છંદોઅને આપણા ગુજરાતી બ્લોગો. _મોહમ્મદઅલી ‘વફા’
અરબી અને ગુજરાતી ભાષા માં ઘણા છંદો સામ્ય ધરાવે છે.એ સુખદ આશ્ચર્ય છે.
છંદ અને બહેર ,વજન હોવા છતાઁ બ્લોગર કવિ મિત્રો,એની સદઁતર અવગણના કરી કેમ લખેછે?આવો પ્રશ્ન પૂછવાનો સમય પાકી ગયોછે.પ્રથમ છંદો આવ્યા કે કવિતા આવી? એ પ્રથમ મરઘી કે ઈઁડુ એવો સવાલ છે,
અછાંદસ એ કવિતાનો એક સુંદર પ્રકાર છે. પણ છંદ વગર લખાયલી રચના ને ગઝલ,મુકતક કે નઝમ,સોનેટ,મઁદાક્રાઁતા,ભુજંગી,સોમરાજી,શશી કે દોઢક ,ઇઁદ્ર વજા છંદ માં લખેલી રચના કહી કેમ શકાય ?.અછાંદસ_ અછાંદસ છે. એને બીજું કોઈ નામ આપી નશકાય..
અછાંદસ લખવા માટે વધુ ત્રેવડ,સજ્જતાઅને સભાનતાની જરૂરત હોયછે. લાઘવ,ઈશારા કિનાયા, રૂપકો,અલઁકારો ઉપમાઓ અને તિરોધાનની બ્રુહદ સભાનતા હોવી જરૂરી છે.જો આવુઁ ન હોય તો અછાંદસ એક ખબરપત્રીએ તૈયાર કરેલો અહેવાલ બની જાય.. અરબી છંદોમાં લખનારા માટે પણ લાલ બત્તી છે.સજ્જ્તાઅને ચિઁતન, મનન અને સુજ્ઞ વાઁચનની સામગ્રી ન હોય તો લાવણી અથવા તૂક બઁધી તૈયાર થઇ જાય.
સુરેશ જોશી,ગુલામમોહમ્મદ શેખ, પ્રબોધ પારેખ, લાભશંકર ઠક્કર,આદિલ મનસુરી,રમેશ પારેખ,મનોજ ખઁડેરિયા વિ.એ અછાંદસ ના વિશ્વ ને સુંદર આભાઓ બખ્શી છે.આ ફકત ગુજરાતી પુરતી વાત થઈ છે.બંગાળી,ઉર્દુ,હિન્દી,અને યુરોપી ભાષાઓમાં તો પ્રચુર સર્જન એના પર થયુઁ છે.
હા આપણે લખવાણું શરુ કર્યુઁ એ સરસ વાત છે. પણ સાથે વાઁચવાણું પણ ચાલુ રાખવુઁ જોઈએ.
નહીઁ તો પ્રશ્ન પૂછાશે કે બ્લોગરો લેખક કે કવિ થઇ ગયા છે, કે લેખકો અને કવિઓ એ બ્લોગ(વેબ) શરૂ કરીછે.?
મારા એક મિત્રે હમણા એક ધારદાર ટકોર કરેલી.ફેમીલી ડૉકટરના ફેમીલી દર્દીઓની જેમ ફેમીલી બ્લોગરોના ફેમીલી પ્રશંસકોની એક જમાત તૈયાર થઇ રહી છે. હા! દાદ આપવા જેવી રચનાને પણ દાદ ન આપવી એ બૌધિક કંજુસી છે.
પ્રીઁટેડ મીડિયા ના સાક્ષરો આ ભય થી સજાણ છે.વિવેચકો પણ આની નોઁધ લઈ રહ્યા છે. ઈંનફોરમેશન ટેકનોલોજીનો વધુને વધુ લાભ સાહિત્યકારોએ ઉઠાવવો જોઈએ.પણ ભયસ્થાનો ની જાણકારી સાથે..
વાઁચન,ચિઁતન,મનનની આદત રહેશે તો આ છીપલાઁઓમાથી ઘણા મોતી પાકવાની સંભાવનાઓ રહેલ છે.
સમાન છંદો વિશે થોડી માહિતી આપવી હતી પરંતુ ‘દાસ્તાને પારીના’ વહી આવી.
’બક રહા હું મેઁ જુનુમેઁ ન જાને કયા કયા કુછ ન સમજે ખુદા કરે કોઇ”
અથવા
’બક ગયા મે જુણું મેઁ ન જાને કયા કયા કુછ તો સમજે ખુદા કરે કોઈ.
******
દર્પણ:
દિલ્હીમાં આવેલી ચિતલી કબર ના વિસ્તારમાંથી એક ફકીર જયારે પસાર થતો ત્યારે એક મિસરો
ગુન ગુનાવતો. “ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ”આખો શેર પુરો નહીઁ કરતો.ત્યાઁ ઉભેલા યુવાનોણું ટોળું એને પુછતું કે’કીસ લિયે, કિસ લિયે? ‘ પણ એ ખામોશ રહેતો.
નિરૂત્તર ચાલ્યો જતો.એક દિવસે યુવાનોએ એને ઘેરી લીધો. અને છોડ્યો નહીઁ. આજ બતાના પડેગા .કિસ લિયે? કિસલિયે?
ફકીરે કઁટાળીને શેર પુરો કર્યો.
“ઈસ લિયે દિલે બેતાબકો તડપનેકી તમન્ના કમ હૈ
વુસઅતે દિલ હૈ બહુત વુસઅતે સહરા કમ હૈ”
_મોહમ્મદઅલી ‘વફા’(4માર્ચ2007)
વુસઅત = પહોળાઈ(ઉંડાણના સંદર્ભ માં)
Posted in ચર્ચા,અભિપ્રાય, છંદ*પિંગળ શાસ્ત્ર સબ