હવે કયાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
_મનોજ ખંડેરિયા
કોઇ પણ શે’ર કે ગઝલ વિષેની કેફિયત આપવી કવિ માટે મૂંઝવણ રૂપ થાય છે.જે વાત કોઇ અન્ય રીતે વ્યકત ન થઈ શકે કે સારી રીતે વ્યકત ન થઈ શકે તે શે’ર રૂપે પ્રકટે છે. તેથી શે’ર સિવાય જો અન્ય રીતે કહી શકાય હોત તો શે’ર શા માટે લખું ? શે’ર જ જીવનની કેફિયત છે તે કેફિયતની વળી કેફિયત શું?
ખેર, પણ શે’રમાં જીવનના મંગલ_પ્રસન્ન સમયને અને લગ્નજીવનની સમગ્ર પવિત્ર ભાવનાને આજનાં યુગમાં ભૈતિક સમૃધ્ધિથી માનવીએ ખુદ પોતે ઝાંખી બનાવી દીધી છે,કે ભૂંસી નાખી છે. તે વેદનાની વાત કરવા માટે મારી પાંસે આ શે’રમાં છે તેટલા પ્રતિકો શબ્દો દ્વારા વ્યકત કરી છે. _મનોજ ખંડેરિયા.
છે બધેપાણીજ પાણી પણ તૃષા છીપે નહીં,
મૃગ જળોના મુલ્કમાં કયાંથી અમે આવી ગયા.
_મહેક ટંકારવી.
આ શેરમાં મારી જેમ અહીં પરદેશમાં આવીને વસેલા અસંખ્ય લોકોના મનની મૂંઝવણની રજૂઆત થઈ છે.માણસ જીવનમાંભૌતિક સમૃધ્ધિ અને સુખ સાહ્યબીને ઝંખતો હોય છે.અને તે મેળવવા સવારથી સાંજ રોટલા(શિકાર)ની તલાશમાં રઝળતો પેલા આદિ માનવની જેમ ફરતો હોય છે.મશીનો સાથે માથું ફોડતો હોય છે.એજ ગતિએ રેટ_રેસમાં દોડતો હોયછે.આજના માનવીની તલાશ પણ’ રોટી,કપડાંઔર મકાન’ અને તેમા ઉમેરાયાં મોજ શોખના અપટુડેટ સાધનો માટેની તમન્ના.આવીજ તલાશ લઈને ,જીવન ધોરન ઉંચુ કરવાની આશા અપેક્ષાએ કે લાલચ સાથે કંઈ કેટલાય લોકોએ દેશ છોડી પરદેશોને અપનાવ્યા છે.પરદેશોમાં મહેનત મજદૂરી અને ઉંચા પગાર ધોરણોનાં કારણે આર્થિક પ્રગતિ સાથે તેણે મન ગમતી ચીજે વસ્તુઓનો ઢગલો તો પોતાની આસ પાસ કર્યો છે. તેમ છતાં ચીજ વસ્તુઓની વિપુલતા વચ્ચેય એની પ્યાસ બુઝતી નથી.આત્મિક શાંતિ મળતી નથી.એ એક પ્રકારના છૂપા અસંતોષ કે અજંપા સાથે જીવતો હોય એમ લાગેછે. સર્વસ્વ પામીને પણ કંઈક ખોઇ બેઠાનું અકથ્ય દુ:ખ એના મનમાં છે.ચોમેર પાણીની રેલમ છેલ હોવા છતાં આ પ્યાસ કેમ બુઝતી નથી તેની અગમ્ય વેદના છે. ભોખ્યા કે સાધનોની અછ્ત વાળી વેદના કરતાં પાણી વચ્ચે પ્યાસા રહેવાની આ વેદના કંઈક જુદીજ છે. આ ઉણપ ,આ વેદના અહીં પરદેશમાં રહીને વિશેષ અનુભવાય છે. અને ફરી ફરીને થતા આ અહેસાસમાંથી જન્મે છે આ શે’ર.
_મહેક ટંકારવી.(બોલ્ટન,યુ.કે.)
ફૂલોનું મુખ ઉદાસ છે ઝાકળ નથી પડ્યું
અશ્રુથી લાખ આજ એ ચહેરાઓ ધોઈએ.
