Posted by: bazmewafa | June 16, 2007

શબ્દસેતુ 10જુન007 મીટીંગ_શ્રી જયગજ્જર


શબ્દસેતુ 10જુન007 મીટીંગ__શ્રીજયગજ્જરશબ્દ સેતુ ની સભામા પ્રવચન કરતા
મહેમાન શ્રી ફાધર વર્ગીસ પૉલ,ડાબી બાજુ શ્રીપ્રકાશ મોદી,જમણી બાજુ શ્રી જય ગજ્જર છે.જેપેગ ઇમેજ ફોંટ માંફાઈલ હોય એને વાંચવા બે વાર કલીક કરો

asmavergfesea.jpg

asmac.jpg

asmab.jpg

મિત્રો,મુરબ્બીઓ,સહયોગીઓ

10જુન2007ના ‘શબ્દ સેતુ’ નો રીપોર્ટ વાંચી ઘણો આનંદ થયો.શબ્દ સેતુના આયજકો આ માટે ધન્યવાદના અધિકરી છે. ફરી એક વાર શ્રી વરગીસ અને અસ્મા દલલ ને મળવા ,સંભળવાની તક ગુમાવવા બદલ ખેદ થયો. ટોરંટો માં થી નિકળતા ત્રણેક પખવાડિકના ઉલ્લેખ સાથે ‘શબ્દસેતુ’ અને ‘શ્વર અક્ષરના’ અદના સભ્ય તરીકે અને કેનેડાન સહુ પ્રથમ ગુજરાતી .વેબ(બ્લોગ) બઝ્મે વફા(www.bazmewafa.wordpresscom/) અને બાગેવફા((www.arzewafa.wordpresscom/ નો પણ પરિચય થતો રહે એવા નમ્ર સુચન પ્રતિ ધ્યાન દોરવાનું મન થાય છે.
સાથે શાથે www.shayri.com/ માં પણ ‘વફા’અલી(કરતેહૈં) માં પણ હિંદી_ ઉર્દુ લિપીમાં બ્લોગ અસ્તિત્ય્વ ધરાવે છે.જેમાં હું વ્ય્કિતગત રીતે કોઇને પણ ઓળખતો નહોવા છતાં એક વર્ષ ઉપરના ગાળામાં 12 હજાર ઉપર મુલાકાતીઓનીએ કલીક છે. લખવાનું ધોરણ દસ થી શરુ થઈ ચુકેલું.પરંતુ પધ્ધ્તિસર લખાણ 1964થી શરૂ કરેલું.1972માં કેનેડા આવ્યા પહેલાં કવિ ગુરૂ(ઉસ્તાદ)મર્હુમ જનાબ મસ્તહબીબ ના માર્ગદર્શન અને ઈસ્લાહ હેઠળ અરબી છંદોમાં કાવ્ય રચના શરૂ કરેલી. મુરબ્બી શ્રી રતિલાલ અનિલ.શ્રી ભગવતી કુમાર શર્મા,શ્રી ગની દહીં વાળાનુ પણ સારું ઉત્તેજન મળેલું. અને મારા ખાસ માનનીય મુરબ્બીઓમાંઆચર્ય શ્રી મસ્ત મંગેરા(તંત્રી: વહોરા સમાચાર સામયિક_સુરત, )શ્રી આઈ.ડી.બેકાર(હઝલ સમ્રાટ ,મહાગુજરત ગજલ મંડળના રૂહે રવાં(આત્મા)ગુજરાતી શાયરીની ગુજરાતના કસ્બા ,શહેર અને ગામોમાં જ.સીરતી.જ.નિસાર અહમદ શેખ(શેખચલ્લી),શ્રીઅનિલ.શ્રી બેબાક રાંદેરી,શ્રી મસ્ત હબીબ સારોદી વિ.સાથે કઠિના પ્રવાસો આદરી મુશાએરા,અને મુશાએરી આદરી પહૉંચતી કરી. )
22-23 વર્ષની ઉમરે શ્રી ઊશનશ,રૂસ્વા મઝલૂમી,શૂન્ય પાલન પુરી, શ્રી ઘાયલ.શ્રી અકબર અલી જશદણ વાલા,શ્રી જયંત પાઠક,સરોજ પાઠક ,આદરણ્રિય અને મુરબ્બી મિત્ર અને મુત્ર જ..અદમ ટંકારવી, જ.સૈયદ રાઝ(નવસરી) શ્રી નાઝ માંગરોલી પ્રિંસીપલ ચીમનલાલ વ્યાસ(લો કોલેજ_સુરત)વિ.સાથે કવિ સંમેલનો મુશાએરામા ભાગ લેવાનું માન પ્રાપ્ત થયું .
‘શબ્દ સેતુ ;યોજિત ટોર્‍ંટોના છેલ્લા બે મુશાયેરામા પધારેલ શ્રી આદિલ મંસુરી અને શ્રી અહમદ ગુલ સાહેબો એ પણ હોંસલા અફઝાઈ કરી. 1964 થી 1972 કેનેડા ગમન સુધી ‘ગુજરાતમિત્ર; દૈનિક_સુરત,’રંગતરંગ,’ઈનસાન.શબનમ. વહોરા સમાચાર,ઈસ્માઈલી(મુંબઈ),મુઝાહિદ(સુરત) વિ.માં રચનાઓ પ્રગટ થયેલીઉપર નિર્દેશિત ઘણા મહનુભાવોનાં કાવ્ય એમના પરિચય સાથે ,બઝમે વફા, માં વાંચવા વિનંતી છે. ’બાગે વાફા,મારી અંગત રચનાઓનો સંચય છે. જ્યારે ‘બઝમે વફા’એક સાહિત્યિક ડાઈજેસ્ટ છે.જેમાં મેં ગુજરાતી સાથેઅંગ્રેજી,ઉર્દુ,ફારસી,અરબી,ચીની,જરમન અની ઘણી અન્ય ભાષાઓની સુંદર રચનાઓનો શક્ય સુંદર અનુવાદ આપવા પ્રયત્ન કર્યો છે. .શબ્દ્સેતુ.સ્વરઅક્ષર,ટોર્‍ંટોમાથી સારા અને માનીતા ગુજરાતી સાહિઓત્યકાર શ્રી જય ગજ્જર સા. તરફ્થી એમની સુંદર લઘુ વાર્તાઓ મળતી રહે છે.એનો ઋણી છું.નવોદિતમાં ભઈ શ્રી ‘અંકિતન’ની રચનાઓ પણ બઝમે વફાને મળી છે. ’શબ્દ સેતુ’અને ‘સ્વર અક્ષરમાં’ ઘણા સુંદર અને આશસ્પદ લખનારાઓ છે.કવિતાના બંધારણને અનુસરી એમની રચનાઓ,વાર્તાઓ,નિબંધો,અન્ય લેખ મળે તો ,બઝ્મે વફા. માં પ્રકાશિત કરતાં ઘણો આનંદ થશે

