Posted by: bazmewafa | June 29, 2007

પડછાયા ચડ્યા_મોહંમદઅલી’વફા’

પડછાયા ચડ્યા

સાપ સુંવાળા બધા યે ઝેર ઢાંકી પડ્યા.
શું ખબર કોને કયારે ને કયારે નડયા.

નીલ વર્ણું કેટલાયે આંતમાં લોહી વહે
કેટલી આંખો મહીં ભુરા પડછાયા ચડ્યા.

કેટલી ઈચ્છા ગઈ આળોટતી આ કંટકે
કેટલા બાગો તણા સપના અહીં ફૂલે ફર્યા.

છટપટી થઇ કેટલી આ વાંસળી થઇ વાંઝણી
કેટલા શબ્દોને ત્યારે કંઠના કામણ મળ્યા

કેટલા વિષાદને ઝીલી લીધો છે વાદળે,
કેટલી આંખો તણા પત્થર થકી ઝરણાં ઝર્યા.

કેટલા સુરજને ચેનથી ઉગવા દીધા,
કેટલી રાતો તણી માંગો મહીં સિદુર ભર્યા.

હું;વફા’ જયારે ગયો સુઈ બેહદ ચેનથી
કેટલી આંખો મહીંથી ખૂનના દરિયા વહ્યા.

_મોહંમદઅલી,વફા,(26જુન2007)

Leave a response

Your response:

Categories