ગુજરાતનું ગઝલનું મોતી: કુતુબ ‘આઝાદ’
‘આઝાદ’ જિંદગી જો મહેકે તો જિંદગી છે,
ફૂલોને લાવશોમાં મારા મઝાર પંસે.
કુતુબ આઝાદ 85 વર્ષને જૈફ વયે પણ અડધા સૈકા જૂના ‘તમન્ના’સામયિકમાં પ્રથમ પાને તાઝી ગઝલ લખતા હતા.
સમાજ સેવા,પત્રકારત્વ-સાહિત્યનો અનોખો સમન્વય થયો હતો.બગસરાના ‘કુતુબ’આઝાદ યતીમ તરીકે ઉછળીને યુવાનીમાં કુતુબ ભાઇએ આઝાદીની ચળવળનો ભાગ લીધો.ગગનગામી કલ્પનાઓ કર્યા વિના જે જુએ અનુભવે છે તેજ લખે છે.
‘પરમાત્માએ એમને જે પરિસ્થિતિમાં મુકયા છેતેને કુદરતની કૃપા સમજી સ્વીકારી લીધી છે.અસંતોષ વ્યકત કર્યો નથી,તેથી તે હાલ મસ્ત છે.તેમની પંસે દોલત ઘણી ઓછી પણ દિલની દોલત એટલી મોટી કે માલ મસ્ત છે.તેમને ખુદાની સંપત્તિ _મિલકતની સેવા કરવાનો રાહ પકડ્યો છે,અને તેમની ચાલ ચલગત સૌને પસંદ પડે છે.તેથી એ ચાલ મસ્ત છે.કુતુબભાઇમાં આ ત્રણેય મસ્તીનો સમંવય થયો હોઇ ઃઉં એને કલામ મસ્ત કહું છું.કવિ ,વિદ્વાન,અને વિવિધ ક્ષેત્રે લોકોત્તર શ્રેષ્ઠ કામ કરનારવ્ય્ક્તિ મને બહુજ ગમે છે.બગસરાએ કુતુબભાઇને સન્માન્યા છે,ગુજરાત સ્તરે એમનું સન્માન એવું હું ઈચ્છું છું.(શ્રી મોરારી બાપુનાં શબ્દો ગુજરતનાં ગઝલ મોતી કુતુબ અબ્દુલહુસેન સદીકોટ ઉર્ફે ‘કુતુબ’આઝાદ માટે) ‘
“અકિલા’રાજકોટ તા2નવેંબર 2006 ના એક સુંદર લેખનો ટૂકડો ઈમેજમાં નીચે પ્રમાણે છે.(આભાર સહિત ‘અકિલા’નાસૌજન્યથી)

[...] http://bazmewafa.wordpress.com/2006/11/09/kutubazad_wafa/ [...]
By: મને_ કુતુબ’આઝાદ « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा on 03/15/2008
at 4:08 AM