Posted by: bazmewafa | May 26, 2007

ડો.ઈકબાલનું અનોખું સર્જન : ’ઝબૂરે આઝમ’__જમિયત પંડયા*અમદાવાદ

iqbal6.jpg 

ડો.ઈકબાલનું અનોખું સર્જન : ’ઝબૂરે આઝમ’
_જમિયત પંડયા*અમદાવાદ
મહાકવિ ઈકબાલ શ્રેણી 2


બાંગેદરા,પયામે મશરિક,મસ્નવી અસરારો રમૂઝ,બાલે જિબ્રીલ,ઝર્બે કલીમ, જાવીદ નામા,મુસાફિર પસ ચે બાયદ કર્દ અને ઝબૂરે આજમ આટલી રચનાઓ(પદ્યમાં)ડો.ઈકબલની હયાતીમાં પ્રસિધ્ધ થયેલી છે.જ્યારે અર્મુગાને હિજાઝ તેઓન ઈંતેકાલ પછી પ્રકાશિત થયેલું પુસ્તક છે.આ દસ કાવ્ય રચનામાં એમણે 13,000 જેટલા શેર લખ્યા છે.
આ પુસ્તકોમાં ક્રમશ :તેઓનું અભ્યાસુ જીવન અને વિકાસનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે.અને એમ પણ લખવું અતિશયોક્તિ ભર્યું નહિ ગણાય કે અભ્યાસુઓ માટે આ વિકાસની પગથાર છે.એમાં જિવનનાં મર્મો અને જ્ઞાન પણ છે.
તસવ્વુફ,તગઝઝુલ,રિન્દાના વગેરે રંગોમાં પણ ઈકબાલની આગવી દ્રષ્ટિ જોવા મળે છે.એમની નિજી મદ્રેસાની તાલીમ આ પુસ્તકોમાંથી જિજ્ઞાસુઓ મેળવી શકે છે.એમાં બોધ અને પ્રચાર પણ છે.ઈકબાલને સમજવ હોય તો ઉપરોકત પુસ્ત્કોનાં ક્રમ વાર વાંચન મનનથી જ સમજી શકાશે.જેનું શિક્ષણ ‘ બાંગેદરા’ થી શરૂ થાય છે.એમાં અભ્યાસ પ્રેરણા ઘડતર ,પકવતા,પ્રગતિ વિકાસ ,પૂર્ણાહુતિ અને વિજય ,આ ક્રમ ઈકબાલ સાહિત્યના આજીવન અભ્યસુ જનબ’મુનાદી’સાહેબ મર્હુમના અભ્યાસ સુચન મુજબનો છે.‘ઝબૂરે આઝમ’ નું મહત્વ તેનાં મનન અને ચિંતન માં છે.એમાં દોઢસો ગઝલો ગ્રંથસ્થ થયેલ છે. આ ગઝલોમાં એક પ્રકારનો નશો છે. પરાધીન માનસમાંથી સ્વતંત્ર થવા માટેનો ,પછી તે ગમે એ કોટિની પરતંત્રતા હોય.
હવે ‘ઝબૂરે આઝમ’ નો રસસ્વાદ માણીએ.
‘ઝબૂરે આઝમ’ ફારસી ગઝલોનો તરબતર જામ છે.જે એ કોટિના પીનારાઓ માટે છે,કે જે તસવ્વુફ_રહસ્યવાદનો નશો જીરવી જાણે.આ અલૌકિક નશો છે.
ઈકબાલ કહે છે:

દરીં મયખાના અય સાકી, નદારમ મહરમે દીગર
કે મન શાયદ ન ખુસ્તીં આમદમ અઝ આલમે દીગર.

ઓ સાકી ! આ સુરાલયમાં રહસ્યોનો કોઇ જાણનાર નથી.મને સમજાય છે કે કોઇ જુદીજ દુનિયામાંથી હું આ સુરાલયમાં પહેલીવારજ આવ્યો છું. બીજા શેર માં કહે છે :

દમે ઈં પયકરે ફર્સુદારા સાઝી કફે ખાક ફશાની
આબો અઝ ખાક આતશ અંગેઝી દમે દીગર.


એક ઘડીમાં તો તું મારા આ ચિમળાય ગયેલા ચહેરાને એક માટીની મુઠી રૂપ બનાવી મુકે છે. અને બીજી ઘડીએ તું એ માટીમાંથી અગ્નિ પ્રગટાવે છે.આગળ કહે છે:

‘‘બયાર આં દવલતો બેદારો આં જામે જહાં બીરાં
અજમરા દાદઈ હંગાઅમએ બઝમે જમે દીગર.’

