Posted by: bazmewafa | 06/07/2007
શ્રી અટલબિહારી બાજપાઈ મઝારે અલ્લામાં ઈકબાલ પર-મુહમ્મદઅલી વફા
શ્રી અટલબિહારી બાજપાઈ મઝારે અલ્લામાં ઈકબાલ પર.
ભારતના માજી વડાપ્રધાન અને 1977ની આજુબાજુ મિશ્ર પ્રધાન મંડળમાં રહી ચૂકેલા માજી વિદેશ પ્રધાન (કવિ જીવ) શ્રી અટલ બિહારી બાજપાઈ અલ્લામાં ઈકબાલની મઝારની મુલાકાતે.શ્રી અટલ બિહારી બાજપાઈ જયારે પકિસ્તાનની મુલાકાતે ગયા ત્યારે લાહોરમાં તેઓ અલ્લામાં ઈકબાલના મઝારની મુલાકાતે પણ ગયા. ત્યાં ભેગી થયેલી માનવ મેદનીને સંબોધન કરતાં એમણે કહ્યું, ‘આપણા બન્ને દેશોનાં શિક્ષિત લોકો,કલાકારો, વિજ્ઞાનીઓ, ટેકનીકલ નિષ્ણાતો,રાજ કારણીઓ,ખેલાડીઓઅને સામાન્ય શહેરીઓએ એક બીજાના દેશમાં વારંવાર આવ જાવ કરવી જોઈએ.અને એના માટે બન્ને દેશની સરકારોએ વધુમાં વધુ સગવડો એક બીજા માટે આપવી જોઈએ.’ આગળ ચાલતાં મુસાફરીનું મહત્વ સમજાવતાં એમણે કહ્યું , ‘જીવનનું ખરું મહત્વ આગળ વધવામાં અને પ્રગતિ કરવામાં રહેલું છે. અને આ સત્ય સમજવામાં અલ્લામાં ઈકબાલની શાયરી કરતાં વધુ સરસ શાયરી કોની હોઇ શકે ?આટલું કહી એમણે અલ્લામા ઈકબાલની નીચેની પંકતિઓ ભેગા થયેલા જનસમૂહને સંભળાવી:
ઠહેરતા નહીં કારવાને વજુદ,
કે હર લહેજા તાઝા હૈ શાને વજુદ
સમઝતા હૈ તુ રાઝ હૈ જિંદગી,
ફકત ઝૌકે પરવાઝ હૈ જિંદગી.
બહુત ઉસને દેખેં હૈ પસ્તો બુલંદ,
સફર ઇસકો મંઝિલસે બઢ કર પસંદ.
સફર ઝિંદગી કે લિયે બર્ગો સાઝ,
સફરકી હકીકત હઝર હૈ મજાઝ.
શબ્દાર્થ: વજુદ=અસ્તિત્વ
રાઝ= ભેદ
ઝૌકે પરવાઝ= ઉડ્ડયન નો શોખ્
પસ્તો બુલંદ= ઢળાવ અને ચઢાણ
બર્ગો સાઝ=સામાન
હઝર=સ્થાનિક રહેવું
મજાઝ=શક્તિ
(મહા કવિ ઈકબાલ_સં.આચાર્ય જ.મસ્ત મંગેરા તંત્રી:વ.સમાચાર ના સૌજન્યથી)
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, નઝમ, માહિતી, શાયરી, શેર, સત્ય ઘટના, Urdu Gazhal | Tags: Allama Iqbal, AtalbihariBajpai, નઝમ, શાયરી, શેર, Sher, Shero shayri, UrduNazm
આપના પ્રતિભાવ