જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસંબવી
ભ્રષ્ટ વાવડ મુજ,સુધી વાયો નથી
છેતરાયો છું ખરીદાયો નથી
અભિનંદન
‘ધી સુરતી સુન્ની વહોરા સોસાયટીના સિનિયર પદાધિકારી અને વહોરા વડીલ જનાબ મોહંદભાઈ યુસુફ પટેલ સા.(કોસંબા,તા:મોટામિયાઁ માંગરોલ જિલ્લા:સુરત)ને તેમની કાવ્ય કૃતિ’કેફિયત’ બદલ હ્યુમન સોસાયટી ઓફ ઈન્ડિયા નડિયાદ દ્વારા ‘રસકવિ રઘુનાથ બ્રહ્નભટ્ટ એવોર્ડ’ માટે પસંદ કરમા આવેલ છે.તે બદલ એમને હાર્દિક અભિનંદન આપતાં આનંદની લાગણી અનુભવીએઁ છીએઁ.જ.મોહમ્મદભાઈની કાવ્ય રચનાઓમાં અનુભવનો આધાર અને ચિઁતનની ચમક હોવાની સાથે ખૂબસુરત શાબ્દિક શૃઁગાર પણ છે.તેઓ હવે પ્છી પણ ઉત્તમ સહિત્ય સર્જન કરતા રહે એવી અભ્યર્થના સાથે’વહોરાસમાચાર’સુરત ના માધ્યમથી અભિનંદન.
(વહોરાસમાચાર,સુરતના સૌજન્યથી, સાભાર)જાન્યુઆરી:2007
‘.નયા માર્ગ’ બાબરી મસ્જીદ વિશે એક સુઁદર નઝમ જાન્યુઆરી’93 ના અંકમાં ‘અગમ’ કોસંબાના નામે છપાયેલી વાંચી,આ કવિ વિશે જાણકારી મેળવવા મેઁ જોગાનુજોગ‘અગમ’નેજ પૂછયું,એમણે બહુ નમ્રતાથી કહ્યુઁ કે એ પોતેજ એ ઉપનામે નઝમો, ગઝલો અને મુકતકો લખે છે.
મને આશ્ચર્ય થયું. આ ભાઈ વર્ષોથી અમારી સંસ્થા ‘ધી સુન્ની વ્હોરા મુસ્લીમ એજયુકેશન સોસાયટી,સુરત’ ની વ્યવસ્થાપક સમિતિમાં સાથે કામ કરેછે. છતાં કોઇ દિવસ પોતે કવિ હોવા વિશે કોઇને જાણ થવા દીધી નથી.મને એ જાણ થઈ અને અમારી મિત્રતામાં વધારો થયો..ત્યાર પછી મારા વારઁવારના આગ્રહના કારણે એમણે મુકતક સંગ્રહ જોવા આપ્યો.મને એમના મુકતકો ગમ્યાઁ. અને તેમાંથી કેટલાક મેઁ ‘વહોરા સમાચાર’માસિકમાં પ્રગટ કર્યા.એ સિવાય એક ગઝલ એમની ડો.રશીદ મીરના’ધબક’ માસિકમાં પ્રગટ થયેલી એવું જાણવા મળ્યું ,બસ એ સિવાય આ ગઝલકારે કોઇ મુશાયેરામાં ભાગ લીધો નથી,કે કોઇ અખ્બારમાં કૃતિ પ્રગટ કરવા મોકલી નથી.અને વર્ષોથી પોતાની સાહિત્ય સાધના ચાલુ રાખીછે.આમ તો લગભગ આઠ જેટલા સંગ્રહો જુદા-જુદા વિષયો પર ,કાવ્ય,નઝમસંગ્રહ :ગઝલનુમા ગઝલ સંગ્રહ,સમાન રદીફ કાફિયા વાળો મુકતક સંગ્રહ ,ઐતાહાસિક પુરુષોની કેફિયત વાળો મુકતક સંગ્રહ,નઝમ સંગ્રહ અને ગઝલ સંગ્રહ લખાયેલ છે.તે પૈકી આ એક ગઝલ અને મુકતક સંગ્રહ અમારા ભારે આગ્રહના કારણે એમની પાંસેથી મેળવી પ્રગટ કરવા શક્તિમાન થયા છીએ.
આમ તો ‘અગમ’ ભાઇ મોટા ગજાન સામાજિક કાર્યકર છે.ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.રાજકિય રીતે પણ આગળ પડતી વ્યક્તિઓમાં ગણના થાયછે.સુરત જિલ્લા પંચાયતના ઉપ_પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.ભરચક રાજકિય અને સામાજિક પ્રવૃત્તિ વચ્ચે પણ એમણે વિપુલ પ્રમાણમાં લેખન કાર્યા કર્યુઁ છે.તે અભિનંદનિય છે.કોઇ પણ જાતના દેખાડા વગર ,પ્રગટ થવાની ઇચ્છા રાખ્યા વગર ,મંચ પર પહોઁચ્યા વિના કે અખબારમાં પ્રસિધ્ધિ માટે ગયા વિના સાહિત્ય સર્જન કર્યુઁ છે.એટલે અમારી સંસ્થાએ આવા પ્રકારના સાહિત્યકારોનો સંગ્રહ પ્રગટ કરવાનું વિચાર્યુઁ.અને આ કાવ્ય સંગ્રહ કેશ_કલાપ(ગઝલ અને મુકતક સંગ્રહ )પ્રગટ કરી આમ જનતાની સેવામા સાદર રજુ કરીએઁ છીએઁ.