_મનહરલાલ ચોકસી
સારા શે’ર અનાયાસ જ રચાય જતા હોય છે. મારા પ્ર્થમ ગઝલ સંગ્રહ (પુસ્તિકા) ‘ગુજરાતી ગઝલ’માં આ શે’ર (ગઝલ) છે. આ શે’ર સાછેજ આમદનો છે ,એ મને પણ યાદ નથી કે કયા સંજોગોમાં લખાયો. પણ મારી પુસ્તિકાના પ્રવેશક લેખક આપણા જાણીતા ગઝલ, વિવેચક_સર્જક રતિલાલ ‘અનિલે’એ ટાંક્યો છે. ત્યારથીજ એ શેર મને પ્રિય છે.એના કારણે એ ગઝલ આજ પણ જ્યાં વંચાય છે ત્યાં આ શે’ર દાદ પામે છ એટલું અવશ્ય કહી શકું..
_મનહરલાલ ચોકસી
એક વળાંક પર હવે ઉભો છે કાફલો:
અહીંથી જવાય રણ તરફ,અહીં નદી તરફ.
_કિસન સોસા
શરતબાબુના ‘શ્રીકાંત’ના શબ્દોમાં કહું તો ‘મરા ભવ ભટક્યા જીવનને પાછ્લે પૉર ઉભા રહી તેનોજ એક અધ્યાય કહેવા બેસતા આજે કેટકેટલી વાતો યાદ આવેછે!’ ઉકત શે’ર _ગઝલ માંડતા કંઈક એવુંજ અનુભવી રહ્યો છું. યાદ આવી ગયો એ સંઘર્ષરત, ઉપેક્ષિત ,સમય ખંડ.જિન્દગી,શરાબ, અને કેટલા ફૂટકળિયા મિત્રોને રવાડે ચઢી ગઈ હતી.નિર્મમતામાં ફંફોસતી હતી.સ્નેહભીનો આધાર,રાત્રિનાં પાછલા પહોરે ઉંઘ ઉડી જતી,ઘેરી વળતી વેદનાની ભૂતાવળ. થોડા સાચા હિતેચ્છુ મિત્રો મને કરુણામાંથી કાઢવા મથતા. એ સમયનાં એક નિર્ણાયક તબક્કે સૂકાં, નિરભ્ર આકાશમાંથી કૂંજડેની હાર પસાર થાય એમ અનાયાસ મારા ચિત્તમાં સ્ફૂરી કાગળ પર શબ્દસ્થ થઇ ગયો હતો આ શે’ર… આ ગઝલ….. _કિસન સોસા
વડ નથી હું,ડાળીઓ કે પાંદડાં પણ હું નથી
મૂળ છું મારે શા માટે ઉખડવું જોઈએ?
_ભગવતી કુમાર શર્મા
સ્વ_મૂળની શોધ એ એક મનુષ્ય તરીકે અને શબ્દના બંદા તરીકે મારા ઉંડા રસ અને ખેવનાનો વિષય છે.તેમાંથી તો મેં’ઊધ્ર્વમૂલ’ જેવી બૃહતકાય નવલકથા લખી હતી મનુષ્યે પોતાનાં મૂળિયાં કદી ન છોડવા જોઈએ.તેમ હું દ્ર્ધ પણે માનું છું.પાંદડાં અને શાખાઓ જેવા બાહ્ય વળગણો લુપ્ત થઈ શકે.પણ મૂળ સમાન આત્મપ્રતીતિ સુદ્ઢ રહે.મારા આ જીવન તત્વવિચારને આ શે’ર સુપેરે વ્યકત કરેછે.અને તેથી મને લાગે છેકે એ મને ગમતો શે’ર છે.
