમ ઉચ્ચારું જે હો જગ જાહેર
ભેદની વાત કેમ સંતાડું.

સપ્તરંગી હતી એ રસવેલી
એના રંગોને મનમાં સંતાડું.

રસ ઝરણ!આવ કે તરસ છે અસહ્ય
પ્રાણ ચાતકને કંઇક તો પીવાડું

જેનું પાષાણ છે હ્રદય પ્રિતમ
એને ઠોકર કેમ ન વળગાડું.


6 અશ્ક માણાવદરી


સમર્પણ ભાવ લઇ ને હું તમારી પાસ આવ્યો છું
તમારાથી કશું માંગુ નહીં ,એ ખાતરી રાખો
*
રૂઠોના મુજથી ,માફ કરો મુજને દોસ્તો
કહેવાઇ ગઇ છે ભૂલથી વાતો ખરી ખરી.

દુ:ખની લિજ્જત

તમારા દુ:ખ મને આપો તમે મારી ખુશી રાખો.
તમારો મિત્ર છું વાત એટલી પણ શું નહીં રાખો.

કદી મત્લબ પડે તો ‘અશ્ક’ પાસે ચાલ્યા જાજો,
તમારી ડયરીમાં એનું ઠેકાણું લખી રાખો.

7 ફઝલ જામનગરી.

રણઝણે છે કોણ


ધડકનોમાં રણઝણે છે કોણ જો
છાનુંમાનું ગણગણે છે કોણ જો

પૂરનો ભય અવગણે છે કોણ જો.
રેત પર આ ઘર ચણે છે કોણ જો.

રાત આખી જાગી એની આશમાં
રાતના તારા ગણે છે કોણ જો.

આપ મેળે કેમ એ ફફડી ગયો,
ખોફને દિલમાં વણે છે કોણ જો.

ખેતરે વાવી દીધાતા ’ઘઉં’ અને
પાક આ જવનો લણે છે કોણ જો.

કાં શરદ રૂતે ‘ફઝલ’ ભડકા થયા
દિલ જેગરના તાપણે છે કોણ જો.


8’ સાલિક’ પોપટિયા

કિનારા કંઈ નથી કહેતા


ફિઝં ખામોશ છે જાણે નઝારા કંઈ નથી કહેતા.
જિગર બેચેન છે તોયે સિતારા કંઈ નથી કહેતા.

સફરમાં પણ દિલાસો એટલો અમને નથી મળતો,
છે મંઝિલ કેટલી છેટે ઉતારા કંઈ નથી કહેતા.

વમળ કેરી થપાટોએ ફગાવઈ છે આરે પણ_
અમારી નાવ ક્યાં ડૂબી કિનાર કંઈ નથી કહેતા.

જીવનાની અલ્પતાનો મર્મ પામી જાત સૌ કિંતુ,
ઉઘાડા હાથ લઈ જગથી જનારા કંઈ નથી કહેતા.

પ્રણયમાં હોય ના ફરિયાદ સાલિક જો પતંગાને,
જીવન બાળી, શમને ભેટનારા કંઈ નથી કહેતા.

Leave a response

Your response:

Categories