Posted by: bazmewafa | 11/11/2006

ઉતારે ન જોઈએ._કુતુબ’આઝાદ’

allah.jpg

અલ્લાહનાં પવિત્ર 99 નામોમાંનું એક નામ ‘અલ ખાલિક’_સર્જનહાર

ઉતારે ન જોઈએ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ.
હક થાય છે તે આપો વધારે ન જોઈએ.

મઝધારમાઁ થયુઁ તે વાત રહી ગઈ,
તૂફાનનો અજઁપો કિનારે ન જોઈએ.

હૈયામાઁ એનો વાસ જો થાયે તો ઠીક છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

કોઈ પડયો ન ફેર મરણના સ્વભાવમાઁ
ટાણે કટાણે આવેછે જયારે ન જોઈએ.

સહેલાઈ થી જે પાળી શકો એજ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

હિમ્મત અને ઈરાદાઓ કમજોર થઈ જસે,
મંઝિલની કોઈ વાત ઉતારે ન જોઈએ.

‘આઝાદ’ જિન્દગીની મઝા ઔર છે દોસ્ત,
આ જિન્દગી પરાયે સહારે ન જોઈએ.

_કુતુબ’આઝાદ’
(અલ્લાહનો આવાજ તો હર જગા થશે,
હો વસંતકે પાનખર લાઈલાહા ઈલ્લલ્લાહ.

પહાડ,સહરા અને સમુદ્રના મોજાઁ ઉપર
મને છે હુકમે અઝાન લાઈલાહા ઈલ્લલ્લાહ
.

આ ‘આઝાદ’સા.ના ત્રીજા શેર નો જવાબ છે._વફા )


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers