Posted by: bazmewafa | 09/03/2006

અહમદ’ગુલ’ ની ટુંકી બહેરની ગઝલો.

અહમદ’ગુલ’ ની ટુંકી બહેરની ગઝલો.
1
સાંજ ઢળશે
યાદ વધશે

યાદ વધતાઁ
દર્દ વધશે.

રાત પડતાઁ
સ્વપ્ન ઊગશે.

આંખમાઁ એ
દ્રશ્ય રમશે.

આવતાઁ ફળ
ડાળ નમશે.

લાખ એના
અર્થ કરશે.

લોક તો ઠીક
તુઁ ય વઢશે.
2
અગમ લાગે
નિગમ લાગે

હવે ખુદની
શરમ લાગે

થતાઁ ‘આદિલ’
જનમ લાગે

ખચિત એના
કદમ લાગે

જુઓ પેલા
‘અદમ’લાગે

હવે ઝખ્મો
મલમ લાગે

મુઠ્ઠી બાઁધી
ભરમ લાગે

હસે એવુઁ
સનમ લાગે

ખુદા તારી
રહમ લાગે
3
આ મધરાતો
ઝંઝાવાતો

થોડા શબ્દો
કઁઈ આઘાતો

ભોળો ચહેરો
ના સમજાતો

સૂનો રસ્તો
ક્યાઁ ક્યાઁ જાતો

બસ કર તારી
મોઘમ વાતો

શબ્દે શબ્દે
કેવી લાતો

’ગુલ’તુઁ છેને
કાળી રાતો

__________ અહમદ’ગુલ’
(બાટલી , યુ.કે)(પાંખડી12,13,17)


Responses

  1. [...] ‘બઝમે વફા’નાં  નિમ્ન URL પર કલીક કરો.  http://bazmewafa.wordpress.com/2006/09/03/tookibahergazal_ahmedgul/,પ્રકાશનો: 1 ઉપવન (સંયુકત ગઝલ સંગ્રહ) [...]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 40 other followers