આંખો_રમેશ પારેખ
દીધું ન જાય કોઇ પંખીનું નામ
એવી હોડોમાં ઉઘડતી ગ્હેક
જાણે બધું નજરાઈ જાતું ન હોય
એમજેને જોઉં તે મ્હેક મ્હેક
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં
આંબાની લુમઝુમ સાખો
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો
*****
નકશાના દરિયા જેવું.
કિલ્લાઓનું સામ્રાજય પ્રસરતુ રહે કોના માટે
બનાવોથી હણહણતા પ્રદેશોમાં
તલવારો તણખલું બની વાંકી વળી ગઈ હશે
ચક્ર વ્યુહોમાં પંખી મર્યું હશે કોણ?
કોની સામે બળવો કરવાના વિચરો પલાળે
નકશાના દરિયા જેવું.
_રમેશ પારેખ
આપના પ્રતિભાવ