થોડું ગુજરાતી ફોંટ વિષયક:


તમામ ગુજરાતી વેબસાઈટો(બ્લોગો)એ, ઘણી સરળતાને લઈ યુનીકોડ ગુજરાતી ફોંટ અપનાવ્યો છે.તાજેતરમાં ગુજરાતનું નામાંકિત દૈઓનિક ‘સંદેશ’ એ પણ ઈ_મિડિયાની કોપી યુનીકોડમાં મુકી છે.ટોરંટો થી પ્રકાશિત થતા તમામ ગુજરાતી અઠવાડિક,કે સાપ્તાહિકો આ ફોંટ અપનાવી લે તો ઘણું સરળ ,સહેલું અને આર્થિક રીતે પૈસા ની બચત રહે શે.તમામ ,લેખકો,કટાર લેખકો,કવિઓ,નિબંધકારો અન્ય બધુંજ એમને યુનીકોડ માં મોકલે તો એ સીધું પ્રૂફ રીડ કરી પ્રીંટમા ચાલ્યું જાય. આથી એ સામાયિકો રીટાઈપની ઝંઝટ અને મહેનત થી બચી જશે.એ એમનો કિમંતી સમય અને થૉડા પૈસા પણ બચશે.(જેથી સર્જકોને થોડું ઉત્તેજના રૂપે વળતર પણ આપી શકાય)
યુનીકોડ સિવાયના ફોંટમા લખાયેલા લખાણ ને વેબ પર પોષ્ટ કરવાની પારાવાર મુશ્કેલી છે. ક્યાંતો એને રી ટાઈપ કરો અથવા જીપેગ ઈમેજ બનાવી પોસ્ટ કરો. વેબ(બ્લોગ) મહદ અંશે બિન વ્યાપારી ધોરણે જાહેરાતો પણ લીધાં વગર, ચાલતા હોય છે.એમની પાંસે કોઇ પગરદાર સ્ટાફ પણ હોતો નથી. જે થી યુનીકોડમાં રીટાઈપ કરે.એક સાહિત્યિક નિ:શુલ્ક સેવાના આદર્શથી આ બધું થાય છે. યુનીકોડમાં કેવી રીતે લખવું ?એની માહિતી ‘બઝમે વફા”ના હોમે પેજ ની ડાબી બાજુએ ,કોંપ્યુટરમાં ગુજરાતી માં શી રીતે લખવું? મા માહિતી આપી છે..વધુ માહિતી માટે abhaidu@yahoo.com/ નો સંપર્ક સાધવા વિનંતી છે.

કહેનેકો દિલકી બાતકો એક આગ ચાહિએં,
સુનને દિલકી બાતકો સબ્જ બાગ ચાહિએં.
_મોહંદઅલી ભૈડુ’વફા’


Leave a response

Your response:

Categories