Posted by: bazmewafa | November 11, 2006

જંપવા નથી દેતા_કુતુબ ‘આઝાદ’

kantak.jpg 

જંપવા નથી દેતા

માણસોને આજ માણસ જંપવા નથી દેતા.
ગૂઁગળાતો હોયછે કોઇ હવા નથી દેતા.

કંટકો પર ચાલવા મજબૂર કરતા હોયછે,
ફૂલ પર તો એક ડગલુઁ ચાલવા નથી દેતા.

કયાઁ જઈ ફરિયાદ કરીએઁ જિઁદગીના દર્દની,
દર્દ તો આપેછે સહુ કોઈ દવા નથી દેતા.

આહ પણ ભરવા નથી દેતા નિરાંતે કોઇને,
બોલવા માંગેછે એને બોલવા નથી દેતા.

ક્યાઁ સુધી રહેશે અજઁપામા ડૂબેલો માનવી,
મન ગમે એ માન્યતામા રાચવા નથી દેતા.

થઈ ગયાછે કેટલા ‘આઝાદ;સંજોગો કઠણ,
માનવી ને માનવી આજે થવા નથી દેતા.

_કુતુબ ‘આઝાદ’

Leave a response

Your response:

Categories