Posted by: bazmewafa | 03/22/2007

જનશક્તિ હું_ઉમાશંકર જોશી

જનશક્તિ હું.

રૂંધાયેલા ચૈતન્યની ઢુંઢી રહેલી અભિવ્યક્તિ હું.
જંજીર પગમાં તોયે લેતી ઠોકરે
રાજમુગટો કૈંક; ને શાં થરથરે.
કાળજાં દુ:સાશકોના મારી ભૈરવ ત્રાડથી!
માર્ગ મુજ છાયો કંઈ સમ્રાજ્ય કેરાં હાડથી.
જવાલામુખી મારા ભૂખ્યા ઉદરે ધગે,
લોહી નહીં, લાવા વહે મારી રગે.
પડશે જ લેવો ઘાટ કૈં નવલો જગે.
આજ હું ઊભીશ ઉન્નત મસ્તકે
અઢેલી હિમાશૃંગને.
મોલ લચતા ખેતરે પાલવ કશો મુજ ફરફરે !
દિશ દિશ બને મુખરિત અહો સ્મિતમર્મરે!
ઇતિહાસના ખંડેરમાંથી
બાંધવી ઉન્નત ઇમારત ભાવિની.
આવો બાંધવ,આવો સાથી,
આમંત્રતી મનુકૂલ સકલની મુક્તિ મંગલદાયિની.

_ ઉમાશંકર જોશી


Responses

  1. સુંદર કાવ્ય છે. ભલે અંગ્રેજોની ગુલામી માંથી આપણે મુક્ત થઈ ગયા હોઈએ, તેમ છતાં આ કાવ્ય આજના સમય માટે પણ છે એવું લાગે છે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers