વરસાદમાઁ_રતિલાલ અનિલ
હા,તમે બોલ્યા,તાઁ ભીના સાદમાઁ,
આપણે બન્ને હતાઁ વરસાદમાઁશબ્દોમાઁથી શીળી ખુશ્બુ આવતી
કેટલી ભીનપ હતી સંવાદમાઁ
આખી સૃષ્ટિ સાવ ભીઁજાતી હતી
કેમ રહીએઁ આપણે અપવાદમાઁ
દોડતો ને બોલતો ભીનો પવન
આપણે પણ સાવ એવા નાદમાઁ
પીઠ પર ઝાપટ ભીની પડતી રહી
ભીની શાબાશી મળી’તી દાદમાઁ
ભીની ભોઁયે આપણા પગલાઁ હતાઁ
રહી જવાના ચિહન ભીની યાદમાઁ
આજ ભીના પંથ પર ચાલ્યા જવુઁ
વાયદો કરશો નહીઁ કે ‘બાદમાઁ’ !
_રતિલાલ અનિલ(અલ વિદા!ના સૌજન્યથી)
પીઠ પર ઝાપટ ભીની પડતી રહી
ભીની શાબાશી મળી’તી દાદમાં
- સરસ વાત !
By: ધવલ on 02/27/2007
at 1:16 AM
khuub saras… thanks!
By: Parul on 02/27/2007
at 10:54 PM