Posted by: bazmewafa | May 24, 2007

મુકતક_દિલીપ શ્રીમાળી*પ્રત્યેક માણસ_કિરીટ ગોસ્વામી(ગઝલ)

મુકતક_દિલીપ શ્રીમાળી

સાદ મારો સાંભળી ને આવજે
શ્વાસની છેલ્લી ઘડી ને આવજે.

પ્રાથનાનો સ્હેજ સમયે ના મળે
મંદિરોને તું અડી ને આવજે.

_દિલીપ શ્રીમાળી

ગઝલ

પ્રત્યેક માણસ_કિરીટ ગોસ્વામી

સ્વપ્નોં જુદાં, ઇચ્છા અલગ ને ભાવ ભિન્ન છે
પ્રત્યેક માનસ ભીતરે થી સાવ ભિન્ન છે.

ચાહી રહ્યું હર કોઇને એ આત્મવત હવે
માર હ્રદયનો કયાં કશે વર્તાવ ભિન્ન છે.

માનો સમય પણ છે ખિલાડી કોઇ આગવો
નોખી રમત એની બધી ને દાવ ભિન્ન છે.

છે ભિન્ન તેથી સાવ, સૌથી મારી શાયરી
આ કાળજે વાગેલ થોડા ઘાવ ભિન્ન છે.

ત્યાં કે અહીં સંસારની લીલા સમાન છે
કયાં ધૂપમાં છે ફર્ક કે કયાં છાંવ ભિન્ન છે.

_કિરીટ ગોસ્વામી


Leave a response

Your response:

Categories