જ્યારે તેં અજમને બીજા જમશેદની મહેફિલનો કિલો બક્ષ્યો છે ત્યારે તે દુનિયાનું દર્શન કરાવનાર જમશેદનો જામ અને તેજ પ્રકારની ચેતનાની વસ્તુઓ લાવ!
ડો,ઈકબાલની દ્રષ્ટિ આ પુરાણા જગતની પેલે પાર ની ક્ષિતિજો ચિંધનારી હતી.એઓ સતત પરિવર્તન શાંતિના ચાહક હતા.પરંપર તેમને ગમતી નહોતી એટલેજ તેમની કૃતિઓ વાંચકને નવી દ્રષ્ટિ આપેછે.
તેઓ એક ગઝલની પૂર્વ કડીમાં કહે છે :

‘બાઝ ઈં આલમે દેરીના જવાં મી બાયસ્ત
બર્ગે કાહશ સિફતે કોહો ગિરાં મી બાયસ્ત.

આ ઘરડા _જરી પૂરાણા વિશ્વને ફરીથી જુવાન બનાવવાની જરૂર છે.તેના પાંખ પીછાંને ફરીથી વજન દાર પર્વત બનાવવાની વેળા આવે પહોંચી છે.
ગઝલનો ત્રીજો શેર છે :.

‘ઈં માહો_મિહરે કુહન, રાહ બજાએ ન બરન્દ
અંજુમે તાઝા બાતામીરે જહં મીબાયસ્ત.’


આ યુગના જુના ચન્દ્ર અને સૂરજ ,આપણને કોઇ મંઝિલ તરફ દોરી રહ્યા નથી.વિશ્વના નવાજ નિર્માણને માટે આપણે નવો તારક સમૂહ રચવો જોઇએ.

‘હર નિગારે કિ મરા પેશ નઝ મી આયદ
ખુશ નિગાર અસ્ત વલે ખુશ્તર અજાં મીબાયસ્ત.’


હરેક સૌદર્યવાન વદન મારી સામે તરવરેછે,તે સુંદરતો હોયજ છે, પરંતુ સુંદરથીયે સુંદર હોવું જરૂરી છે.
આખરી શેર છે :

ગુફ્ત યઝદાં કિ ચુની નસ્તો દીગર હેચ મગો ગુફત
આદમ કિ ચુનીનસ્તો ચુનાં મી બાયસ્ત


ખુદાએ કહ્યું કે બસ હવે કશું આગળ બોલીશું નહીં, એ બધું કંઈક એજ પ્રકારનું છે.ત્યારે આદમે કહ્યું ‘અગર એમજ છે તો તેને તેમ થવુંજ જોઇએં. મતલબ કે પુરાણી રસ્મો એજ પ્રકારની હોય તો બદલવીજ જોઈએ.
ડો.ઈકબાલની એક ઉર્દુ નઝમનો બંદ યાદ આવી ગયો.

મિસલે બુ કૈદ હય ગુંચે મેં પરીશાં હોજા
સબ્ત બર દોશ હવાએ ચમનિસ્તા હો જા.
શૌકે વુસઅત હૈ તો ઝર્રે સે બયાંબાં હોજા
નગમ એ મૌજ એ હંગામા એ તૂફાં હોજા.

કળીમાં સુગંધની માફક કેદ ચે ,બહાર આવ અને ફેલાઈ જા.મહેકની માફક હવાનાં ખભા પર બેસીને ઉપવન રૂપ બનીજા.જો તારે વિસ્તૃત રૂપ પામવુ હોય તો એક રજકણમાંથી રન બનીજા.
‘ઝબુરે આઝમ’ની એક ગઝલમાં કહે છે કે :

અઝ નવા બર મન કયામત રફ્તો કસ આગાહ નેસ્ત
પેશે મહેફિલ જુઝ બમો ઝીરો મકામો રાહ નેસ્ત


સંગીતના ગુંજારવ થી મારા પર કયામત તૂટી પડી અને તેની કોઇને ખબર પણ ન પડી.એમ લાગે છે કે મહેફિલ તાલ,સ્વર અને આરોહ અવરોહ સિવાય શબ્દાર્થ પ્રત્યે રુચિજ નથી,બીજા કશાનું ભાન નથી.
બીજો શેર છે :

દર નિહાદમ ઈશ્ક બાફિક્રે બુલન્દ આમેખતન્દ
ના તમામ જાવિદાનમ કારે મન ચું માહ નેસ્ત.