_ભગવતી કુમાર શર્મા
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
_મરીઝ
ગુજરાતી ગઝલકારો પાસેથી પણ યાદગાર શે’ર મળતા રહ્યા છે. આદિલ_મનહર_ચિનુ_રાજેન્દ્ર પુર્વેની પેઢીના ગઝલકારોમાં મરીઝ માટે કેળવાયએલો સદભાવ ટકી રહ્યો છે.બલ્કે એમના અનોખા વ્યક્તિત્વના પરિચયને કારણે પક્ષપાત બન્યો છે. એમના અનેક શેર લોક જીભે ચઢેલા છે.એમાંથી એકનોજ ઉલ્લેખ કરવો હોય તો એમની નિજી અનુભવની સાહેદી પુરતો આ શે’ર. કવિને દુર્દશાનો ગાઢ અનુભવ છે.એકથી વધુ વાર જીવનમં એ તબક્કા આવ્યા હશે.ત્યારે એ મિત્રો પાંસે ગયા પણ હશે. સલાહ માંગી હશે.એમને અભિમાન તો સહેજે ન હતું. કર્તુત્વ ટકાવી રાખવાનો લોભ પણ ન હતો.પણ ઊચિત અનુચિતનો સુક્ષ્મ વિવેક હતો.જેની પાંસે દ્રવ્ય છે,સત્તા છે.વગ છે અને દુનિયાદારી માન આપે છે.જે સલાહ આપવા પાત્ર નહોય એને પણ સાંભળે છે. જ્યારે અનુભવી અને જ્ઞાની માણસ પણ વિષમ સંજોગોમાં મુકાય ત્યારે ઓછી સમજવાળા લોકો પણ એને સલાહ આપવા પ્રેરાય છે.ઊલટ તપાસ પણ કરે છે,ઉમેરેછી :હું નહોતો કહેતો ?. સમજદાર કોય હોય તો એ છે સંવેદન શીલ કવિ.જગતને કશુંક કહેવાની પાત્રતા તો વેદનાનો ઉંડો અનુભવ ધરાવતા કવિમાં છે.એની આ માનવીય મૂડીની ઉપેક્ષા કરીને એનેજ સલાહ આપનારા વધુ સમજદાર હોવાની હેસિયત થી વર્તેછે,ત્યારે મરીઝ જેવા કવિ દુર્દશાનો આભાર માન્યા વિના રહે ખરા? વ્યથામાંરહેલોવિનોદઆસ્વાદ્યછે. _રઘુવીર ચૌધરી.
.
( ‘મારો પ્રિય શે’ર’ સંપાદક: શ્રી અઝીઝ ટંકારવી ના સૌજન્યથી સાભાર)
ડોકિયું:
દુનિયાને તજુર્બાતો હવાદિસ કી શકલમેં
જોકુછ્ભી દિયા હૈ મુજે લૌટા રહા હું મેં’.
_____સાહિર લુધ્યાંવી.
બંગાળી ભાષાના ટાગોરે સાની એટલે બંગલાદેશનામહાન ક્રાતિકારી કવિ ‘કાઝી નઝરુલ ઈસ્લામ.’ કવિવર ર.ટાગોરને સૌંદર્ય મીમાંસા,પ્રકૃતિક પ્રેમ, કરુણા અને ઉચ્તમ જીવન મૂલ્યોની સંસ્કૃતિ મળી.અને એમની રચનાઓ એનાથી પ્રચુર બની.’ભારત ભગ્ય વિધાતા’ના મહાન ગીતો ગાયાં. કાઝી નઝરૂલ ઈસ્લામને બળવો,ક્રાંતિ,ચળવળો,સત્ય અને સામાજિક આર્થિક ન્યાય માટે ઝઝુમવા,લડવાનું નસીબ થયું. જેલમાં કવિતાઓ લખી.મુંગા પણાનો અસાધ્ય રોગથી પિડાયા. તલવાર પર કોતરી કવિતઓ લખી.બંડખોર મિજાઝે સત્ય ખાતર કયાંએ નમતુ ન જોખ્યું ઢાકા મહાનગર પાલિકાના સત્ત્તાના સુત્રધારોને કાઝી સાહેબ નું બહુમાન કરવાનું મન થયું. ઠરાવ પસાર કર્યો કે ઢાકા મહાનગરના બાગમાં રૂપિયા પચાસ હજરનાં ખર્ચે, એમની એક પ્રતિમા મૂકવી.કાઝી સાહેબને ખબર પડી કે એમનું આ રીતી બહુમાન થઈ રહ્યું છે,તો એમણે મહાનગર પાલિકાના સત્તાના સુત્રધારોને પત્ર લખ્યો કે 50,000.00 રુપિયા મને આપી દો, હું પોતેજ બાગમાં ઉંચી ચણેલી પાળી પર ઉભો રહી જઈશ.
Posted in ઇતર