____મસ્તમંગેરા(તંત્રી ‘વહોરા સમાચાર,સુરત. નિવૃત આચાર્ય આલીપુર હાઈસ્કૂલ ,આલીપુર)
____’જય’નાયક
(‘કેશ_કલાપ ‘ ની પ્રકાશકીય નોઁધ માંથી)
જનાબ મોહમ્મદ યુસુફ પટેલ’અગમ’કોસંબવીના થોડા મુકતકો અને ગઝલ ‘કેશ_કલાપ’માંથી
લાખમાં એકજ ‘અગમ’ હોવા છતાં
ઓળખાયો છે,એ પરખાયો નથી
***********************
અર્પણ
ગઝલ રોપીને ગુર્જરીના ચોકમાં
સર્વ એવા ગઝલગોત્રી પિતૃનું તર્પણ કરું
ગઝલગોત્રી પૂર્વજોના ઋણ ચઢાવી મસ્તકે
ગઝલના સૂરજમુખી ચરણે ધરી અર્પણ કરું
ગઝલ
સાત નભની પાર ઊડ્જે પાઁખ વિસ્તારી ગઝલ
સાત સાગરના રતનની બઁધજે ભારી ગઝલ
દૂરના તારા પ્રવાસો થાય ના હિજરત ‘અગમ’
સાત બઁદરે રાખજે તુ સાખ પણ તારી ગઝલ
ગઝલ
કેટલા શાયર થયા તારાજ આભારી ગઝલ
કેટલા ગાયક થયા તારજ પ્રતિહારી ગઝલ
તેઁ કૃપા દ્રષ્ટિ પ્રસારી સર્વે એ રસિયા ઉપર
એ રસિકોએ વધારી શાન લલકારી ગઝલ
ચિત્કાર
ઉપેક્ષિત ઋગ્ણ કવનો આજ ઊઠયાઁ આમ ચિત્કારી
દયા દાખવ અમારા પર ,બજાવી લે ફરજ તારી
ઘણા અભરાઈ પર સબડે,ઘણા રોતાં ખૂણો પકડી
સમેટી લે ,સમારી લે ,સજી લે ગ્રંથ અલમારી
*
ગઝલો
નિવેદન કરું છું
ફરી જખ્મ જુના સજીવન કરું છું
પછી રકત રંજીત નિવેદન કરું છું
રુઝાયા જખમનું હું છેદન કરું છું
રસામૃત ઝરે, પી જવા મન કરું છું
કલાકારનો જીવ નવરો કરે શુઁ
હું સૌઁદર્યને પણ સુશોભન કરું છું
વિચરતો નથી ફકત વૃઁદાવનોમા
રઝળપાટ પણ હું વનેવન કરું છું
નનામી સમા મૌન_મંચે બિરાજી
વિવાદી સભાનું સમાપન કરું છું
“ અગમ “
હદ નથી
જિઁદગીની યાતનાને હદ નથી
મોતને પણ તો જરી ફૂરસદ નથી
દર્દ દેખી જો હૃદય ગદગદ નથી
વૈદ! તારી ભાવના ભગવદ નથી
વ્યાપને ઉઁડાણ છે પણ કદ નથી
એજ કારણ પ્રેમમાં હુંપદ નથી
જીવવુંછે સ્વર્ગને રટવું નથી
પૃથવીની ઓળઁગવી સરહદ નથી
કવ્યમય વાણી અગમની છે છતાં
એટલો એનો વિષય રસપદ નથી
*અગમ કોસંબવી
પરખાયો નથી
ભ્રષ્ટ વાવડ મુજ,સુધી વાયો નથી
છેતરાયો છું ખરીદાયો નથી
પાનખર વેળાયે પડકાયો નથી
ને વસંતી વાયરે વાયો નથી
કમળ કાદવમાં ખીલે છે તેમ હું
ખૂબ મરડાયો છું ખરડાયો નથી
લાખમાં એકજ’’ અગમ’ હોવા છતાં
ઓળખાયો છે એ પરખાયો નથી
પ્રેમ વૃષ્ટિમાં અગમ ભીઁજાય છે
રૂપ જળમાં એ કદી ન્હાયો નથી
*અગમ
સુવું ગમે
ભીની ભીની રેતમાં સુવું ગમે
ને લચીલા ખેતમાં સુવું ગમે



વ્યાપને ઉઁડાણ છે પણ કદ નથી
એજ કારણ પ્રેમમાઁ હુઁપદ નથી
ખુબ જ સુંદર વાત…
કવિશ્રી વિશે પણ સુંદર માહિતી આપી છે…
આભાર વફાસા’બ!
By: UrmiSaagar on 01/30/2007
at 3:10 PM
બહુ જ સરસ રચનાઓ વાંચવા મળી. મા ગુર્જરીના કેટ કેટલા સપૂતો વિશે હું અજ્ઞાન છું તેનું ભાન થયું .
By: Anonymous on 02/04/2007
at 11:50 PM
[...] http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi-_-wafa/ [...]
By: મુકતકો _જ.’અગમ’કોસંબવી « on 11/15/2007
at 7:03 PM
[...] http://bazmewafa.wordpress.com/2007/01/30/agamkosambvi_wafa/ [...]
By: ગુલઝારે ચાલું—મુહમ્મદ યુસુફ પટેલ ‘અગમ’ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा on 01/22/2009
at 12:30 AM