મહાન ઈચ્છા શક્તિ ધરાવતા પ્રેમનું મારી માટીમાં મિશ્રણ કરમાં આવ્યું છે.મારી અમરતા અપૂર્ણ છે.હું અમર નથી છતાંય મારો કારોબાર ચન્દ્ર સમાન વધતો ઘટ્તો નથી.
આ કેટલો જીવન માં ઉતારવા જેવો ભાવાર્થ ભર્યો શેર છે.

લબ ફિરૂં બન્દ અઝ ફુગાં ,દર બાઝ બા દર્દે ફિરાક
ઈશક તા આહે કશદ, અઝ જઝ્બે ખેશ આગાહ નેસ્ત

રૂદન જાહેર ન થઇ જાય એ માટે હોંટ પીંસી લે.અને જુદાઈના દર્દને ગટગટાવી જા.કારણકે જ્યાં સુધી પ્રેમ નિસાસા નાંખેછે,ત્યાં સુધી તે પોતાના આકર્ષર્ણથી અપરિચિત છે.મતલબ કે સરકાર કાચા ધાગાથી બંધાઈ આવેછે.એટલી આશિકનાં દિલમાં શ્રધ્ધા હોવી જરૂરી છે.પ્રર્ણયમાં નિસાસા નાંખ્યા કરવાથી કશોજ અર્થ સરતો નથી.અશ્રુ પી જવામાંજ પ્રેમ નું સાર્થક્ય છે. ફરી ક્રાંતિકારી વિચાર આ મહાન શાયર એક શેરમાં આ રીતે રજુ કરેછે.

‘શોઅલે મીબાશો ખાશાકે, કે પેશ આવેદ બસોઝ
ખકિયારા દર હરીમે ઝિન્દગાની રાહ નેસ્ત.’

તું આગની જવાળા રૂપ બનીજા અને વિસ્તૃત થા .જે તનખલા માર્ગમા અવરોધ રૂપ બને તેને ભસ્મ કરે નાંખ.જીવન રૂપી મંદિર કોઇ ખાકી યાને ભસ્મથયેલાને પેસવાની ગુંજાયેશ નથી. એક શેરમાં કહે છે :

’કિર્મે શબ નાબસ્ત શાઇર, દર શબિસ્તાંને વજુદ,
દર પરો બાલશ ફરોગે ગાહ હસ્તો ગહ નેસ્ત.’


જીવનનાં અંધકાર ભર્યા રાત્રિસ્થાનમાં કવિ એ આગિયાની માફક ઉડનાર છે.કે તેની પાંખોમાં ઉજાશ હોયછે અને નથી પણ હોતો.
છેલ્લો શેર :

’દર ગઝલ ઈકબાલ અએહવાલે ખુદીરા ફાશ ગુફત
ઝાંકે ઈનો _ કાફિરે અઝ આઈને દયર આગાહ નેસ્ત.’


ઈકબાલે પોતાની ગઝલમાં અહમની ભાવના અને ભેદ ભરમોને ખુલ્લા કરી દીધા છે.કારણકે નવો નાસ્તિક છે અને પુરાણા મંદિર્અની પરંપરાઓથી પરિચિત નથી.
આ પ્રકારના તદ્દન અનોખા વિચારો વ્યકત કરનાર ડૉ.ઈકબાલ એક જીવંત શાયર છે, કે જેમના કલામ વાંચ્કોને સદા કાળ માટે પ્રેરણા અને પ્રકાશ આપશે.ઈકબાલ ઈકબાલ છે. ઉર્દુ_ફારસી કાવ્ય સાહિત્યમાં હજી સુધી કોઇ સમોવડિયા કાવ્ય સરજક જણાયા નથી કે જેમને જયારે વાંચીએ ત્યરે નવા લાગે.કોઇને કોઇ નવો ભાવ અભિવ્યકત થયેલો જણાય.’ઈકબાલ’ અને ‘ગાલિબ’ વર્ષો વિત્યાં પછી પણ વિશવ આપી શકશે કે કેમ તેની શંકા છે.
ડો.ઈકબાલ ના શબ્દોમાં કહીએ તો…..

ઝ શબનમ લાલા શ ગવહર નમાનદ
દમે માનદ ,દમે દીગર નમાનદ.


ઝાકળ રૂપી મોતીના બુન્દ ગુલે લાલા કાયમ રહેતા નથી.ક્યારેક દેખાય છે અદ્ર્શ્ય થઈ જાય છે..

(મહાકવિ ઈકબાલ _મસ્ત મંગેરા ના સૌજન્યથી.)

Leave a response

Your response:

Categories