બોદા શબ્દોની ભીંત ચણવા વાળાઓ _ આદિલ મનસુરી
બોદા શબ્દોની ભીંત ચણવા વાળાઓ
રાતા વકતવ્યનો જાદુ કયારનો તૂટી ગયો છે
અને તમે પ્રભાત ના મારગમાં પડીને પૌઢો છો
ચિંતા ના વાળો પર મુર્ખ સફેદી ફરી વળી
અજાણી હવાઓ તણખાઓ ને વેર વિખેર કરી ગઈ
શેરવાની પહેરીને ઘણા આકર્ષક લાગો છો
પહેલાં દાતોનું એક ચોકઠું બનરાવી લો
જેથી તમે અરીસામા જુઓ ત્યારે સ્મિત તો વેરી શકો
બોદા શબ્દોની ભીંત ચણવા વાળાઓ
(શ્રી આદિલ મનસુરીની આઝાદ ઉર્દુ નઝમ નો અનુવાદ.હશ્રકી સુબહે દરખ્શાં હો..માંથી_વફા)
Posted in અછાંદસ