Posted by: bazmewafa | 06/18/2007

મહા કવિ ઈકબાલ શ્રેણી:આચાર્ય જનાબ મસ્ત મંગેરા.

iqbalin-jeruslem.jpg

અલ્લામા ઈકબાલ જેરુસલેમમાં

 khodiko.jpg

મહા કવિ ઈકબાલ શ્રેણી:      

  ડો.ઈકબાલનો સંદેશ  

 ઓ નાદાન ! તું ફિરંગીઓ પાસે સારી લાગણી ,સારા વર્તાવની આશા રાખે છે.? તું જાણી લે,યાદ રાખ ! તેનાં પંજામાં સપડાયેલા પક્ષી પ્રત્યે બાઝ(ગરૂડ) પક્ષી કદી રહમ કરતું નથી !            

 પિતાએ વારસામાં આપેલો મણિ સ્વીકારતાં તારે શરમાવું જોઈએ, પથ્થરની ખાણમાંથી મણિ મેળવવાનો આનંદ ઓરજ હોય છે !દુનિયાની હસ્તી ,નેસ્તીની ચર્ચા મારી સાથે શું કરે છે ?હું તો એટલુંજ જાણું છું કે  હું છું , પણ એ નથી જાણતો કે એ હોવા, ન હોવાનો તિલસ્મ ,જાદું શું છે?                 

મયખાનાનું પ્રત્યેક શરાબપાત્ર, શીશી અને જામ સરકારી કોટવાલનાં ભયથી કંપે છે.પરંતુ એમાં એક અપવાદ  આશકની સુરાહી છે, ઉલટો કોટવાલનો પથ્થર તેનાથી કંપે છે.       

ખુદીનું વર્ણન તું સંકેત (પરદા) માં કરે છે.તો ભલે  પણ મારું કહેવું એ છે કે એ પરદાને પરદોજ રહેવા દેજે, ફાડીશ નહીં,કેમકે દ્રષ્ટિનો પાલવ એ વિષયમાં સાવ ટૂંકો છે.   

પાનખરે એના પરનાં પાંદડા ખેરવી નાંખ્યા છે, એ જૂની ડાળ પરથી માળો ખસેડવાની વાત શરમ ભરી લાગે છે: કેમકે તું એજ ડાળની શૈયા પર પીંછા અને પાંખ પામીને મોટો મોટો થયો છે., એ તું ભૂલી જાય છે !     

ગઝલ કહેતાં કંઈ એવી ગઝલ કહેકે  પૃકૃતિ પોતાનાં વાજિંત્રો સૂર તને આપવા માંડે ! જે પ્રકૃતિ સાથે સ્પર્ધામાં ઉતરે તે વલી કેવો !                    

(તાજેતરમાં પ્રગટ થયેલ ડો.ઈકબાલના ઝબૂરે આઝમ સંગ્રહમાંથી__આચાર્ય જનાબ મસ્ત મંગેરા.તંત્રી: વહોરા સમાચારનાસૌજન્યથી) 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers