Posted by: bazmewafa | January 6, 2007

એક ભાડાનુઁ ઘર*મોહમ્મદઅલી ભૈડુ’વફા’ ગઝલ

ગઝલ

દેહનુઁ આ તો નગર
એક ભાડાનુઁ છે ઘર

સ્થળ બદલાયા કરે
રૂહ એની છે અમર

પ્યાસમાઁ શેકાયલી
આઁખ છે ચકર વકર

આભમાઁ ચોઁટી ગયો
એક મુફલિસનો અધર

શરમની ખીલી કળી,
થઇ ગઇ નીચી નજર

હાથ શુઁ દિલ પણ ઉઠે
આપતુ માગ્યા વગર

રંગ પણ મળશે અસલ
ચીર લેઆ દિલ જિગર

હુઁ ‘વફા’આપી દઇશ
તુઁકદી તો હાથ ધર

*મોહમ્મદઅલી ભૈડુ’વફા’(5જન્યુ.2007)

Responses

very nice gazal….
liked it very much!

congrats!!

Leave a response

Your response:

Categories